ઈરાન યુદ્ધના કારણે દેશને વિવિધ ક્ષેત્રે થઈ રહેલું નુકસાન

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- ભારતથી થતી નિકાસ તેમજ ક્રૂડ સહિત અન્ય આયાત પ્રભાવિત થઇ
ઈ.સ. ૨૦૨૨થી ૨૦૨૫ના વર્ષો દરમિયાન એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ ૧૦૦ ડોલર્સથી ઘટીને માત્ર ૬૮ ડોલર્સ થઈ ગયો હતો. હવે તે ૧૦૦ ડોલર્સ પર પહોંચી ગયો છે. ભારતમાં ક્રૂડ ઓઈલ ઉત્પાદન ૨૨ ટકા ઘટી ગયું છે. ક્રૂડ ઓઈલની બાબતમાં આપણા દેશની જે જરૂરિયાત છે તેના લગભગ ૯૦ ટકા આપણે આયાત કરવું પડે છે. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઊછર્યા છે. બ્રેન્ટ ક્રૂડના વૈશ્વિક ભાવ ૧૦૦ ડોલર્સની સપાટીને વટાવી ચૂક્યા છે. ક્રૂડ ઓઈલનો ઉપયોગ માત્ર બળતણના તેલ પૂરતો મર્યાદિત નથી. તેનો ઉપયોગ ખાતર (ફર્ટીલાઈઝર)ના ઉત્પાદનમાં પણ થાય છે. ખાતર પાછળ ભારત સરકાર સબસીડી રૂપે જંગી ખર્ચા કરે છે. માત્ર ક્રૂડ ઓઈલ નહીં પરંતુ ભારત બળતણ માટેના ગેસની પણ મોટે ભાગે આયાત કરે છે તેથી ભવિષ્યમાં રાંધણગેસના ભાવો પણ વધશે. પેટ્રોલના અને ડીઝલના ભાવો પણ વધશે. નૂર (ટ્રાન્સપોર્ટેશન)ના ભાવોમાં વધારો થતાં એફએમસીજી કંપનીઓ પેકેજડ સામગ્રીના સાબુ સહિતના ભાવોમાં પણ વધારો કરશે. કોઈપણ દેશમાં ફુગાવો (ભાવ વધારો) બે પ્રકારનો હોય છે. એક છે 'કોસ્ટપુશ' ફુગાવો જેવા દરેક ચીજવસ્તુઓના ભાવ ઉત્તરોત્તર વધતા જાય છે. તેથી ઉત્પાદનનો ખર્ચો વધતો જાય છે. જરૂરિયાત કરતા પણ બીજા પ્રકારનો ફુગાવો ડીમાન્ડ પુશ હોય છે. તેમાં એટલી બધી વધારે હોય કે તેને લોકોએ કાળા બજારના ભાવે ખરીદવો પડે. આજથી ઘણા વર્ષો પહેલા કોઈ ફીલ્મ ધારી લોકપ્રિય થાય તો સીનેમાની ટીકીટના કાળા બજાર થતા હતા જેને 'ડીમાન્ડ પુશ' ઈન્ફલેશન કહી શકાય. જગતમાં અને ભારતમાં અત્યારે જે થઈ રહ્યું છે તે 'કોસ્ટપુશ' ઈન્ફલેશન છે. લોકો તેને 'મોંઘવારી'ને નામે ઓળખે છે. જ્યારે સરકાર પોતાની ખાધ પૂરવા અંર્તગત નાણુ ખર્ચે છે ત્યારે મસમોટા 'ડેફીસીટ ફીનાન્સ'ને કારણે માગ વધી જાય છે તેને આપણે 'ડીમાન્ડ પુશ' ભાવ વધારો ગણી શકીએ.
મધ્ય-પૂર્વમાં યુદ્ધને કારણે ઓમાન, યુનાઇટેડ આરબ રીપબ્લીક, સાઉદી અરેબીયન તથા ઈરાન જેવા અખાતી દેશોના ચોખાની નિકાસ ઘટી ગઈ છે. ભારતના બાસમતી ચોખાની નિકાસમાં ઈરાન સૌથી મોટો ગ્રાહક દેશ છે. ૨૦૨૫-૨૦૨૬માં ભારતની ચોખાની નિકાસ ૭.૫૦ ટકા ઘટીને ૧૧.૫૩ અબજ ડોલર્સ પર પહોંચી ગઈ જે ૨૦૨૪-૨૦૨૫માં ૧૨.૫૦ અબજ ડોલર્સ હતી.
વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવો ઊછર્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલના ૧૦૬.૧૫ ડોલર્સ થઈ ગયા છે તે થોડાક ઉતર્યા છે તેમ છતાં તે ૧૦૦ ડોલર્સની ઉપર છે. તેથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં ચૂંટણીઓના પરીણામો બાદ લીટર દીઠ ૨૫ રૂપિયાનો વધારો થશે તેમ અત્યારે જણાય છે.
સાંપ્રત કટોકટીની ભારતના અર્થકારણ પર એક નેગેટીવ અસર પડવાનું મુખ્ય કારણ ભારતની ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ) વધવાની સંભાવના છે. ભારતની કેન્દ્રીય અને રાજ્ય સરકારો ડીઝલમાં પેટ્રોલ પર જંગી વેરો નાખે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગા મળીને એક લીટર પેટ્રોલ ડીઝલ પર લગભગ ૨૯ રૂપીયાનો કરવેરો વસૂલ કરે છે. કેન્દ્ર સરકાર કે રાજ્યની સરકારો આ જંગી વેરાને ઘટાડવા હાલ પૂરતા તો તૈયાર નથી એટલે તેનો બોજો સામાન્ય નાગરીકોએ જ ઉઠાવવો પડશે.
ડીઝલ-પેટ્રોલના ઊંચા ભાવોની નેગેટીવ અસર ખેતીવાડી ક્ષેત્રે પણ જોવા મળશે. તેમને ડીઝલનો ભાવ વધતા ખેતીવાડી માટેના ખર્ચમાં મોટો વધારો થશે.
છેલ્લે જગતમાં હાલમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં અમેરીકા જગત પરનું વર્ચસ્વ ગુમાવી રહ્યું છે. ઈરાન રશિયાના ખોળામાં જઈને બેસે અને રશિયા નેતા લાભ લઈને અમેરીકા સામે 'પ્રોક્ષી યુદ્ધ' કરે તે પણ શક્ય છે. આ બાબતમાં ઈરાન ચીન અને રશિયાના ખોળામાં જઈને બેસે તે શક્ય છે. જગત ફરીથી શીત યુદ્ધના કાળમાં ફસાઈ જાય તે શક્ય છે. ભારત બ્રીક્સ સભ્ય હોવાથી અમેરીકા ભારત સામે વેરવૃત્તી વધારે તે શક્ય છે.








