Magazines

સરકારી/ગૌચરની જમીનો ઉપરના દબાણો દૂર કરવાની જોગવાઈઓ અને હાઇકોર્ટ - સુપ્રીમકોર્ટના અવલોકનો

By GS TEAM
10 May 20265 mins read
સરકારી/ગૌચરની જમીનો ઉપરના દબાણો દૂર કરવાની જોગવાઈઓ અને હાઇકોર્ટ - સુપ્રીમકોર્ટના અવલોકનો

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જાહેર જગ્યાઓ ઉપરના દબાણો સુપ્રિમકોર્ટના ચુકાદાઓ મુજબ અમલીકરણ જરૂરી

- જાહેર જગ્યાઓ પર દબાણ કરેલ હોયતો દુર કરવાની બાબત તે વહિવટી તંત્રની પાયાની ફરજ છે

તાજેતરમાં સુપ્રિમ કોર્ટની જસ્ટીસ ગવઈ અને વિશ્વનાથનની બેન્ચ દ્વારા સમગ્ર દેશમાં 'બુલડોઝર્સ જસ્ટીસ' જુદા જુદા અનઅધિકૃત બાંધકામ / દબાણો દુર કરવા બાબતમાં જે અવલોકન કરવામાં આવ્યા છે અને તે આધારે આપણા બંધારણમાં બિન સાંપ્રદાયિકતાના (Secular) મુદ્દા ઉપર Guidelines બહાર પાડવામાં આવનાર છે. તેમાં ખાસ કરીને ધાર્મિક સંસ્થાનો / પ્રતિપક્ષ દ્વારા ધારણ કરવામાં આવેલ મિલ્કતોના દબાણ દુર કરવા વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. આમ તો કાયદાનું શાસન Rule of Law તેને કહેવાય કે તેનો ઉપયોગ સમાન ધોરણે ઈૂેચનૈાઅ મીર્કિી ન્ચુ લાગુ કરવામાં આવે - બિન સાંપ્રદાયિકતાના સિધ્ધાંત મુજબ કોઈ ચોક્કસ ધર્મને નિશાન બનાવવામાં ન આવે અને કાયદાના અમલીકરણમાં એકસુત્રતા, તટસ્થતા, નિષ્પક્ષતા હોવી જરૂરી છે. આ તમામ પાયાના મુદ્દાઓ ઉપર સુપ્રિમ કોર્ટની બેન્ચ દ્વારા સુનાવણી દરમ્યાન અવલોકનો કરવામાં આવી રહ્યા છે અને સુપ્રિમ કોર્ટે પણ નિર્દેશ આપેલ છે કે જાહેર જગ્યા ઉપરના દબાણો, જાહેરરસ્તા, ફુટપાથ, પાણીના વહેણ, બિનઅધિકૃત જાહેર જગ્યા ઉપરના ધાર્મિક સ્થળો દુર કરવા માટે શાસકો / વહીવટીતંત્રને સુચનાઓ આપી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા હાલ જે કેસો ચાલે છે તેમાં આડેધડ સ્વરૂપે (બુલડોઝર્સ) બિનઅધિકૃત બાંધકામ / દબાણો અમુક ચોક્કસ સમુહને ટાર્ગેટ બનાવીને દુર કરવામાં આવી રહ્યા છે તે અંગે સુપ્રિમ કોર્ટ બીજી સુચના ન મળે ત્યાં સુધી ઉક્ત અપવાદો સિવાય મનાઈ હુકમ આપવામાં આવેલ છે અને આખરી ચુકાદામાં સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશને લાગુ પડે તે રીતે માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવશે.

જાહેર જગ્યા ઉપરના દબાણો અને તેને દુર કરવા અને ખાસ કરીને પ્રજાહિતમાં / જનસુખાકારીમાં વધારો કરવા અને બિનઅધિકૃત દબાણકારો સામે કાયદાનો ડર રહે અને સ્થાપિત હિતો દ્વારા સરકારી જમીનો / જાહેર જગ્યાઓ દબાણ કરેલ હોયતો દુર કરવાની બાબત તે વહિવટી તંત્રની પાયાની ફરજ છે અને સરકારના જુદા જુદા કાયદાઓ હેઠળ જે જોગવાઈઓ છે અને આ બાબતોમાં સુપ્રિમ કોર્ટના અગાઉના જે ચુકાદાઓ છે તેની સૌને જાણકારી મળી રહે અને તે માટે જરૂરી રાજકીય અને વહિવટી ઈચ્છાશક્તિ દર્શાવી દુર કરવામાં આવે તે અગત્યનું છે. સૌ પ્રથમ તો જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ કોઈપણ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે તો સબંધિત તાલુકાના મામલતદારને બિનઅધિકૃત દબાણકારને નોટીસ આપી ઉપજદંડ વસુલ કરવાનો અને કલમ-૨૦૨ હેઠળ સબંધિત દબાણકારને હાંકી કાઢવાના છે. (જીેસસચિઅ ઈપૈર્બૌહ) આ પ્રક્રિયા હોવા છતાં અનુભવે જણાયેલ છે કે સરકારી જમીનો ઉપરના દબાણો દુર કરવામાં મહેસુલી અધિકારીઓની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે. પરંતું તેમાં રાજકીય હસ્તક્ષેપ પણ અગત્યનું પરિબળ છે. એટલે વહિવટીતંત્રમાં ઉદાસીનતા આવી છે અને જ્યાં જ્યાં દબાણો દુર કરવામાં આવે છે તેમાં એકસુત્રતા જળવાતી નથી. બીજું કે ગૌચરની જમિનોના વહિવટ કે જે પંચાયત અધિનિયમ હેઠળ તેની જાળવણી કરવાની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયતની છે. પરંતું સ્થાનિક ચુંટાયેલ બોડીના કારણે સરપંચ / તલાટી ગામનું ગૌચર જાળવવામાં નિષ્ફળ ગયા છે. એટલે આ તમામ જમીનો તે જ હેતુ માટે ચાલુ રાખી શરતભંગ કરી અથવા રાજ્ય સરકારને કલેક્ટરને સત્તા છે કે આ જમીનો રાજ્યસરકાર હસ્તક લઈ લેવામાં આવે કારણકે દિન પ્રતિદિન ગૌચરની મોટા ભાગની જમીનો ઉપર દબાણો થયા છે આજ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનીસીપાલીટી હસ્તકની જમીનોનો વહીવટ મ્યુનિસીપલ કોર્પોરેશન એક્ટ-૧૯૪૮ અને નગરપાલીકા અધિનિયમ-૧૯૯૩ હેઠળ મ્યુનિસીપલ કમિશ્નર અને પ્રમુખ / ચીફ ઓફિસરને દબાણો દુર કરવાની સત્તાઓ છે. જીપીએમસી એક્ટની કલમ-૨૩૦/૨૩૧ હેઠળ કમિશ્નરને રસ્તા, ફુટપાથ, પાણીના વહેણ ઉપરના દબાણો નોટિસ આપ્યા વગર દુર કરવાની સત્તાઓ છે. સરકારી બોર્ડ / કોર્પોરેશનની જગ્યા ઉપરના દબાણો અંગે ઁેમનૈબ ઁિીસૈજીજ ઈપૈર્બૌહ છબા હેઠળ નિયત અધિકારીને દબાણ દુર કરવાની સત્તાઓ છે. આ બધા કાયદાઓમાં જોગવાઈઓ હોવા છતાં સરકારી / ગૌચર / મ્યુનિસીપલ જમીનો ઉપરના દબાણો દુર થતા નથી. એટલે સરકારે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ ખાસ કાયદો બનાવેલ છે અને આ તમામ સત્તામંડળોને આ કાયદાની વ્યાખ્યામાં લાવવામાં આવેલ છે અને આ કાયદામાં ફોજદારી ગુન્હા સાથે દસ વર્ષ સુધીની કેદની સજા છે. પરંતું આ કાયદાનો ઉપયોગ સરકારી / ગૌચરની જમીનો માટે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ઓછો ઉપયોગ થયો છે. આશા રાખીએ કે આ કાયદાની જોગવાઈઓ ્ીીાર ુૈનન મ્ૈાી. 

હવે સુપ્રિમ કોર્ટ દ્વારા જુદાજુદા શકવર્તી ચુકાદાઓ આપ્યા છે તેમાં હાલના સુપ્રિમ કોર્ટમાં ચાલતા કેસોમાં સંદર્ભ તરીકે અવલોકનમાં લેવામાં આવ્યો છે તેમાં સુપ્રિમ કોર્ટ ૨૦૦૯માં વડોદરા મહાનગરપાલીકા વિસ્તારમાં ચાંપાનેર દરવાજા બહારના ધાર્મિક સ્થળ દુર કરવાના કિસ્સામાં સુપ્રિમ કોર્ટ દેશના તમામ રાજ્યોને જાહેર જગ્યા ઉપરના ધાર્મિક સ્થળો દુર કરવાની માર્ગદર્શક સુચનાઓ આપી છે અને દર ત્રણ માસે સુપ્રિમ કોર્ટે જાહેર જગ્યા ઉપરના ધામક સ્થળોનો છર્બૌહ ્ચંીહ ઇર્ીૅિા હેઠળ સમીક્ષા થાય છે. એક તબક્કે જુના ધાર્મિક સ્થળોને પણ પ્રક્રિયા અનુસરીને પ્રજાને અડચણરૂપ હોયતો દુર કરવાની સુચનાઓ છે. આજકાલ જે બુલડોઝર્સ જસ્ટીસના નામાભિધાન હેઠળ ઉલ્લેખ કરવામાં આવે છે તે એ છે કે એકસુત્રતાના ધોરણે ધાર્મિક સ્થાનો જે જાહેર જગ્યાઓ ઉપર છે તે દુર કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કરવામાં આવે ધાર્મિક સ્થળો દિન- પ્રતિદિન જાહેરરસ્તા / ફુટપાથ ઉપર ઉભા કરી દેવામાં આવે છે અને પાછળથી ધર્મના નામે સંવેદનશીલ બનાવવામાં આવે છે. એટલે હવે ૨૦૦૯ના વડોદરાના સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ હાલના ચાલતા કેસમાં જે વિસ્તૃત માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવે તે મુજબ અમલ કરવામાં આવે  તે અગત્યનું છે.

સુપ્રિમ કોર્ટના જાહેરરસ્તા, ફુટપાથ, પાણીના વહેણ માટે મુંબઈના ઓલ્ગા ટેલીસ / મુંબઈ કોર્પોરેશન નવાબખાન / ગુલાલખાન વિ. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન, અનુપમ રેકડી વિ. જામનગર કોર્પોરેશન એચ. એસ. પટેલ - ડેપ્યુટી કમિશ્નર વિ. (પોતે) વડોદરા કોર્પોરેશન આ તમામ ચુકાદાઓથી જીપીએમસી એક્ટની કલમ-૨૩૦/૨૩૧ હેઠળ કમિશ્નરને નોટીસ આપ્યા વગર જાહેર રસ્તા / ફુટપાથ ઉપરના દબાણો દુર કરવાની સત્તાઓ છે. સવાલ છે અમલીકરણનો આ બધી બાબતો રાજકીય હસ્તક્ષેપ તે ર્ભસર્સહ બાબત છે. વહિવટી તંત્રએ સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશો પ્રમાણે પ્રજાહિતમાં કામગીરી કરવી જરૂરી છે. 

આ કાયદાની જોગવાઈઓનો અમારા ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર વડોદરા અને મ્યુનિસીપલ કમિશ્રનર વડોદરાના કાર્યકાળ દરમ્યાન મહત્તમ ઉપયોગ કરેલ છે અને વડોદરા શહેરના નાગરિકો તેના સાક્ષી છે. તમામ શહેરો માટે ખાસ કરીને મ્યુનિસીપલ કમિશ્નરો માટે સુપ્રિમ કોર્ટના ઉક્ત ચુકાદાઓ ખુબજ ઉપયોગી છે. 

સરકારી જમીન ઉપરના દબાણો માટે સુપ્રિમ કોર્ટના અંબાલાનો (હરિયાણા) ચુકાદો અગત્યનો છે. આ ચુકાદાથી કોઈપણ સરકારી જમીન / વોટરબોડી ઉપરના દબાણો દુર કરવાની અબાધિત સત્તાઓ અને હયાત દબાણોને પણ દુર કરવાનો અને દબાણ ન થવા દેવાની સુચનાઓ છે. આ ચુકાદામાં સાર્વજનિક હેતુ માટે નીમ કરેલ જમીન કોઈપણ અન્ય હેતુ માટે તબદીલ ન કરવાની પણ સુચનાઓ છે. 

આમ ઉક્ત વર્ણવેલ તમામ કિસ્સાઓમાં સબંધિત કાયદાઓ ઉપરાંત સુપ્રિમકોર્ટના જમેન્ટથી પણ વહિવટી તંત્રના અધિકારો સુનિશ્ચિત કરેલ છે. તમામ કિસ્સાઓમાં કોઈપણ ભય, પક્ષપાત વગર પ્રજાહિતમાં અમલ કરવામાં આવે અને રાજકીય શાશકો પણ કાયદેસરની કાર્યવાહીમાં હસ્તક્ષેપ ન કરે તે અનિવાર્ય છે.