Magazines

સોયાબીનના ભાવ ચાર વર્ષની ટોચે : ઈમ્પોર્ટ તથા વાવેતર વિસ્તારમાં વૃદ્ધિની શક્યતા

By GS TEAM
21 Jun 20263 mins read
સોયાબીનના ભાવ ચાર વર્ષની ટોચે : ઈમ્પોર્ટ તથા વાવેતર વિસ્તારમાં વૃદ્ધિની શક્યતા

- ઊભી બજારે - દિલીપ શાહ

- સોયાબીનના ભાવ ઉંચા જતાં આ વર્ષે ખેડૂતો સોયાબીન તરફ વળે એવી શક્યતા

દેશમાં તેલ તથા તેલિબિંયાં ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ઘરઆંગણે ખાદ્યતેલોની બજારમાં સ્થાનિક માગની સરખામણીએ સ્થાનિક ઉત્પાદન ઓછું રહેતાં આપણે દરિયાપારથી આવતા આયાતી ખાદ્યતેલો પર આધાર રાખવો પડે છે. ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે કરવામાં આવે છે છતાં દેશમાં હજી પણ સિંચાઈનો વ્યાપ અપેક્ષાથી  ઓછો રહ્યો છે તથા વરસાદ પર આધાર વધ્યો છે તેવા સંજોગોમાં આ વર્ષે વરસાદ પર અલનીનોની અસર જોવા મળે  એવી શક્યતા વચ્ચતે તેલિબિંયા બજારમાં અજંપો પણ વધ્યો છે. દરમિયાન દેશમાં વિવિદ તેલિબિંયાનું ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવના માટે સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે અને આગળ ઉપર આ પ્રયત્નોને કેવી સફળતા મળે છે તેના પર બજારના તજજ્ઞાોની નજર રહી છે. દરમિયાન, ભારતમાં સોયાબીનનું ઉત્પાદન તાજેતરના વર્ષોમાં વધ્યું છે તતા સોયાબીનનો વપરાશ પણ ઘરઆંગણે વધ્યો છે. દેશના બજારોમાં આ વર્ષે સોયાબીનના ભાવ  પણ ઉંચકાયા છે તથા ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો તફાવત વધતાં દેશમાં સોયાબીનની ઈંપોર્ટ પણ વધી રહ્યાના વાવડ મ ળ્યા છે.  ૨૦૨૫-૨૬ની વર્તમાન તેલ મોસમ સપ્ટેમ્બર ૨૦૨૬માં પૂરી થનાર છે તથા આ તેલવ વર્ષમાં દેશમાં સોયાબીનની ઈમ્પોર્ટ વધી આશરે નવ  લાખ ટન થવાનો અંદાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૪-૨૫ની પાછલી તેલ મોસમમાં આવી આયાત નજીવી થઈ હતી. જો કે આ  વર્ષે સમીકરણો બદલાયા છે. આ વર્ષે તેલ મોસમ ઓકટોબર ૨૦૨૫થી શરૂ થઈ છે તથા આ મોસમમાં મે ૨૦૨૬ સુધીના ગાળામાં દેશમાં સોયાબીનની આયાત વધી આશરે નવ લાખ ટનને આંબી જવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે.

દરમિયાન, દેશમાં સોયાબીનનું કુલ પિલાણ વધી આશરે ૧૦૪ લ ાખ ટન થવાનું અનુમાન બતાવાઈ રહ્યું છે. સોયાખોળની નિકાસ આશરે ૧૧ લાખ ટન થવાની શ ક્યતા પણ જાણકારો બતાવી રહ્યા છે. ભારતમાં નોન-જીએમઓ પ્રકારના સોયાબીનની આયાત મુખ્યત્વે ટોગો, નાઈજેરીયા, નિગર વિ. જેવા ઓછા જાણીતા દેશોમાંથી થતી હોય છે. ઘરઆંગણે વર્તમાન તેલ વર્ષમાં સ્થાનિક બજારોમાં સોયાબીનની કુલ આવકો મે મહિનાના અંત સુધિીમાં ઘટી આશરે ૭૨થી ૭૩ લાખ ટન આવી ગઈ છે જે આંકડો પાછલા તેલ વર્ષમાં આ ગાળામાં આશરે ૮૩થી ૮૪ લાખ ટનનોનોંધાયો હતો. સ્થાનિક આવકો ઓછી રહેતાં ઈમ્પોર્ટમાં વૃદ્ધી થતી જોવા મળી છે. દેશમાં આ વર્ષે સોયાબીનનું ઉત્પાદન ૧૨૮થી ૧૨૯ લાખ ટનથી ઘટી ૧૧૦ થી ૧૧૧ લ ાખ ટન થવાની શક્યતા તજજ્ઞાો બાતવી રહ્યા હતા. જો કે હવે નવી મોસમમાં દેશમાં સોયાબીનના વાવેતર હેઠળનો વિસ્તાર વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. આ વર્ષે દેશના બજારોમાં સોયાબીનના ભાવ તથા સોયાખોળના ભાવ ઉંચા ગયા છે તથા સોયાખોળની નિકાસ પર પણ તેની આરંભમાં ૧થી ૧૫ જૂનમાં વરસાદની ખાધ વધી છે. આ વર્ષે સોયાબીનના ભાવ ઘરઆંગણે વધી તાજેતરમાં ઉંચામાં ચાર વર્ષની ટોચે પહોંચ્યા હતા તથા ઉંચા ભાવના આકર્ષણ વચ્ચે દેશમાં હવે નવી મોસમમાં સોયાબીનના વાવેતર હેઠળનો વિસ્તાર વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. આ વર્ષે મકાઈ ઉગાડતા ઘણા ખેડૂતો સોયાબીન તરફ વળવાની ગણતરી બજારમાં બતાવાઈ રહી છે. આ વર્ષે દેશના બજારોમાં સોયાબીનના ભાવ  ઉંચામાં ક્વિ.ના રૂ.૭૫૦૦થી ૭૬૦૦ સુધી પહોંચ્યા હતા. સરકારના ટેકાના ભાવ રૂ.૫૩૨૮ હોેતાં ટેકાના ભાવથી બજાર ભાવ ઉંચા રહ્યા હતા. આની સામે મ કાઈના બજાર ભાવ ટેકાના ભાવથી નીચા રહેતાં હવે મ કાઈના બદલે સોયાબીનનું વાવેચર દેશમાં વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ૨૦૨૫માં સોયાબીનના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૧૨૦ લાખ હેકટર્સનો નોંધાયો હતો