Magazines

પેટ્રોલિયમ અને નેપ્થા વિશે વિસ્તૃત માહિતી

By GS TEAM
13 Jul 20252 mins read
પેટ્રોલિયમ અને નેપ્થા વિશે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

પેટ્રોલિયમ (ક્રુડ ઓઇલ) આ ઓઇલ એક પેરાફીનિક, સાઇકલો પેરાફીનિક, નેપ્થોનિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનનું કોમ્પ્લેક્સ મિકચર હોય છે. આ ક્રુડ ઓઇલમાં થોડા પર્સનટેડ સલફર ટ્રેસ એમાઉન્ટ નાઇટ્રોજન અને ઓક્સીજનના હોય છે. કુડ ઓઇલ બાબતે એવું કહેવાય છે કે ૧૦થી ૨૦ મિલિયન વર્ષો પહેલનું ઓરિજીનેટેડ પ્લાન્ટ અને એનિમલના સોર્સથી ઉત્પન્ન થયેલ હશે.

સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પેટ્રોલિયમ ફ્રેકશન્સ વડે ક્રેકીંગ કરી ડીસ્ટીલેશન કરવામાં આવે છે. તેમાથી હાઈડ્રાકાર્બન ગેસ મેળવવામાં આવે છે. જેમાં (બુ્રટેન, ઇથાન, પ્રોપેન) નેપ્થા, ગેસોલીન, કેરોસિન, ફ્યુઅલ ઓઇલ, લ્યુબ્રીકેટીંગ ઓઇલ, પેરાફીન વેક્સ અને એસફાલ્ટ પ્રકારના ઇનગ્રેડીએન્ટ મળી આવે છે.

હાઈડ્રોકાર્બન ગેસમાંથી ઇથીલીન બુટાઇલીન અને પ્રોપાઈલ જેવા પદાર્થો મળી આવે છે. જે ઇન્ડસ્ટ્રીઝ માટે ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમિડીએટ તરીકે કામ આવે છે. બીજા પ્રકારના સોર્સીસમાં આલ્કોહોલ, ઇથીલીન ગ્લાયકોલ, મોનોમર ફોર વાઇડ રેંન્જ પ્લાસ્ટીક, ઇલાસ્ટોમર તેમજ ફાર્માસ્યુટીકલ બેનઝીન, ફીનોલ, ટોલ્યુન અને ઝીઈલીન જેવા પ્રોડક્ટસો પેટ્રોલિયમમાંથી બનાવી શકાય છે. તે સાથે બાયોસિન્થેટીકલી પ્રોડયુસ પ્રોટેઇન એ પણ પેટ્રોલિયમ ડેરીવેશન જ છે.

પેટ્રોલિયમ પ્રોપર્ટી : વિસકોસ ડાર્ક બ્રાઉન લીક્વીડ, અનપ્લેઝન્ટ ઓડોર, સ્પે. ગ્રેવિટી ૭૮-૭૯, ફ્લેશ પોઇન્ટ ૨૦-૯૦ ફેં.

હેઝાર્ડ : ફ્લેમેબલ, મોડરેટ ફાયર રિસ્ક, મોડરેટલી ટોક્સીક, સ્કીન એરિટન્ટ

નેપથા : પેટ્રોલિય (પેટ્રોલિયમ ઇથર) જેનરિક ટર્મ એપ્લાઇડ ટુ રિફાઇન્ડ, પાર્ટલી રિફાઇન્ડ ઓર અનરિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટસ અને લીક્વીડ પ્રોડક્ટસ નેચરલ ગેસ.

હેઝાર્ડ : ફ્લેમેબલ, ફાયર રિસ્ક, એકસ્પ્લોઝીવ લીમિટ ઇન એર ૧ ટુ ૬%

પ્રોપર્ટી : બોઇલીંગ પોઇન્ટ ૩૦-૬૦ સે.ગ્રેડ, ફ્લેશ પોઇન્ટ ૫૭ ફ્રે. (- ૫૦ સે.ગ્રેડ) ઓટોઇગનીશન ટેમ્પ્રેસર ૫૫૦ ફે. (૨૮૭ં સે. ગ્રેડ) સ્પે. ગ્રેવિટી ૦.૬

લાઇસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જરૂરી બને છે.