મસાજ ઓઇલ વિશે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
- એરોમાથેરપિ શું છે ?
એરોમાથેરપિ આ એક સ્વાસ્થપ્રદ મસાજ ઓઇલ અને લાભદાયક સુગંધિત તેલનું મિશ્રિત સ્વરૂપ છે. એરોમાથેરાપિ જીવન શક્તિનો સંચાર કરતી વાહિનીઓને પ્રેરિત કરીને લિંફિક સિસ્ટમમાં યાદશક્તિનો વધારો કરે છે. એરોમાથેરપિમાં મુખ્યત્વે એસેન્સીયલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ એસેન્સીયલ ઓઇલને નેચરલ સોર્સથી મેળવવામાં આવે છે. આ પ્રકારના એસેન્શીયલ ઓઇલને પ્લાન્ટ, લીવ્ઝ, ફ્લાવર, રૂટ, બેરીઝ અને ફ્રુટમાંથી મેળવવામાં આવે છે. આ પ્રકારના ઓઇલને ત્રણ પધ્ધતિથી મેળવી શકાય છે.
(૧) ડીસ્ટીલેશન (૨) એક્સપ્રેસિયન (૩) સોલવન્ટ એટ્રેકશન
આ પધ્ધતિથી મેળવવામાં આવતા એસેન્શીયલ ઓઇલોમાં બરગામોટ, ટેન્ગેરીન, લેમન, લેવેન્ડર, રોઝમરી, કેમોમાઇલ, જસ્મીન, રોઝ અને નેરોલી જેવા ઓઇલો હોય છે. આ ઓઇલ શરીર માટે એન્ટિસેપ્ટિક, એન્ટિફંગલ તથા એન્ટિલેમેન્ટ્રીનું કામ કરે છે. દરેક ઓઇલના વિભિન્ન પ્રકારો હોય છે. જેથી વ્યક્તિ પોતાની મનપસંદના તેલનો ઉપયોગ કરી શકાય છે.
આ પ્રકારના સુગંધિત તેલોની સુગંધિત ખેતી વિશ્વના ઘણા ભાગોમાં થાય છે. પરંતુ સૌથી વધારે ઉત્પાદન ઇન્ડોનેશિયામાં થાય છે. ત્યારે આપણા ભારતમાં પણ આ ખેતી ઘણા પ્રાન્તમાં થાય છે. પરંતુ આ પ્રકારની ખેતીની જાણકારી સામાન્ય માણસ સુધી પહોંચી નથિી. આજે ગુજરાતમાં પણ સુગંધી ખેતીની સુવાસ ફેલાઈ રહી છે. જેમાં સિટ્રોનિલા, પંચોલી, પામરોઝા, લેમનગ્રાસ, મેન્થા, તુલસી, ગુલાબ જેવા પાકોનું બજાર ગુજરાતના પ્રગતિશીલ ખેડુતોને આવકારી રહ્યું છે. (ક્રમશઃ)








