Magazines

નિયમ ૯૬(૧૦) માટે ગુજરાત હાઈકોર્ટનો અગત્યનો ચૂકાદો

By GS TEAM
15 Jun 20252 mins read
નિયમ ૯૬(૧૦) માટે ગુજરાત હાઈકોર્ટનો અગત્યનો ચૂકાદો

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ નિકાસના બે પ્રકાર છે જેમાં IGST ભરીને થાય અને બીજું IGST ભર્યા વગર ઝીરો રેટેડ સપ્લાય કરી શકાય. GST કાયદા હેઠળ નિયમ ૯૬(૧૦) હેઠળ  IGST ભર્યા બાદ નિકાસના વ્યવહાર માટે રિફંડ પ્રાપ્ત કરવા માટે જોગવાઈ કરવામાં આવી હતી અને છેવટે આ નિયમ તારીખ ૮.૧૦.૨૦૨૪ થી નાબૂદ કરવામાં આવ્યો. નિયમ ૯૬(૧૦) હેઠળ તેમાં શરત હતી કે જ્યારે કસ્ટમ ડયૂટી ભર્યા વગર આયાત માલ ુઉત્પાદનમાં વપરાશ કરેલ હોય તો IGST ભરીને નિકાસનો રીફંડનો દાવો અમાય કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આ બાબતે ખૂબ જ ઉગ્ર ઝૂંબેશ ચલાવવામાં આવી અને અનેક નિકાસકારના રીફંડના દાવા ડામાડોળ કરી નાખ્યા. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ તાનાશાહી વિરૂદ્ધ અનેક નિકાસકાર ધારા શરૂ કરવામાં આવી હતી અને તાજેતરમાં માન. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ તમામ ગુ્રપ મેટરમાં R/SCA No. 2219 of 2019 તારીખ ૧૩ જૂન ૨૦૨૫ ના રોજ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

નિયમ ૯૬(૧૦)નો ઇતિહાસ 

CGST નિયમો હેઠળ નિયમ ૯૬ ની રચના કરવામાં આવી હતી જેમાં ૮ પેટા નિયમ (૯) અને (૧૦) સેન્ટ્રલ ગૂડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (એમેન્ડમેન્ટ) નિયમો ૨૦૧૮ અન્વયે દાખલ કરવામાં અને પૂર્વલક્ષી સુધારો કરીને તારીખ ૨૩.૧૦.૨૦૧૭ થી અમલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પેટા નિયમ (૧૦)ને ત્રણ વખત સુધારવામાં આવેલ અને છેવટે સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (થર્ડ એમેન્ડમેન્ટ) નિયમો ૨૦૨૦ દ્વારા પૂર્વલક્ષી સુધારો તારીખ ૨૩.૧૦.૨૦૧૦ થી કરવામાં આવ્યો. આ સુધારાના લીધે નિકાસના IGST નુ રીફંડ નકારવામાં આવતું જ્યારે નિકાસકાર દ્વારા કસ્ટમ ડયૂટી ભર્યા વગરનો માલ એડવાન્સ ઓથોરાઈઝેશન હેઠળ આયાત કરેલ હોય. છેવટે GST કાઉન્સીલની ૫૪ મી સભામાં ભલામણના લીધે CBIC દ્વારા તારીખ ૮ ઓક્ટોબર, ૨૦૨૪ થી નિયમ ૯૬(૧૦) રદ્દ કરી નાખ્યો તે તારીખથી.

ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પ્રશ્ન

૧. નિયમ ૯૬(૧૦) તારીખ ૨૩.૧૦.૨૦૧૭ થી રદ્દબાતલ ગણવો કે કેમ ?

૨. નિયમ ૯૬(૧૦) ધરમૂળથી પાયાવિહોણો ગણવો કે કેમ અને ગેરબંધારણીય છે કે કેમ ?

૩. તારીખ ૮ ઓક્ટોબર ૨૦૨૪ થી નિયમ રદ્દ થવાના લીધે આનો લાભ પૂર્વ કેસ / પેન્ડીંગ કેસને મળે કે કેમ એટલે તારીખ ૮ ઓક્ટોબર ૨૦૨૪ વહેલાના વ્યવહાર માટે.

ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો છે અને તેમ કરાવ્યુ ંછે. સરકાર દ્વારા નિયમ ૯૬(૧૦) રદ્દ કર્યો હોવાથી તે ગેરબંધારણીય છે તે વિષે મુદ્દો રહેતો નથી અને આ નિયત તારીખ ૮.૧૦.૨૦૨૪ થી રદ્દ ગણાશે. તારીખ ૮.૧૦.૨૦૨૪ ના રોજ જેટલા કેસોનું એક્જ્યૂડિકેશન બાકી હશે તેવા તમામ કેસ જે ફાઈનલ નથી થયા તારીખ ૮.૧૦.૨૦૨૪ ના રોજ તેમને રાહત મળશે.