Magazines

વૈશ્વિક અર્થકારણ સેવા અને શહેરીપ્રધાન તરફ વળ્યું

By GS TEAM
31 May 20263 mins read
વૈશ્વિક અર્થકારણ સેવા અને શહેરીપ્રધાન તરફ વળ્યું

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- બીજા વિશ્વ યુધ્ધ બાદ

- વિશ્વની કુલ આવકમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રના હિસ્સામાં ઘટાડો

ઉત્તમ ખેતી, મધ્યમાં વ્યાપાર અને કનિષ્ઠ નોકરી જેવી જૂનવાણી કહેવત બદલાઈ ગઈ છે. જગત હવે ખેતીવાડી કેન્દ્રી કે ઉદ્યોગ કેન્દ્રી નથી પરંતુ તે સેવા કેન્દ્રી બની ગયું છે. અહીં સેવાઓ એટલે ગાંધીયુગમાં જેને સેવા તરીકે ઓળખવામાં આવતી હતી તે સમાજ સેવા કે પ્રભુ સેવા કે ભૂખ્યાને રોટલો આપવાની કે માંદાની કાળજીલેવાની સેવા નહીં પરંતુ વાણીજયીક સેવાઓ જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, યાતાયાત, ઇન્સ્યુરન્સ, ફાયનાન્સીયલ બેંકીંગ, પાણી અને વીજળી પૂરવઠો, કોમ્પ્યુટર અને એઆઈ સબંધિત સુવિધાઓ, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ, હોટેલ એન્જ રેસ્ટોરા, લશ્કરી અને પોલીસ તંત્ર, એડમીનીસ્ટ્રેટીવ અને જયુડીસ્લ જેવી અસંખ્ય સેવાઓનો સમાવેશ થાય છે. હવે ખેડૂત જગતનો તાત છે તે જૂનવાણી વાતને ભૂલી જજો. હવે તમારો તાત કોમ્પ્યુટર અને એઆઈ અને ઉચ્ચ શિક્ષણ છે. હવે રહેઠાણ અને માનસિક શાંતિથી જીવવાનું સ્થળ કોઈ ગામડુ નથી પણ કોઇ મોટા શહેરની અર્બન લાઇફ છે.

માનવજીવન હવે લંબાયું છે. તેનું કોઈ જ આધ્યાત્મિક કારણ નથી. તેની પાછલ ઉચ્ચ સ્ટેન્ડર્ડ ઓફ લીવીંગ, એથીઝમ અને ઉચ્ચ ગુણવત્તાવાળી મેડિકલ ફેસીલીટીઝ છે.

દુનિયાના લગભગ દરેક દેશમાં સ્ત્રીઓ અને પુરુષોના સરાસરી જીવન આયુષ્યમાં વધારો થયો છે. ભારતમાં તો ૧૯૪૩ પછી તેના નાગરિકોના સરાસરી આયુષ્યમાં નાટયાત્મક વધારો થયો છે. કારણ કે જગતમાં શહેરીકરણ વધ્યું છે ને તબીબી ક્ષેત્રની શોધો અને ટેકનીકોએ માનવ આયુષ્યને લંબાવ્યું છે.

ઉપરના તમામ વિધાનોને વર્લ્ડ ડેવલપમેન્ટ રીપોર્ટ અને આઇએલએફના રીપોર્ટસ તથા યુએનડીપીના રીપોર્ટને આધારે છે. અને સેવા ક્ષેત્રનો ફાળો પ્રચંડ વધી ગયો છે. જગતની કુલ વસ્તી અત્યારે ૮૩૦ કરોડ છે. જેમાં જગતના ૫૮.૫ ટકા લોકો (હા, ૮૫.૫ ટકા લોકો એટલે મેજોરીટી) તેના નગરો (ટાઉન્સ), શહેરો (સીટીઝ) અને ઉપનગરો (સર્બન્સ) માં રહે છે. જ્યારે જગતના ગામડાઓના કે જંગલોમાં જગતની કુલ વસતીના માત્ર ૪૧.૫ ટકા લોકો રહે છે. ટૂંકમાં જગતનું હવે શહેરીકરણ થઈ ગયું છે. જગતની કુલ આવકમાં ખેતીવાડી અને પશુપાલન સેકટરનો ફાળો નાટયાત્મક રીતે ઘટી ગયો છે. વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે ૨૦૨૪ ના વર્ષમાં સમગ્ર જ ગતની કુલ આવક ૧૦૪.૪૮૦ ટ્રીલીયન ડોલર્સ હતી જેમાં ખેતીવાડી ક્ષેત્રનો ફાળો માત્ર ૫.૫૯ ટકા હતો જયારે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો (ઉદ્યોગ ક્ષેત્રમાં મુખ્યત્વે મેન્યુફેકચરીંગ અને માઇનીંગનો સમાવેશ થાય છે) ૩૦.૫ ટકા હતો. જ્યારે સેવા ક્ષેત્ર (ગાંધી યુગની સેવાઓના અર્થમાં નહિ) નો ફાળો ૬૩.૬ ટકા હતો. જગતમાં આજે ચાર મુખ્ય સેવાઓનું મહત્વ જબરજસ્ત વધી ગયુ છે ઃ

શિક્ષણને લગતી સેવાઓ, સ્વાસ્થ્યને લગતી સેવાઓ, પાણી અને વીજળી તથા ગેસના પૂરવઠા અંગેની સેવાઓ, તથા યાતાયાત (ટ્રાન્સપોર્ટેશન)ની સેવાઓ. સરકાર દ્વારા અપાતી સેવાઓના ડીફેન્સ, પોલીસ અને જયુડીશીયલ સેવાઓ મુખ્ય છે.

જગતનું ઝડપથી શહેરીકરણ થઇ રહ્યું છે છતાં ૨૦૧૧ ના સેન્સસ પ્રમાણે ભારતની બે તૃતીયાંસ વસતી (૬૬ થી ૬૭ ટકા) તેના ગામડાઓમાં રહેતી હતી અને એક તૃતીયાંશ (૩૩ થી ૩૪ ટકા) વસતી તેના શહેરો અને નગરો (ટાઉન્સમાં) રહેતી હતી. પશ્ચિમ જગતમાં આનાથી તદ્દન ઉંધુ છે. ભારતમાં ૨૦૨૧માં વસતી ગણતરી શરૂ થઇ નથી તેમ ભારતના રૂરલ-અરબન પોપ્યુલેશનનો રેશીયો કેટલો છે તેની આપણને ખબર નથી પરંતુ એક વાત નક્કી કે જગતમાં બ્લ્યુ કોલર વર્કર્સ (મેન્યુફેકચરીંગ અને માઇનીંગ ક્ષેત્રે કામ કરતા લોકો) કરતા વ્હાઇટ કોલર વર્કર્સ (ઉચ્ચ કોલેજ ડીગ્રી કે ડીપ્લોમા કે સર્ટીફીકેટ કોર્સ પૂર્ણ કર્યા હોય તેવા લોકો)ની સંખ્યા વધારે છે.