મસાજ ઓઇલ વિશે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
આ પ્રકારના એસેન્સીયલ ઓઇલનો ઉપયોગ સ્પ્રે પરફ્યુમ્સ કોસ્મેટિક, ફાર્મા, અને ડોમેસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં બહોળા પ્રમાણમાં થાય છે.
આર્થિક સધ્ધરતાના સંદર્ભમાં ઔષધિય અને સુગંધિત પાકની ખેતી નફાકારક બની રહેશે. આ પાકમાં તીવ્ર સુગંધ હોવાને કારણે જીવાત દૂર રહે છે. જેમકે સિટ્રોનિલા ઓઇલ, સિટ્રોનિલા ઓઇલથી મચ્છરો દૂર ભાગે છે. જેથી સિટ્રોનિલા ઓઇલનો મોટા પાયે ઉપયોગ ફીનાઈલ ઉદ્યોગમાં થાય છે. સિટ્રોનિલા ઓઇલને ફીનાઈલમાં વાપરવા માટેનું ફોર્મ્યુલેશન બનાવવામાં આવે છે.
જે આ પ્રમાણે છે. સિટ્રોનિલા ઓઇલ, નોનાઇલ ફિનોલઇથીલીન ઓકસાઇડ કન્ડેનસેટ અને પાણીનો ઉપયોગ કરી સફેદ ફીનાઇલ બનાવી શકાય છે. આ પ્રોડક્સ ઘર તેમજ ઓફિસોમાં વાપરી શકાય છે. જેનાથી મચ્છરો દૂર રહે છે.
સુગંધિત પાકમાંથી નીકળતું એસેન્સીયલ ઓઇલ ને સૌ પ્રથમ પ્રિઝર્વ કરવું જરૂરી છે. કારણ કે પ્રિઝર્વવેટિવ સિવાય આ ઓઇલની શેલ્ફ લાઇફ બીલકુલ રહેતી નથી.
જો આ ઓઇલમાં પ્રિઝર્વવેટિવ અથવા એન્ટીઓક્સીડેન્ટ નાખવામાં ન આવે તો આ ઓઇલની પોતાની નેચરલ સુગંધ ખતમ થઇ જાય છે.
ધ ઇન્ડસ્ટ્રીઝ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોર્મ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ
નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.








