Magazines

મશરૂમ (ફંગસ) વિશે વિસ્તૃત માહિતી

By GS TEAM
19 Apr 20261 min read
મશરૂમ (ફંગસ) વિશે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ભારતનું મશરૂમ ઉત્પાદન લગભગ ૫૦ થી ૫૫ હજાર ટન પર એન્યૂઅલ આંકવામાં આવી રહ્યું છે. જેમાં તામિલનાડુનું સૌથી મોટુ પ્રોડકશન છે. જે દેશના ટોટલ પ્રોડકશનના ૨૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. બીજા નંબરે હરિયાણા મોખરે છે.

બીજા સેન્ટર તરીકે હીમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, દહેરાદૂન, ગુરગાવ, હૈદરાબાદ અને પૂણેનો સમાવેશ થાય છે.

મશરૂમ એક જાતનું ફંગસ ફ્રુટ બોડી છે. તેની પૂરા વર્લ્ડમાં ખૂબ જ મોટા પાયે માંગ રહી છે. તેના મુખ્ય કારણોમાં મશરૂમમાં રહેલ ભરપૂર વિટામિન અને મિનરલ તેમજ ન્યુટ્રીએન્ટ, લો-કેલેરી, તેમજ ટેસ્ટી એરોમાં સ્ટ્રકચર હોવાથી મશરૂમની ડીમાન્ડમાં વધારો થતો જાય છે. મશરૂમ વધારે પડતું સુપ માટે પ્રખ્યાત છે.

મશરૂમ કલ્ટીવેશન માટે ખાસ કોઈ જગ્યાની જરૂરત નથી હોતી, તે એક નાની રૂમમાં અને બારી-બારણા વગર પણ ઉગી નીકળે છે. મશરૂમ કલ્ટીવેશન ડેવલોપમેન્ટ માટે નેશનલ સેન્ટર ફોર મશરૂમ રીસર્ચ એન્ડ ટ્રેઇનિંગ મશરૂમ રીસર્ચ લેબોરેટરીઝ આ બાબતે ટ્રેનિંગ આપે છે.

ભારતમાં ૯૦ ટકા વાઇટ બોટલ મશરૂમનું ઉત્પાદન થાય છે. જેમાં કાશ્મીર વેલી, હિમાચલ પ્રદેશ, સિક્કીમ, દાર્જીલીંગ, વેસ્ટ બેંગાલ, અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. મશરૂમનું સૌથી મોટું પ્રોડકશન તામિલનાડુ કરી રહ્યું છે. કન્ટ્રીમાં તેનો ૨૫% જેટલો ફાળો રહ્યો છે.     (ંક્રમશઃ)