Magazines

ટેકનિકલ ખામી કાઢીને રિફંડ ફગાવી ના શકાય

By GS TEAM
10 May 20262 mins read
ટેકનિકલ ખામી કાઢીને રિફંડ ફગાવી ના શકાય

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

તાજેતરમાં GST પોર્ટલ ઉપર વેપારીની આફત વધારવા માટે હવે વેરાશાખની વિગત આપવા માટે પદ્ધતી બદલી નાખી છે. ઘણી વખત ખાતાના અધિકારી GST પોર્ટલ ઉપર બધા દસ્તાવેજો ન હોવાથી ઇખઘ-૦૮ પાઠવે છે અને અરજદારની રિફંડ અરજી નકારવામાં કારણદર્શક નોટીસ આપે છે. અરજદાર જો ખાતામાં હાર્ડ કોપી માહિતી રજૂ કરે છે તે વખતે ઘણી વખત GST પોર્ટલ ઉપર ન દેખાતા હોવાથી અરજી ફગાવી નાખતા હોય છે. 

આવી તાનાશાહી સામે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જ્યોતી એગ્રો વિ. નાયબ સ્ટેટ ટેક્ષ કમિશ્નરશ્રી ૨૦૨૬ (૧૦૬) GSTન્ ૧૬૨/(૨૦૨૬) ૩૮ ભીહાચટ ૩૩૧ (ય્ેલ) માં રીટ દાખલ થઈ અને ગુ0જરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદાર દ્વારા ઓક્ટોબર ૨૦૨૧થી મે ૨૦૨૨ના સમયગાળા માટે રિફંડની અરજી કરવામાં આવી હતી. નિકાસના સપ્લાય હોવાથી ૈંGST ભર્યા વગર ઝીરો-રેટેડ સપ્લાય હોવાથી નમૂના ઇખઘ૦૧ માં નિયત ફોર્મમાં GST પોર્ટલ ઉપર અરજી કરી જેમાં નિકાસના શિપિંગ બીલ અરજદાર GST પોર્ટલ ઉપર વિદિત કરી ના શક્યા કારણ કે તે દસ્તાવેજ સ્કેન કર્યા બાદ GST પોર્ટલ ઉપર નક્કી કરેલ લીમીટ પાર કરી ગયા હતા. અરજદાર દ્વારા આદરણીય નાયબ કમિશ્નરશ્રીને રૂબરૂ દસ્તાવેજ આપવા પ્રયત્ન કર્યા પણ તે અસ્વિકાર્ય કરીને ઇખઘ-૦૮ માં રિફંડ જેમ નકારવું નહીં તેની કારણદર્શક નોટીસ પાઠવી. 

તેના જવાબની સાથે અરજદારે ઈલેક્ટ્રોનીકલી શિપીંગ બિલ પણ અપલોડ કર્યા. પરંતુ અધિકારી દ્વારા અરજી નકારવામાં આવી જેમાં યોગ્ય સોગંદનામા તથા પરિપત્ર ૧૨૫/૪૪/૨૦૧૯- GST નું ઉલ્લંઘન દર્શાવ્યું. અપીલ ન કરવાને બદલે ઁસ્૩છ માં રિ-ક્રેડીટ કરવાની અરજી કરી જે ટેકનીકલ ખામીમાં સપડાઈ અને અરજદાર ફરી અરજી કરવા અસમર્થ રહ્યાં અને 'એની અધર' વિકલ્પમાં અરજી કરતા તે પણ ખામીયુક્ત ગણી ફગાવવામાં આવી જેની સમક્ષ ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા GST પોર્ટલની ખામી અને દસ્તાવેજ ચઢાવવામાં આવતા અવરોધ દર્શાવીને દલીલ કરી ટેકનીકલ ખામીના લીધે રિફંડ નકારી ના શકાય અને ઘઇભ-૦૩ વડે તેઓ દ્વારા રિફંડની માગણીને સંલગ્ન વેરાશાખ રિવર્સ કરી નાખી છે.

ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો જેમાં અરજી માન્ય રાખી અને ખાતા સમક્ષ રૂબરૂ અથવા ઓનલાઇન નવી અરજી કરવા સૂચન કર્યું તથા અરજી બાબતે સમયમર્યાદાનો કોઈ વિવાદ થશે નહીં તેમ પણ જાહેર કર્યું.