Magazines

GSTAT માં નિયમ 68 થી 70ની વિગતવાર સમજ

By GS TEAM
21 Jun 20262 mins read
GSTAT માં નિયમ 68 થી 70ની વિગતવાર સમજ

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

નિયમ ૬૮ : રજિસ્ટ્રારની મંજૂરી 

નિયમ ૬૮ મુજબ GSTAT સમક્ષનો કેસ પેન્ડિંગ હોય કે નિર્ણય થઈ ગયો હોય. બંને સ્થિતિમાં રેકોર્ડનું નિરીક્ષણ માત્ર રજિસ્ટ્રારના આદેશથી જ થઈ શકે છે. અરજદાર સીધો રજિસ્ટ્રીમાં જઈને કેસની ફાઈલ રજૂ કરવાની માગણી કરી શક્તો નથી. પ્રથમ અરજી રજૂ કરવી પડે અને ત્યારબાદ રજિસ્ટ્રારની મંજૂરી મેળવવી પડે. નિયમ ૬૮ની વિશેષતા એ છે કે નિર્ણય થઈ ગયેલા કેસનું પણ નિરીક્ષણ થઇ શકે છે.

નિયમ ૬૯: અરજીની  અને પ્રક્રિયા

નિયમ ૬૯ નિરીક્ષણ માટેની અરજી કેવી રીતે અને ક્યારે રજૂ કરવી તેની પ્રક્રિયા નક્કી કરે છે. અરજી કોઈપણ કાર્યકારી દિવસે રજિસ્ટ્રીમાં સવારે ૧૦:૩૦ વાગ્યાથી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રજૂ કરવાની રહે છે. આ સમય અરજી રજૂ કરવાનો છે, રેકોર્ડનું વાસ્તવિક નિરીક્ષણ કરવાનો સમય નહીં. સામાન્ય રીતે જે દિવસે નિરીક્ષણ કરવું હોય તેના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે. જો કે રજિસ્ટ્રાર પાસે આ સમયમર્યાદામાં છૂટ આપવાની સત્તા છે. તેથી તાત્કાલિક પરિસ્થિતિમાં ઓછા સમયની નોટિસ સાથે અરજી કરી શકાય છે, પરંતુ તેના માટે યોગ્ય કારણ દર્શાવવું જોઈએ. અરજી પ્રાપ્ત થયા પછી રજિસ્ટ્રી પોતાની નોંધ અથવા ઇીસચિંજ સાથે અરજી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરશે. 

નિયમ : ૭૦ નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવશે ?

નિયમ ૭૦ નિરીક્ષણની વાસ્તવિક પધ્ધતિ નક્કી કરે છે. રજિસ્ટ્રારની મંજૂરી મળ્યા પછી Deputy Registrar અથવા Assistant Registrar  કેસનો રેકોર્ડ મેળવવાની વ્યવસ્થા કરશે. નિરીક્ષણ રજિસ્ટ્રાર દ્વારા નક્કી કરવામાં આવેલા દિવસ અને સમયે કરવામાં આવશે. રેકોર્ડનું નિરીક્ષણ રજિસ્ટ્રાર દ્વારા અધિકૃત કરાયેલા અધિકારીની તાત્કાલિક હાજરીમાં કરવામાં આવશે. નિયમ ૭૦(૨) અનુસાર નિરીક્ષણ કરનાર વ્યક્તિએ રેકોર્ડને કોઈપણ રીતે અવ્યવસ્થિત, વિકૃત, કાપકૂપવાળો, નુકસાનગ્રસ્ત, છેડછાડવાળો, અથવા ખસેડાયેલો ન બનાવવો જોઈએ. નિયમ ૭૦(૪) સુપરવાઈઝિંગ અધિકારીને નિરીક્ષણ તાત્કાલિક અટકાવવાની સત્તા આપે છે. અધિકારી નિરીક્ષણ રોકી શકે છે જ્યારે રેકોર્ડને નુકસાન થવાની શક્યતા હોય, અરજદાર પાનાંનો ક્રમ બદલતો હોય, દસ્તાવેજ દૂર કરવાનો પ્રયાસ થાય, મૂળ દસ્તાવેજ પર નિશાની કરવામાં આવે, નિયમોના ઉલ્લંઘનનો પ્રયાસ થાય, ગેરમંજૂર ફોટોગ્રાફી કરવામાં આવે, અધિકારીની સૂચનાઓનું પાલન ન કરવામાં આવે, અથવા કેસના રેકોર્ડની સુરક્ષા જોખમાય.

નિયમ ૭૧ : નિયમ ૭૧ મુજબ Deputy Registrar અથવા Assistant Registrar દ્વારા GSTAT-CDR-06માં Inspection Register જાળવવામાં આવશે.