Magazines

જીએસટીએટી વિશે મહત્ત્વની જાણકારી .

By GS TEAM
7 Jun 20262 mins read
જીએસટીએટી વિશે મહત્ત્વની જાણકારી                           .

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

પ્રી-ડિપોઝિટની જોગવાઈ 

GSTAT સમક્ષ અપીલ કરવા માટે સ્વીકારેલ કર, વ્યાજ અને દંડની સંપૂર્ણ ચૂકવણી કરવી પડશે, વિવાદિત કરની રકમના ૧૦ ટકા જેટલી વધારાની રકમ જમા કરાવવી પડશે, મહત્તમ મર્યાદા રૂ. ૨૦ કરોડ રહેશે. માત્ર દંડ સંબંધિત કેસોમાં દંડની રકમના ૧૦ ટકા જેટલી રકમ ભરવાની રહેશે.

આ જોગવાઈનો હેતુ બિનજરૂરી અપીલોને રોકવાનો છે, પરંતુ સાથે સાથે કરદાતાના ન્યાયના અધિકારનું રક્ષણ પણ થાય છે.

કયા કેસો માત્ર Principal Bench સમક્ષ સાંભળવામાં આવશે ?

કેન્દ્ર સરકારની ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ની સૂચના મુજબ નીચેના કેસો માત્ર Principal Bench સમક્ષ જ સાંભળવામાં આવશે, (૧) Place of Supply સંબંધિત વિવાદો, (૨) Anti-profiteering કેસો, (૩) સમાન કાનૂની પ્રશ્ન ધરાવતા બહુ-રાજ્ય વિવાદ, (૪) OIDAR તથા Online Gaming સંબંધિત વિવાદો, (૫) ISD સંબંધિત પ્રશ્નો. આ જોગવાઈ દેશભરમાં કાનૂની વ્યાખ્યામાં એકરૂપતા જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

અપીલ ફી

અપીલ ફી નીચે મુજબ રહેશે : વિવાદિત કર અથવા ITC ના દરેક રૂ. ૧ લાખ દીઠ ૧,૦૦૦ ઓછામાં ઓછી ફી રૂ. ૫,૦૦૦ વધુમાં વધુ ફી રૂ. ૨૫,૦૦૦. Interlocutory Applications માટે અલગથી રૂા. ૫,૦૦૦ની ફી ચૂકવવાની રહેશે.

ટ્રિબ્યુનલની વિશેષ સત્તાઓ

GSTAT ને નાગરિક અદાલત જેવી અનેક સત્તાઓ આપવામાં આવી છે જેમાં સાક્ષીઓને બોલાવવાની સત્તા, દસ્તાવેજો મંગાવવાની સત્તા, અંતરિમ રાહત આપવાની સત્તા, રેકોર્ડમાં રહેલી સ્પષ્ટ ભૂલો સુધારવાની સત્તા, કેસ પાછો નીચલી સત્તા સમક્ષ મોકલવાની સત્તા છે. આ સત્તાઓ ટ્રિબ્યુનલને માત્ર અપીલ મંચ નહીં પરંતુ એક અસરકારક ન્યાયિક સંસ્થા બનાવે છે.

વધારાના પુરાવા રજૂ કરવાની મર્યાદા

સામાન્ય રીતે નવા પુરાવા રજૂ કરી શકાતા નથી. પરંતુ જો અગાઉ યોગ્ય તક આપવામાં આવી ન હોય, ન્યાયના હિતમાં જરૂરી હોય, અથવા મહત્ત્વપૂર્ણ પુરાવા અવગણાયા હોય, તો ટ્રિબ્યુનલ વધારાના પુરાવા સ્વીકારી શકે છે.

સંપૂર્ણ ડિજિટલ અપીલ વ્યવસ્થા 

GSTATના અમલીકરણ સાથે સંપૂર્ણ Online E-Filing System શરૂ કરવામાં આવી છે.

હવે અપીલો, ક્રોસ વાંધા, સ્ટે અરજીઓ, સુધારણા અરજીઓ તથા અન્ય તમામ કાર્યવાહી ઇલેકટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે. અપીલ દાખલ કરતા પહેલાં કરદાતાઓએ તેમના અગાઉના APL-01,APL-03 અથવા RVN-01 ના ARN/CRN નંબરનું માન્યતા કરાવવું જરૂરી રહેશે. માન્યતા પૂર્ણ થયા બાદ જ Portal પર Login કરીને અપીલ દાખલ કરી શકાશે.