Magazines

સ્લમ્પ સેલ અને કલમ 18(6) ની જોગવાઈ

By GS TEAM
17 May 20262 mins read
સ્લમ્પ સેલ અને કલમ 18(6) ની જોગવાઈ

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

આજના લેખમાં સ્લમ્પ સેલ કરતી વખતે GST હેઠળ ઉપસ્થિત થતા પેચિદા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી છે.

કલમ ૧૮(૬)

ભGST કાયદાની કલમ ૧૮(૬) હેઠળ તેમ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કેપીટલ એસેટનો સપ્લાય કરવામાં આવે છે તે સમયે જે ભાવ ઉપર વેચાણ કરેલ છે તેના ઉપર થતો GST અથવા તો ડેપ્રીશીયેટેડ રકમ ઉપર જે કિંમત આવે તેની ઉપર વેરાશાખ પરત કરવી બેમાંથી જે વધુ હોય તે રકમ આપવાની થાય. 

ખાસ નોંધ લેવી કે જે કેપીટલ એસેટ ઉપર વેરાશાખ ભોગવી હોય તેની ઉપર જ આ જોગવાઈ કલમ ૧૮(૬) ની લાગુ પડે. જ્યારે કોઈ કેપીટલ એસેટ ઉપર વેરાશાખ ભોગવી હોય તેની ઉપર જ આ જોગવાઈ કલમ ૧૮(૬)ની લાગુ પડે. જ્યારે કોઈ કેપીટલ એસેટ ઉપર વેરાશાખ GST હેઠળ ભોગવી ના હોય તે સમયે મોટરકાર સિવાયની એસેટ ઉપર ટ્રાન્ઝેકશન વેલ્યુ ઉપર GST ભરવાનો થાય. ખાસ નોંધ લેવી કે કલમ ૧૮(૬)  હેઠળ કોઈ એકસેપશન આપ્યું નથી. હવે જ્યારે સ્લમ્પ સેલ હેઠળ ધંધો વેચવામાં આવે તે વખતે શું આ કલમ ૧૮(૬) હેઠળ વેરાશાખ પરત કરવાની આવે ખરી ? આ બાબતે કોઈ ચોખવટ કરી નથી. જે પ્રમાણે GST કાયદો ઘડવામાં આવ્યો છે તે પ્રમાણે તેમ ફલીત થાય છે કે જ્યારે કેપિટલ એસેટ ઇન્ડીવિડયૂલી સપ્લાય કરવામાં આવે છે તે વખતે જ કલમ ૧૮(૬)  ધ્યાને લેવાની થાય.

 તદ્ઉપરાંત જ્યારે સ્લમ્પ સેલ થાય છે તે વખતે આખો ધંધો જથ્થા તરીકે વેચવામાં આવે છે. ખાતા વધુ વેરો પડાવવા માટે જો અટકળો કરે તે તેમ જણાવવાનું થાય કે કોમ્પોઝીટ સપ્લાય ધંધાનો છે જે માફી છે અને તમામ મિલકત ધંધા તરીકે સપ્લાય કરવામાં આવી છે. વધુમાં જ્યારે સ્ટોક પણ સ્લમ્પ સેલ હેઠળ આવી દેવામાં આવે તે સમયે પણ આ ટ્રાન્સફર ઉપર GST ના લાગે.

કલમ ૧૮(૩)

કલમ ૧૮(૩) પ્રમાણે જ્યારે ધંધો ટ્રાન્સફર થાય તે સમયે ઇલેકટ્રોનીક ક્રેડિટ લેજરમાં સમાવેશ બેલેન્સ જે ધંધાને લગતુ હોય તે ટ્રાન્સફર કરી શકાય. નમૂનો ૧૫બ-૦૨ ફોર્મ ભરીને.

કલમ ૧૭(૨) તથા નિયમ ૪૨/૪૩

ધંધાના વેચાણ GST કાયદા હેઠળ માફી સપ્લાય ગણાય છે. કમલ ૧૭(૨) પ્રમાણે નિયમ ૪૨ તથા નિયમ ૪૩ હેઠળ વેરાશાખ કપાતના પ્રશ્ન ઉપસ્થિત થાય. અમારા મત પ્રમાણે જે એસેટ ધંધા સાથે વેચી કાઢવામાં આવે તે ધંધો જ બંધ થઈ ગયો હોવાથી નિયમ ૪૩ હેઠળ કપાત થાય નહીં. 

તદઉપરાંત નિયમ ૪૨ હેઠળ કોમન ખર્ચાની કપાતનો પ્રશ્ન નડી શકે છે. ખાસ નોંધ લેવી કે કલમ ૧૭(૫) હેઠળ સ્ટોકની વેરાશાખ રિવર્સ કરવા માટે ધંધો વેચાણ થાય તે બાબતે કોઇ જોગવાઇ નથી માટે કોઇ કપાત વેરાશાખની થાય નહીં.