Magazines

બજારની વાત .

By GS TEAM
21 Jun 20263 mins read
બજારની વાત                          .

ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં બાયો કેમની હરણફાળ 

ઇન્સ્યુલીનના ઉત્પાદનમાં બાયો કેમ હરણફાળ ભરી રહ્યું છે. વિશ્વમાં ઇન્સ્યુલિનનું માર્કેટ ૩૦ અબજ ડોલરનું છે. ડાયાબીટીસનો પ્રભાવ વધતાં માર્કેટ પણ વધી રહ્યું છે. વિશ્વમાં ઇન્સયુલિનનો સપ્લાયર તરીકે ભારતની કંપની બાયોકેમ ત્રીજા નંબરે આવે છે. બાયોકેમના કિરણ મજમૂદાર શોએ કહ્યું હતું કે અમારી કંપની આગામી પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી ઇન્સયુલિન સપ્લાય બનવા જઇ રહી છે. ભારતમાં વજન ઉતારવાની દવાઓની ડિમાન્ડ પણ વધી છે. જીએલપી-વન તરીકે ઓળખાતી ગ્લુકોજન લાઇક પેપ્ટાઇડની ભારતમાં ડિમાન્ડ છે. વિશ્વમાં ડાયાબીટીસના ૮૩૦ મિલીયન જેટલા લોકો છે. તેમની સંખ્યા સતત વધી રહી છે. એશિયા,આફ્રિકા અને લેટીન અમેેરિકામાં ડાયાબીટીસનું પ્રમાણ વધ્યું છે.


નવતર પ્રયોગ સાયબર પંચાયત

જેમ જેમ ગ્રામીણ ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે એમએમ ઓનલાઇન ફ્રોડ કરનારા પણ ગામડાના લોકોને શિકાર બનાવી રહ્યા છે. ગામડામાં  સરકારી અધિકારીઓ તેમજ તપાસ એજંસીઓના નામે લોકોને ડરાવવામાં આવે છે. આવા સાયબર ફ્રોડ કરનારાથી બચતા રહેવા ગામડામાં સાયબર પંચાયતનું વિશેષ આયોજન લખનૌ નજીક કઢવારા ગામમાં કરાયું હતું. જેમાં ગામના લોકોને સાયબર ફ્રોડ કરનારા કેવી તરકીબો અજમાવે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેનું માર્ગદર્શન અપાયું હતુ. આ નવતર પ્રયોગ દરેક ગામડામાં કરવા જેવો છે.


ફિફા વર્લ્ડ કપ પર કેરળ ફીદા

અમેરિકા, મેક્સિકો અને કેનેડાના સ્ટેડીયમો પર ફીફા વર્લ્ડ કપ રમાઇ રહ્યો  છે પરંતુ ભારતમાં કેરળ ખાતે તેની શાનદાર ઉજવણી કરાઇ રહી છે. કરેળના બે પ્રિય ખેલાડી મેસી અને નેયમારના જાયન્ટ કટઆઉટ ખેતરોમાં મુકેલા જોવા મળે છે. કેટલાક સ્થળો એ રાત્રે વિશાળ સ્ક્રીન પર મેચ બતાવવામાં આવે છે. દાયકાઓથી કેરળ ફૂટબોલ વર્લ્ડકપને ઉત્સવની જેમ ઉજવે છે. કેરળમાં પ્રવાસ કરો તો ખ્યાલ આવે કે ૧૦ કિલોમીટરના અંતરે નાળીયેરના ઝાડ જેટલા ઉંચા મેસી કે નેયમારના કટઆઉટ ટ્રાફિક પોઇન્ટ પર મુકેલા જોવા મળે છે. ગયા આઠવાડિયે જ્યારે બે માળ ઉંચી ક્રીષ્ટીનો રોનાલ્ડોનો કટઆઉટ મુકાયો ત્યારે બ્રાઝિલના સમર્થકોએ ૧૦,હજાર રૂપિયા ખર્ચીને પોતાના ખેતરમાં નેયમારનો કટઆઉટ ઉભો કર્યો હતો. લોકો ત્યાં ફોટો પડાવવા ઉભા રહે છે.


એમેઝોનને ગ્રાહક સુરક્ષાનો દંડ

એમેઝોનનું ઇ કોમર્સ ખરીદનારા તેમજ વેચનારા માટે પ્લેટફોર્મ ઉભું કરી આપે છે. વેચનારા જ્યારે ઠાગા ઠૈયા કરે ત્યારે તેની જવાબદારી એમેઝોનની બનતી હોય છે. તાજેતરમાં ગ્રાહક સુરક્ષાના એક ચુકાદામાં  સ્માર્ટ વોચ ડિલીવરી કરવામાં નિષ્ફળ જવા બદલ ૧૩,૩૦૦ રૂપિયાનો દંડ કરાયો હતો. ૭૧ વર્ર્ષના એક સિનીયર સિટીઝને એમેઝોન પરથી સ્માર્ટ વોચ મંગાવી હતી. તે ગ્રાહકને મોકલાઇ નહોતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે કહ્યું કે એમેઝોન સેવા નથી કરતું પરંતુુ તે પ્લેટફોર્મ પુરૂં પાડીને તેમાંથી કમિશન મેળવે છે. ૭૧ વર્ષના ગ્રાહકને ન્યાય મળવો જોઇએ એમ કહીને દંડ ફટકાર્યો હતો.


HDFC બેંકના ચેરમેનને ત્રણ મહિનાનું એક્સટેન્શન

એચડીએફસી બેંકના ચેરમેન કેકી મિસ્ત્રીને ત્રણ મહિનાનું એક્સટેન્શન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યું છે. આ પોસ્ટ માટે રિઝર્વ બેંક પાંચ નામો વચ્ચે પસંદગી કરવાની છે. તેમાં એક નામ રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નરનું પણ છે. જોકે અન્ય નિમણૂક ના થાય ત્યાં સુધી વચગાળાના પાર્ટ ટાઇમ ચેરમેન તરીકે કેકી મિસ્ત્રીને ત્રણ મહિના માટે ચાલુ રખાયા છે. ૧૮ જુને રિઝર્વ બેંકે કેકી મિસ્ત્રીનું નામ જાહેર કર્યું હતું. ભતપૂર્વ ચેરમેન અતનું ચક્રવર્તીએ અચાનક રાજીનામું આપ્યું ત્યારે એચડીએફસી બેંક વિવાદમાં આવી હતી. ભૂતપૂર્વ નાણા સચિવ અતનું  ચક્રવર્તી મે-૨૦૨૧માં એચડીએફસી સાથે જોડાયા હતા.


એન્થ્રોપીક સામે કોપીરાઇટના 100 કેસ

સાયબર ફ્રોડ કરનારા માટે આસાન સ્થિતિ ઉભી કરી આપનાર એન્થ્રોપીક એઆઇ વધુ વિવાદમાં ફસાતું જાય છે. કેટલાક ટેકનોલોજીસ્ટોએ કહ્યું છે કે અમારા સંશોધનોનો ઉપયોગ કરીને એન્થ્રોપીકે કોપીરાઇટનો ભંગ કર્યો છે. કોપીરાઇટ ભંગની ૧૦૦ જેટલી ફરિયાદો એન્થ્રોપીક સામે થઇ છે. એન્થ્રોપીક સતત વિવાદોનો સામનો કરતું આવ્યું છે. બાર્ટઝ કંપનીએ જ્યારે એન્થ્રોપીક સામે કેસ કર્યો ત્યારે સેટલમેન્ટ રૂપે તેને ૧.૫ અબજ ડોલર ચૂકવવા પડયા હતા. છેલ્લે એન્થ્રોપીક સામે કેસ કરનારામાં કેલિફોર્નિયાના કેટલાક ટેકનોલોજીસ્ટો છે. કેસ એવો કરાયો છે કે એન્થ્રોપીકે પોતાની AI સિસ્ટમ ઉભી કરવા ટેકનોલોજીસ્ટોના AI આઇડયાનો ઉપયોગ કર્યો છે. કેસમાં એન્થ્રોપીકના સીઇઓ ડેરીયો અમેબોડીને ટાર્ગેટ કરાયા છે.