ભારતમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- દરેક દેશમાં ગરીબીની વ્યાખ્યા અલગ અલગ હોય છે
સરાસરી માથાદીઠ આવકની દ્રષ્ટિએ જગતના સૌથી ગરીબ દસ દેશોમાં સાઉથ સુદાન, બુરૂન્ડી, સેન્ટ્રલ આફ્રીકન રીપબ્લીક, ડેમોક્રેટીક રીપબ્લીક ઓફ કોંગો, મલાવી, મોઝામ્બીક, નાઇજર લાયબેરીયા, યેમેન અને માડાગાસ્કર છે. તેમાના મોટાભાગના આફ્રીકન દેશો છે. અત્યારે યમન દેશના હુથીસ ચાંચીયાઓ દરિયામાર્ગે લૂંટફાટ ચલાવે છે તેથી આપણે સૌ પરિચિત છીએ. આપણે ઔદ્યોગીક યુગની ટીકા કરીએ છીએ, અને ઔદ્યોગીક જીવનને યંત્રવત અને અર્થહીન (મીનીંગલેસ) ગણીએ છે અને 'વેક ટુ નેચર' જીવનશૈલીના વખાણ કરીએ છે. પરંતુ જે દેશોમાં હજી ઔદ્યોગીક ક્રાંતિ પહોંચી નથી તેઓની સ્થિતિ કેટલી બધી ખરાબ છે તેનાથી અજાણ છીએ. માનવજાત માટે આજના યુગમા ગરીબી શ્રાપ છે. હવે ગરીબીને આપણે તેમની રૂપિયા, આના, પાઈ આવકને ધોરણે નક્કી કરીએ છે તેને બદલે તેની વ્યાખ્યા બહુઆયામીની રીતે થાય છે. જે વ્યક્તિ કે કુટુબ રહેઠાણ, પાણી, વીજળી, બળતણ, ઘરની નજીક શીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ ટોઈલેટ વગેરે ના હોય તેને આપણે ગરીબ ગણીએ છીએ. અંગ્રેજીમા આજે મલ્ટીડાયમેન્શિઅલ (બહુઆયામી) ગરીબી ગણવામા આવે છે. સમગ્ર જગતને આવરી લેતા અને જગતના મુખ્ય આર્થિક પ્રશ્નોની ચર્ચા કરતા બે ધરખમ રીપોર્ટસ બહાર પડે છે ઃ એક છે વર્લ્ડ બેંકનો રીપોર્ટ જે ગરીબીની ગરીબ વ્યક્તિની સરેરાશ દૈનીક આવકને આધારે કરે છે અને જે વ્યક્તીની કે કુટુંબની સરાસરી દૈનીક આવક અમુક રકમથી નીચી હોય તેને ગરીબ ગણે છે.
આની સરખામણીમાં હ્યુમન ડેવલપમેન્ટ રીપોર્ટ ગરીબીની વ્યાખ્યા વિસ્તૃત અર્થમા કરે છે અને ઉપર જણાવેલી સગવડો કે સવલતો ગરીબ કુટુબ પાસે છે કે નહીં તેને આધારે કરે છે. ટૂંકમાં વર્લ્ડ બેંક માથાદીઠ સરાસરી આવકના માપદંડથી ગરીબી માપે છે તો હ્યુમન ડેવલપમેન્ટ રીપોર્ટ અમેરીકન ડોલર્સની જુદા જુદા દેશોની ખરીદ શક્તી દ્વારા ગરીબીની વ્યાખ્યા કરે છે. દા.ત. ભારતીય જનની સરાસરી આવક ડોલર્સની દ્રષ્ટિએ ૨૮૦૦ ડોલર્સની આસપાસ ગણાય જ્યારે પર્ચેઝીંગ પાવર ખરીદીની દ્રષ્ટિએ ભારતના નાગરિકની સરાસરી વાર્ષીક આવક (૨૦૨૩)મા ૯૦૪૬ ડોલર્સ હતી. વર્લ્ડ બેંકના રીપોર્ટ કરતા યુએનડીપીનો હ્યુમન ડેવલપમેન્ટ રીપોર્ટ વધુ માનવીય છે ઃ થેંક્સ ટુ મહેસુલ હક્ક અને અર્મ્ત્યસેન. વર્લ્ડ બેંકના છેલ્લા રીપોર્ટ મુજબ સરાસરી માથાદીઠ આવકની દ્રષ્ટિએ ૨૦૧૧-૨૦૧૨મા ભારતમા તેની વસતીના ૨૭.૧ ટકા ગરીબી રેખા હેઠળ જીવતા હતા. માત્ર ૧૧ વર્ષ બાદ ૨૦૨૨-૨૦૨૩મા ભારતમા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની ટકાવારી નાટયાત્મક રીતે ઘટીને વસતીના ૫.૩ ટકા જેટલી નીચે પહોંચી ગઈ. ભારતે આ ૧૧ વર્ષના ગાળામા ૨૩ કરોડ લોકોને મોદી સરકારે ગરીબીમાંથી મુક્ત કર્યા.
મોદી સરકારની અનેક યોજનાઓ પીએમ આવાસ યોજના, ઉજ્જવલ યોજના, જનધન યોજના, આયુષ્યમાન યોજના વગેરેનો વ્યાપ (કવરેજ) ઉત્તરોતર વધતો જાય છે તે એક આવકારદાયક બાબત ગણી શકાય પરંતુ કોંગ્રેસની સરકારની મનરેગા યોજનાને શીરમોર સમી ગણી શકાય.
આ યોજના હેઠળ જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારીની જરૂરી હોય અને જેવો બીનકુશળ હોય તેમને નાણાકીય વર્ષમા ૧૦૦ દીવસની રોજગારી પૂરી પાડવાની કાયદેસરની બાંહેધરી આપે છે. મનરેગા યોજના ૨જી ફેબુ્રઆરી ૨૦૦૬ના રોજ અમલમા આવી અને તે સમગ્ર દેશને લાગુ પડે છે. આ યોજનાએ ઘણા ગ્રામીણ કુટુંબોને ભૂખે મરવામાંથી બચાવ્યા છે.









