રૂમાં ઈમ્પોર્ટ ડયુટી નાબુદ થતાં ઘરઆંગણે ભાવ ઘટયા જ્યારે વિશ્વ બજાર ઉંચકાઈ

- ઊભી બજારે - દિલીપ શાહ
- ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ભારતથી યાર્ન તથા ટેક્સટાઈલ અને ગારમેન્ટની નિકાસને વેગ મળવાની શક્યતા
દેશમાં રૂ બજાર તથા યાર્ન અને ટેક્સટાઈલ ક્ષેત્રે સમીકરણો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા હતા. આ વર્ષના આરંભના મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નિતી તથા ત્યારબાદ ઈરાન અને અણેરિકા-ઈઝરાઈલ વચ્ચે યુદ્ધના પગલે બજારના ખેલાડીઓમાં અજંપો ચાલુ રહ્યો હતો.
આ વર્ષે રૂના બજારબાળ ૨૫થી ૩૦ ટકા વધી જતાં યાર્ન તથા ટેક્સટાઈલ ક્ષેત્ર પર પણ અસર પડી હતી. આવા માહોલમાં કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતા રૂની ઈમ્પોર્ટ ડયુટી નાબુદ કર્યાના સમાચાર આવતાં રૂ બજાર ઉપરાંત યાર્ન તથા ટેક્સટાઈલ બજારો તેમ જ ઉદ્યોગ જગતમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા હતા તથા ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી નાબુદ કર્યાના સમાચાર આવતાં રૂ બજાર ઉપરાંત યાર્ન તથા ટેક્સટાઈલ બજારો તેમ જ ઉદ્યોગ જગતમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા હતા તથા ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી નાબુદ થતાં રૂ બજાર તથા યાર્ન બજારમાં તેજીના વળતા પાણી થતા પણ તાજેતરમાં દેખાયા હતા.
જોકે ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી નાબુદ થતાં વિશ્વ બજારમાં કોટનના ભાવ વધી આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. ભારત સરકારે રૂની ઈમંપોર્ટ ડયુટી પાંચ મહિના માટે નાબુદ કરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આ પૂર્વે રૂ પરની ઈમ્પોર્ટ ડયુટી ૧૧ ટકા રહી હતી તે ડયુટી હવે જૂન મહિનાથી કરીને ઓકટોબર અંત સુધીના ગાળા માટે સરકારે નાબુદ કરતાં સમીકરણો બદલાયા છે. આ પૂર્વે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડી નીચામાં રૂ.૯૭ સુધી ઉતરી જતાં તથા ૧૧ ટકાની ઈમ્પોર્ટ ડયુટીના પગલે દેશમાં આયાત થતા રૂની ઈમ્પોર્ટ કોસ્ટમાં નોંધપાત્ર વૃદ્ધી થઈ હતી અને તેના પગલે યાર્ન તથા ટેક્સટાઈલ ક્ષેત્રને ફટકો પડયો હતો. હવે ઈમ્પોર્ટ ડયુટી નાબુદ થઈ છે તથા કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો પણ તાજેતરમાં તળિયેથી ઉંચકાયો છે અને આના પગલે દેશમાં હવે ઈમ્પોર્ટ થતાં રૂની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં દેશમાં રૂની આયાત હવે વધવાની તથા યાર્ન અને ટેક્સટાઈલ ક્ષેત્રને રાહત થવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, દેશમાં હવે ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ તથા અમેરિકા અને આફ્રિકાથી રૂની આયાત વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ગયા વર્ષે ભારત સરકારે ઓગસ્ટ મધ્યથી દેશમાં રૂની ડયુટી-ફ્રી ઈમ્પોર્ટ કરવાની છૂટ આપી હતી તથા આવી ડયુટી-ફ્રી ઈમ્પોર્ટની છૂટ ડિસેમ્બર ૨૦૨૫ સુધી અપાઈ હતી તથા વર્તમાન રૂ મોસમ જે ઓકટોબર ૨૦૨૫ સુધી શરૂ થઈ હતી તે મોસમમાં દેશમાં રૂની આયાત વધી આશેર ૪૬થી ૪૭ લાખ ગાંસડી થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં હવે ચોમાસું નજીક આવ્યું છે ત્યારે ચોમાસા પર અલનીનોની ઈમ્પેકટ જોવા મળશે તથા વરસાદ કદાચ નોર્મલ સરેરાશ કરતાં ઓછો આવવાની શક્યતા પણઁ તજજ્ઞાો બતાવી રહ્યા છે. હવે રૂ બજારની નજર ચોમાસા પર રહી છે. રૂની એક ગાંસડીમાં ૧૭૦ કિલો રૂ ભરવામાં આવે છે.
સરકારે રૂની લાંબાગાળાની ઈમ્પોર્ટ નિતી બનાવવી જરૂરી છે એઓવું ધી સાઉથ ઈન્ડિયા સ્પીનર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા છાશવારે બદલાતી ઈંમ્પોર્ટ નિતીના પગલે યાર્ન તથા ટેક્સટાઈલ ક્ષેત્રે અજંપો પણ જોવા મળ્યો હતો. ૨૦૨૫-૨૬ની મોસમમાં દેશમાં રૂના ભાવ ખાંડીદીઠ રૂ.૫૫ હજારથી વધી રૂ.૬૫થી ૭૦ હજાર સુધી પહોંચ્યા હતા.









