બજારની વાત .

બાયોકોનના વારસદાર નક્કી કરાયા
બાયોકોનના ફાઉન્ડર કિરણ મઝુમદાર શોએ કંપનીમાં નેતૃત્વ પોતાની ભત્રીજી ક્લેર મઝુમદારનો સોંપવાની જાહેરાત કરતા કહ્યું છે કે તે કંપનીને આગળ લઇ જશે. બાયો કેમ દેશની નામાંકીત કંપની છે. ક્લેર મઝુમદાર તબક્કાવાર કંપનીને સંભાળી લેશે. કિરણ મઝુમદાર પોતાની કંપનીને યોગ્ય હાથોમાં સોંપવા માંગતા હતા. ક્લેર મઝુમદાર બિકારા થેરાપ્યુટીક્સના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટીવ છે. તેમની કંપની ૨૦૨૪માં નાસડેકમાં લીસ્ટેડ થઇ હતી. તેમણે બાયોલોજીકલ એન્જીન્યરીંગ કરેલું છે અને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાંથી કેન્સર બાયોલોજીમાં પીએચડી કરેલું છે. પોતાની કંપની બિકારા શરૂ કરતાં પહેલા ક્લેર મઝુમદારે થર્ડ રોક વેન્ચર્સ અને રિયોસ મેડિસીનમાં કામ કર્યું હતું. તેમનો ભાઇ એરિક અને પતિ થોમસ રોબોર્ટસ કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર છે.

ચીપ ઇકો સિસ્ટમ મજબૂત બનાવાઇ
ભારતમાં ચીપ ઇકો સિસ્ટમ ઉભી કરવા સરકારે પ્રયાસ કર્યો છે. ભારતમાં ૧૨ સેમી કન્ડક્ટર પ્લાન્ટ મંજૂર કરાયા છે. ચીપ ઇકો સિસ્ટમને મજબૂત બનાવવા તેના માટેના ઇક્વિપમેન્ટ, મટીરીયલ ડિઝાઇનીંગ વગેરે ભારતમાંજ બનશે અને તે માટેની સપ્લાય ચેઇન પણ ઉભી કરાશે. તાજેતરની કેબિનેટની બેઠકમાં બે નવા સેમી કન્ડકટર પ્લાન્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી. આમ દેશમાં કુલ ૧૨ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી અપાઇ છે. આ ૧૨ પ્લાન્ટ ગુજરાત, આન્દ્ર પ્રદેશ,ઉત્તરપ્રદેશ અને ઓડિસામાં છે. આ પ્લાન્ટ સેમિકન્ડક્ટર ફેસિલીટી એસેમ્બલીંગ અને ટેસ્ટીંગનું કામ કરશે.

જાહેરમાં યુરીન કરનારાને ડરાવાયા
જાહેરમાં યુરીન કરનારામાં સિવિક સેન્સનો અભાવ હોય છે. સરકારે બનાવેલી યુરિનલો બહુ ગંદા હોઇ કેટલાક લોકો ખુલ્લી જગ્યા પસંદ કરે છે. જેના કારણે ગંદકી ફેલાય છે. કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં નિયમિત પણે લોકો યુરીન માટે જાય છે. સ્થાનિક સત્તાવાળાઓ ત્યાં સફાઇ માટે ડીડીટી પાવડર વગેરે છાંટે છે પરંતુ લોકોને આવા સ્થળો પસંદ હોય છે. તાજેતરમાં મૈસુર શહેર કોર્પોરેશને નવો આઇડયા અપનાવ્યો હતો. શહેરમાં બસસ્ટેન્ડની સામે ૮૫ મીટરનો એક પટ્ટો એવો હતો કે જ્યાં લોકો યુરીન કરીને ગંદકી ફેલાવતા હતા. તેમને ્અટકાવવા નવતર આઇડયા અપનાવાયો હતો. યુરીનની દિવાલને ઢાંકતા વિશાળ અરીસા(મીરર) મુકી દેવાયા હતા. સૌના આશ્ચર્ય વચ્ચે હવે કોઇ ત્યાં ઉભા રહીને ગંદકી ફેલાવતા નથી.

લકઝરી EV કારની કિંમત પર નજર
ચાર ઇલેક્ટ્રીક વ્હીકલની સરખામણી અહીં આપી છે. જેમાં પરવડે એવી અને સસ્તી કહી શકાય એવી કાર જોવા મળશે. જેમાં BMW iX1, Mercedes CLA, Tesla Model Y, Volvo EX30નો સમાવેશ કરાયો છે. ખરીદી માટેના અન્ય ત્રણ વિકલ્પોમાંઅન્ય ઇવી મુકી શકાય પરંતુ કેટલીકમાં એ.સીના ધાંધીયા જોવામળે છે.એક અહેવાલ અનુસાર કારના કુલ વેચાણમાં EV કારનું વેચાણ ૫.૮ ટકા જેટલું છે. જે ચાર EVકારની સરખાણી કરાઇ છે તેમાં BMW iX1ની કિંમત (શો રૂમ)અંદાજે ૫૧.૪૦ લાખ રૂપિયા છે, સ્ીબિીગીજ-મ્ીહડ ભન્છ ની કિંમત ૫૯ લાખ છે,્ીજનચ સ્ર્ગીન રૂ ની કિંમત ૫૯.૮૯લાખ છે જ્યારે ર્ફનર્પ ઈઠ૩૦ની કિંમત ૪૧લાખ જેટલી છે. ઇવી કારની કમનસીબી એ છે કે ચાર્જીંગ સ્ટેશનની અછત છે.

ક્રેડીટ કાર્ડની બાકીની રકમથી લૂંટ
ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો તેના ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જથી ખંખેરી લેતી હોય છે. અનુભવીઓ કહે છે કે ક્રેડીટ કાર્ડના બીલની મૂળ કરમ ભરવામાં શાણપણ છે. જો તમે મૂળ રકમ કરતાં બે હજાર ઓછા ભરો છો તો પણ તગડા વ્યાજના શિકાર બનો છો અને જો મીનીમમ એમાઉન્ટ ભરો છો તો વ્યાજના ચક્કરમાં ફસાઇ જાવ છો. ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા નવા ગ્રાહકો એમ માને છે કે મીનીમમ એમાઉન્ટ ભરવાથી તેમનું કાર્ડ સલામત રહે છે અને તેનો ઉપયોગ પણ કરી શકાય છે પરંતુ બેંકોની ચાલમાં તે ફસાતો જાય છે. ટૂંકમાં તમારે ક્રેડીટ કાર્ડનું બીલ ૨૫,૦૦૦ આવે તો ૨૨,૦૦૦ ભરીને છૂટવાની કોશિષ ના કરશો કેમકે બેંકો તો મૂળ રકમ ૨૫,૦૦૦ ઉપરજ ૨.૫ ટકા જેટલું વ્યાજ ખંખેરી લેતી હોય છે.

મહારાષ્ટ્રમાં રોકડ રકમની અછત
ડિજીટલ પેમેન્ટની સવલતો વધતાં રોકડ રકમની બહુ જરૂર પડતી નથી પરંતુ કેટલીક ખરીદીમાં રોકડ રકમની જરૂર રહે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં ભાજપના સાંસદ અશોક ચૌહાણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખીને કહ્યું છે કે નાંદેડ જીલ્લામાં રોકડ રકમના ધાંધીયા છે તેમજ ૫૦૦ રૂપિયાની નોટો પણ મળતી નથી.એટીએમમાંથી પણ ૧૦૦-૨૦૦ રૂપિયાની નોટોજ મળે છે. તેમણે લખ્યું છે કે એક તરફ ખેડૂતોની વાવણીની મોસમ ચાલે છે અને બીજી તરફ લગ્નોની સિઝન ચાલે છે ત્યારે રોકડ રકમની જરૂર પડે છે. બેંકો પાસે પણ રોકડ નથી હોતી. કહે છે કે રિઝર્વ બેંક માંગ્યા પ્રમાણેની રોકડ ઇસ્યુ નથી કરતી.આ સમસ્યાનો રેલો અન્ય રાજ્યોમાં પણ પ્રવેશી શકે છે.









