Magazines

બજારની વાત .

By GS TEAM
21 Jul 20254 mins read
બજારની વાત                          .

સ્માર્ટફોનની નિકાસ પર ચીનનો ડોળો

ભારતના ૩૨ અબજ ડોલરના સ્માર્ટફોનના નિકાસના બિઝનેસ પર ચીનની ચાલ ફટકો મારી શકે છે. ચીનના કેટલાક પ્રતિબંધોના કારણે ભારતના મોબાઇલ નિકાસના બિઝનેસ પર અસર પડી શકે છે એમ કહીને ભારતના સેલ્યુર અને ઇલેકટ્રોનિક્સ એસોસીયેશને સરકારને ચેતવી છે. નાણા વર્ષ ૨૦૨૫માં ભારતના સ્માર્ટ ફોનના એક્સપોર્ટનું માર્કેટ ૨૪ અબજ ડોલરનું છે અને ૨૦૨૬માં તેના એક્સપોર્ટનો ટાર્ગેટ ૩૨ અબજ ડોલરનો રખાયો છે. હાલમાં ભારત વિશ્વના કુલ સ્માર્ટ ફોન  પૈકીના ૨૦ ટકા જેટલા આઇફોનનું ઉત્પાદન કરે છે. કહે છે કે ચીન કોઇ પ્રતિબંધ નહીં લાદે પણ સ્માર્ટફોન બનાવવા જોઇતા મહત્વના ઇક્વિપમેન્ટનો સપ્લાય ઓછો કરી નાખશે તેમજ મોબાઇલ ઉદ્યોગમાં તાલિમ પામેલા ચીનના વર્કરોને પરત બોલાવી લેશે.


બ્લેક દિપડો અને જંગલ બુક

ભાગ્યેજ જોવા મળતો બ્લેક કલરનો દિપડો કેરળના નિલગીરીના જંગલમાં જોવા મળતા તેનો વિડીયો એક ફોરેસ્ટ ઓફિસરે સોશ્યલ નેટવર્ક પર મુકતા નેટીઝનાએ આનંદ વ્યક્ત કર્યો હતો. દિપડા સાથે બે ચિત્તા પણ જોવા મળ્યા હતા. વાઇલ્ડ લાઇફ લવર્સ બ્લેક કલરના દિપડાને જોઇને વિવિધ કોમેન્ટ કરવા લાગ્યા હતા. એકે લખ્યું છે કે જંગલ બુક જોતા હોય એમ લાગે છે. જંગલ બુકમાં બ્લેક કલરનો દિપડો જોવા મળ્યો હતો. અન્ય એકે સોશ્યલ નેટવર્ક પર લખ્યું છે કે જો તે જંગલ બુકનો સીન લાગતો હોય તો સમજવું કે આ દિપડો શેરખાનને શોધી રહ્યો છે. અન્ય એકે  લખ્યું છેકે જંગલબુકના બઘીરા અને તેમના ફ્રેન્ડ નાઇટ વોકમાં નીકળ્યા છે.


ચિંતક રીક્ષા ચાલક

ભારતની ટેકનીકલ કેપિટલ બેંગલુરૂના એક રીક્ષા ચાલકને એમેઝીંગ અંકલ તરીકે લોકો ઓળખે છે. બેંગલુરૂ શહેરમાં જ્યાં ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો ટેસ્લા  જેવી કાર ફેરવવાનું સપનું જોતા હોય ત્યાં બે માસ્ટર ડિગ્રી ધરાવનાર રીક્ષા ચલાવનાર તેમાં બેસતા પ્રવાસીઓને જીવન જીવવની કળા શીખવતા રહે છે અને તે બાબતની સલાહ આપતા રહે છે. આ રીક્ષા ડ્રાઇવર સાથે વાર્તાલાપ કરનાર એક પ્રવાસીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ લખતાં લોકોએ રીક્ષા ડ્રાઇવર તરીકે કામ કરતા ચિંતકની પ્રશંસા કરી છે. તે ડબલ એમએ થયેલા છે, સાત ભાષા કડકડાટ બોલી શકે છે. તે પ્રવાસીને કોઇ પ્રશ્ન પૂછે છે અને જોતે જવાબ સાચો આપે તો રીક્ષામાં મફત મુસાફરી કરાવે છે.


છૂટાછેડા...મુક્તિનો આનંદ

  આસામના નલબારીના મુકલુમાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા મનીક અલીનો વિડિયો એટલા માટે વાઇરલ થયો છે કે તે નાચતો જાય દૂધથી નહાતો જાય અને બોલતો જાય કે આજથી હું મુક્ત છું અને મુક્તિનો આનંદ ઉઠાઉં છું. તે ૪૦ લીટર દૂધથી નહાયો હતો. તેના આનંદ પાછળનું કારણ તેને મળેલા છૂટાછેડા હતા. તેની પત્ની બેવાર તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. પોતાની પત્નીના લફરાંથી તે ત્રસ્ત હતો અને મુક્તિ ઇચ્છતો હતેા. કોર્ટે મંજૂરી આપતા તે આનંદથી ઝૂમી ઉઠયો હતો.


મૈં બીક ગયા

જોબ માર્કેટમાં જ્યાં સ્ટાફની ખેંચાખેંચ ચાલે છેે ત્યાં લોકો વધુ રૂપિયા મળતા હોય ત્યાં જતા હોય છે. લોકો સતત નવી જોબ શોધવા અરજી કરતા રહે છે. તાજેતરમાં લીંકડીન પર એક વ્યક્તિએ પોતાના રાજીનામાં વિશે લખ્યું  હતું કે મૈં બીક ગયા, સામને વાલી કંપની ચાર પૈસે જ્યાદા દે રહી હૈ. નેટીઝનોએ તેની પ્રમાણિકતાની પ્રશંસા કરી હતી તો ક્ટેલાકે તેને જોબ માર્કેટની હકીકત સાથે સાંકળી હતી. રાજીનામાં તો બહુ લોકો આપતા હોય છે પરંતુ મૈં બીક ગયા વાળી વાત થોડી અનોખી હોઇ લોકોએ તેની પ્રશંસા કરી હતી. જોકે અનેક લોકોએ તેને પ્રમાણિક રાજીનામું કહ્યું હતું.


પીંક એલિફ્ન્ટ..એટલે ?

પીંક કલરનો હાથી નથી હોતો પરંતુ આ શબ્દ પ્રયોગ મનમાં ઘૂસેલા હજારો વિચારો વચ્ચે ચાલતા યુધ્ધ જેવી સ્થિત સાતે વણાયેલો છે. આવી સ્થિતિને પીંક એલિફન્ટ કહે છે. બહુ ટેન્શનમાં જવાબ આપતા લોકોને કહેવાય છે કે ડોન્ટ થીંક ઓફ એ પીંક એલિફ્ન્ટ. માણસ તેના મનમાં ચાલતા વિચારોની વચ્ચે પણ સ્થિર રહીને પોતાનું કામ કરે છે. ચાલુ કામે કેટલાક વિચારો પોપ અપ થઇને સપાટી પર આવી જતા હોય છે. માણસના મગજમાં ચાલતા વિચારોનું યુધ્ધ હકીકતે તો એક પડકાર સમાન છે. ઇન્ટરનેટ પર આવી સ્થિતિને ચિંતાજનક કહી છે. હોંશિયાર લોકો વિચારોના યુધ્ધમાંથી બહાર આવીને સફળતાની દિશામાં જાય છે.


ટેસ્લાનું હોલીવૂડ ડિનર

ભારતમાં ટેસ્લાનો શો રૂમ ખુલી ગયો છે પરંતુ સોથી વધુ ચર્ચા ટેસ્લાના હોલિવૂડ ડિનરની ચાલે છે. ટેસ્લાના હોલિવૂડ ડિનરમાં લેટેસ્ટ સુપર ચાર્જર હશે, ત્યાં જમવાની વ્યવસ્થા હશે તેમજ મૂવી જોવાની આસાન સવલત પણ હશે. આ બધું એકજ જગ્યો હોઇ તેને હોલિવૂડ ડિનર નામ અપાયું છે. લોસએંજલસના હાર્ટ સમાન વિસ્તાર મિડિયા  ડિસ્ટ્રીક્ટ ખાતે હોલિવૂડ સેન્ટર છે. ટેસ્લાની એપમાં તેનો સમાવેશ કરાયો  છે. તેમાં લખ્યું છે કે લંચ નજીકમાંજ છે. એક તરફ સુપર ચાર્જીંગ કાર ચાર્જ કરે તો બીજી તરફ ફિલ્મ પણ જોઇ શકાય અને લંચ પણ લઇ શકાય. સપ્ટેમ્બર ૨૦૨૩થી હોલીવુડ ડીનરનું બાંધકામ ચાલતું હતું.