ચોમાસા પર નજર વચ્ચે દેશના ખેડૂતોમાં ગોલ્ડ ધિરાણનું ચલણ વધ્યું

- ઊભી બજારે - દિલીપ શાહ
- સોનાના ભાવ ઉંચા જતાં ધિરાણ ક્ષેત્રે બદલાતો સિનારીયોઃ વોરની અસરે ખાતર સબસીડી વધી રૂપિયા ત્રણ લાખ કરોડ ઉપર જવાની ભીતિ!
ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે છતાં દેશમાં ખેતીનો મોટાભાગનો વિસ્તાર હજી પણ વરસાદ પર આધારીત રહ્યો છે તતા સિંચાઈ હેઠળનો ખેતીનો વિસ્તાર સરખામણીએ ઓછો રહ્યો છે તથા સિંચાઈ હેઠળનો ખેતીનો વિસ્તાર સરખામણીએ ઓછો રહ્યો છે. આવા માહોલમાં હવે જ્યારે દેશમાં ચોમાસાની મોસમ નજીક આવી છે ત્યારે કૃષી ક્ષેત્રની નજર આગામી મોન્સૂન પર રહી છે. દરમિયાન, આ વખતે ચોમાસા પર અલનીનોની અસર દેખાશે એવી આગાહી તાજેતરમાં કરવામાં આવતાં મોન્સૂન વિશે કૃષી ક્ષેત્રમાં અજંપો પણ જોવા મળ્યો છે. દરમિયાન, ઈરાન તથા અમેરિકા વચ્ચેના યુદ્ધના પગલે કૃષી ક્ષેત્રમાં અજંપો પણ જોવા મળ્યો છે.
દરમિયાન, ઈ રાન તથા અમેરિકા વચ્ચેના યુદ્ધના પગલે કૃષી ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા વિવિધ ફર્ટીલાઈઝના ભાવ ઉંચા જતાં તથા ચાવીરૂપ ગણાતા ફર્ટીલાઈઝર્સની સપ્લાય વિશે પણ તર્કવિતર્ક સંભળાતાં ખેડૂત વર્ગમાં ચિંતા પણ જોવા મળી છે. ખાતરના ભાવ વધતાં સરકરાર પર સબસીડીનો બોજો પણ વધી રહ્યાના વાવડ મળ્યા છે તથા તેના પગલે સરકારી તંત્રમાં પણ ચિંતા દેખાઈ છે. દરમિયાન, સોનાના ભાવ વધતાં હવે દેશના કૃષી ક્ષેત્રમાં એક નવો સિનારીયો પણ જોવા મળ્યો છે. તથા ખેડૂત વર્ગમાં હવે ગોલ્ડ લોનનું ચલણ વધ્યાના વાવડ પણ મળ્યા છે. ખેતૂત વર્ગમાં આવી ગોલ્ડ લોન લેવાનું પ્રમાણ આશરે ૪૦ ટકા વધ્યું હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા. સોનાના ભાવ વધતાં ગોલ્ડ લોન મેળવવાનો ટ્રેન્ડ ખેડૂત વર્ગમાં વધ્યો છે. અગાઉ સોના સામે ધિરાણ મેળવવા ઈચ્છતા ખેડૂતોને રૂ.૪૦થી ૫૦ હજાર મળતા હતા પરંતુ હવે રૂ.૧થી ૨ લાખ મળતા થતાં ખેડૂત વર્ગ આ તરફ વળતો જોવા મળ્યો છે. ખેડૂત વર્ગમાં આવું ધિરાણ મોટાભાગે વિવિધ બેન્કો મારફત લેવામાં આવી રહ્ય છે. કૃષી ક્ષેત્રમાં આવી ગોલ્ડ લોનનું પ્રમાણ વધી આશરે પાંચ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હોવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા છે.
અગાઉ ઘણાં ખેડૂતો પોતાની જમીન ગીરવે મૂકી ધિરાણ લેતા હતા પરંતુ હવે ખેડૂતોમાં ગોલ્ડ ધિરાણ મેળવવાનું ચલણ વધ્યું છે. ગોલ્ડ લોનમાં પ્રોસેસીંગ પણ ઝડપી થતું હોય છે. દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં તથા ખેડૂત વર્ગમાં શેરેબજારમાં રોકાણ કરવાના બદલે સોનામાં રોકાણ કરવાનું વર્ષોથી પરંપરાગત પસંદગીનું રહ્યું છે. લોન-ટુ-વેલ્યુની ટકાવારી કોવિડ પછી ૭૫ ટકાથી વધી ૯૦ ટકા થઈ છે. નાના તથા મધ્યમ ખેડૂતો માટે આવું ધિરાણ હવે હાથવગું બન્યું છે. દરમિયાન, ઈરાન યુદ્ધના પગલે ફર્ટીલાઈઝર્સ ખાતરના ભાવ વધી જતાં નાણાં વ ર્ષ ૨૦૨૬-૨૭માં સરકાર પર ખાતર સબસીડીનો બોજ વધી રૂપિયા ત્રણ લાખ કરોડની ઉપર જવાની ભીતિ આ ક્ષેત્રના તજજ્ઞાો બતાવી રહ્યા હતા. જો કે આ માટે સરકારના નાણાં મંત્રાલયના બજેટ અ ંદાજ રૂપિયા ૧.૭૫ લાખ કરોડનો રહ્યો છે. પરંતુ હકીકતમાં વોર ઈફેકટના પગલે આવી સબસીડી વધી રૂપિયા ત્રણ લાખ કરોડ ઉપર જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.
ઈરાન યુદ્ધના પગલે વિવિધ ક્ષેત્રોમાં પ્રવાહો પલ્ટાયા છે તથા ફર્ટીલાઈઝર્સ ક્ષેત્રે પણ સિનારિયો બદલાતો જોવા મળ્યો છે. દેશમાં ખરીફ મોસમ ટાંણે ખાતર બજારમાં ભાવ વધી ગયા છે તથા પુરવઠાની ઉપલબ્ધતાને પણ વોરની અસર પડી છે. આયાતી માલો મોંઘા થયા છે. ખરીફ મોસમ પછી આવનારી રવિ મોસમ સુધીમાં પણ જો ખાતર બજારમાં પ્રવાહો પલ્ટાશે નહિં તો કદાચ સરકાર પર ખાતરની સબસીડીનો બોજ વધુ વધી સાડા ત્રણ લાખ રૂપિયા સુધી પણ જવાની શક્યતા બજારના અમુક વર્ગ બતાવી રહ્યો છે.









