વોર ઈફેક્ટ વચ્ચે ફર્ટીલાઈઝર્સના ભાવ વધતાં સરકાર પર સબસીડીનો બોજ વધશે

- ઊભી બજારે - દિલીપ શાહ
- ખાતરના ઉંચા ભાવ તથા આગામી ચોમાસા પર અલનીનોની અસર પડવાની આગાહી વચ્ચે કૃષિ જગતમાં અજંપો
દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં વિવિધ ફર્ટીલાઈઝર્સ (ખાતર) ક્ષેત્રે પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. ઈરાન તથા અમેરિકા વચ્ચેનો વોરની અસર તોતરમાં વૈશ્વિક સ્તરે વિવિધ બજારો પર પડી છે તથા ફર્ટીલાઈઝર્સની બજાર તથા ઉદ્યોગ પર પણ યુદ્ધની અસર દેખાઈ હોવાનું કૃષી જગતના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ભારતની ગણના કૃષી પ્રદાન દેશ તરીકે થાય છે તથા ભારત માટે કૃષી ઉત્પાદન વધારવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે વિવિદ ફર્ટીલાઈઝર્સ ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. યુદ્ધના કારણે વિવિધ ખાતરની બજારો ઉંચે જતી જોવા મળી છે. હકીકતમાં ભારતની ગણઁના કૃષી પ્રધાન દેશ તરીકે થતી હોવા છતાં ભારતમાં હજી પણ મોટાભાગનો ખેતીનો વિસ્તાર વરસાદ પર આધારીત રહ્યો છે તથા સિંચાઈ હેઠળનો વિસ્તાર સરખામણીએ ઓછો રહ્યો છે. આ ઉપરાંત દેશમાં વિવિધ ફર્ટીલાઈજર્સનું ઘરઆંગણે વિવિધ ફર્ટીલાઈઝર્સનું ઘરઆંગણે થતું ઉત્પાદન સ્થાનિક માગની સરખામણીએ ઓછું થતું હોવાથી વિવિધ ફર્ટીલાઈઝર્સની ઈમ્પોર્ટ પર પણ ઘરઆંગણાના કૃષી ક્ષેત્રોનો આધાર વધ્યો હોવાનું કૃષી બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડાયમોનીયમ ફોસ્ફેટની બજારમાં ભારતની ગણના મોટા બાયર્સ તરીકેૈ થાય છે. તથા તાજેતરમાં મળેલા સમાચાર મુજબ ઈરાન-અમંરિકાના યુદ્ધ પૂર્વે વિશ્વ બજારમાં આવા ડાયમોનીયમ ફોસ્ફેટના જે ભાવ બોલાતા હતા તેની સરખામણીએ યુદ્ધ પછીના ગાળામાં ગણીએ તો ટૂંકાગાળામાં ભાવમમાં આશરે ૩૫થી ૪૦ ટકાની વૃદ્ધી જોવા મળી છે. તથા ભારતના આયાતકારોએ આ માલો માટે આશરે ૭ લાખ પાંચ હજાર ટનના ઈમ્પોર્ટ સોદા ટનના ૯૩૦ ડોલરના ભાવોએ તથા ૬ લાખ ૪૦થી ૪૫ હજાર ટનના ઈમ્પોર્ટ સોદા ટનના ૯૩૫ લડોલર આસપાસના ભાવોએ કર્યાના વાવડ મળ્યા હતા. આ ભાવ વોર અગાઉ ટનના ૬૬૭થી ૬૬૮ ડોલર ભારતના સ્પોટ બજારમાં રહ્યા હતા. દરમિયાન, ભારતના આયાતકારોએ તાજેતરમાં આશરે ૨૪થી ૨૫ લાખ ટન યુરીઆથી ઈમ્પોર્ટના સોદા વોર અગાઉના ભાવની સરખામણીએ આશરે બમણા ભાવોએ કર્યાના વાવડ પણ મળ્યા હતા..
દરમિયાન, તાજેતરમાં વડાપ્રધાને દેશમાં કેમિકલ ફર્ટીલાઈઝર્સનો વપરાશ ૨૫થી ૫૦ ટકા ઘટાડવા ખેડૂતોને હાકલ કરી છે. જો કે કૃષી મંત્રાલયે એવો પણ દાવો કર્યો હતો કે દેશમાં વિવિધ ફર્ટીલાઈર્સનો સ્ટોક પૂરતો રહ્યો છે. આ વર્ષે એપ્રિલમાં યુરીઆ, ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી), મ્યુરીએટ ઓફ પોટાશ(એમઓપી), કોમ્પ્લેક્સ (એનપીકે ન્યુટ્રીઅન્ટસનું કોમ્બીનેશન) વિ.નું કુલ વેંચાણ ભારતમાં ૨૫ ટકા વધી આશરે ૨૩ લાખ ૫૦થી ૬૦ હજાર ટન નોંધાયું છે જે ગયા વર્ષે એપ્રિલમાં ૧૮ લાખ ૯૦ હજાર ટન આસપાસ નોંધાયું હતું. દેશમાં કેમિકલ ફર્ટીલાઈર્સના બદલે નેચરલ ફર્ટીલાઈઝર્સનો વપરાશ વધારવાની હાકલ વડાપ્રધાને કરી હતી. આ વર્ષે ખરીફ મોસમમાં દેશમાં વિવિધ ફર્ટીલાઈઝર્સની કુલ માગ આશરે ૩૯૦થી ૩૯૧ લાખ ટન અંદાજાઈ રહી છે. એમઓપીનું ઉત્પાદન ભારતમાં થતું નથી તથા આ માટે આપણે સંપૂર્ણપણે આયાત પર આધાર રાખવો પડે છે. દરમિયાન, ઘરઆંગણે માર્ચ તથા એપ્રિલમાં યુરીઆ, ડીએપી, કોમ્પ્લેક્સ વિ. ફર્ટીલાઈઝર્સનું કુલ ઉત્પાદન આશરે ૬૭થી ૬૮ લાખ ટન નોંધાયું છે. દેશમાં ૨૦૨૪-૨૫નાં નાણાંવર્ષમાં ખાતરની સબસીડી આશરે ૨ લાખ ૨૦થી ૨૫ હજાર કરોડ જેટલી નોંધાઈ હતી. દરમિયાન, ભારત સરકાર નેપાળની વિનંતીથી નેપાળને આશરે ૮૦ હજાર ટન ફર્ટીલાઈઝર મોકલવાની હોવાનું દિલ્હીના સૂત્રો જણાવી રહ્યા હતા.









