ભારતની મોટી કંપનીઓ રીસર્ચથી દૂરમહત્વની AI - તક ગુમાવી જોખમથી દૂર અને પ્રોફીટ કરવામાંજ રસ

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- ઇન્ટરનેટ ટેકનોલોજી હોય કે AI ટેકનોલોજી હોય પરંતુ જેમ અમેરિકા રીસર્ચ પાછળ પૈસા ખર્ચીને પોતાની પ્રોડક્ટ બનાવે છે એવું ભારતમાં ભાગ્યેજ જોવા મળે છે..
- સર્વમAI આજની તારીખમાં ભારતનું પરફેકટ મોડલ છે. પરંતુ બિચારાને રોકાણના ફાંફા છે. બે દિવસ અગાઉ તેને સિરીઝ બી હેઠળ ૩૦૦ મિલીયન ડોલરનું ફંડીંગ મળ્યું છે
- ભારતની કોઇ આઇટી કંપની સર્વમને ટેકો આપવા આગળ આવી નથી.અહીં ઓસ્ટ્રેલિયાના એન્જીનિયર પીટર સ્ટેન બર્જરનું બહુ વાઇરલ થયેલા નામનો ઉલ્લેખ જરૂરી લાગે છે. સાનફ્રાન્સિસ્કોમાં પણ આ નામ બહુ ચર્ચામાં આવ્યું હતું. તેણે ક્લો બોલ્ટ તૈયાર કર્યું હતું પછી તેનું નામ બદલીને ઓપન ક્લો રાખ્યું હતું
- જેમની પાસે બુધ્ધિશક્તિ છે અને જેમના પાસે આર્થિક શક્તિ છે તે બંનેનો મેળાપ થાય તો તે ક્ષેત્રે ચમત્કાર જોવા મળી શકે છે
- જ્યારે અમેરિકાએ ભારત એન્થ્રોપીકના મોડલ વાપરી ના શકે એવા કડક પગલાં ભર્યા ત્યારે ભારતની કંપનીઓએ કોઇ ખાસ પ્રત્યાધાત આપ્યા નહોતા
- ભારતની કોર્પોરેટ કંપનીઓ રીસર્ચને તક તરીકે નથી જોતી પણ જોખમ તરીકે જુવે છે. જોખમના લાભ લેવા તે તૈયાર નથી તે દેખાઇ આવે છે
અમેરિકાએ એન્થ્રોપીક ના ફેબલ -ફાઇવ અને એન્થ્રોપપીક-ફાઇવ પર ભારત સહિતના તમામ દેશો વાપરી ના શકે તે રીતે પ્રતિબંધ મુક્યો તે દર્શાવે છે કે અમેરિકા AI સંશોધનો પર પોતાનો કાબુ રાખવા માંગે છે. અમેરિકાએ લીધેલા પગલાંનોે ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓએે વિરોધ કર્યો છે. એન્થ્રોપીકના કરાર ભારતની કંપનીઓ સાથે પણ હોવા છતાં અમેરિકાએ ભારતીયો વાપરી ના શકે તેવા પગલાં ભર્યા છે.
ભારતના સત્તાવાળાઓ વારંવાર આત્મનિર્ભર બનવાનો ચીપીયો પછાડે છે પરંતુ ઇન્ટરનેટ ટેકનોલોજી હોય કે AI ટેકનોલોજી હોય ભારત રીસર્ચ ક્ષેત્રે અન્ય દેશો સાથેની હરોળમાં રહેવાની બસ ચુકી ગયું છે. ઇન્ટરનેટ ટેકનોલોજી હોય કે AI ટેકનોલોજી હોય પરંતુ જેમ અમેરિકા રીસર્ચ પાછળ પૈસા ખર્ચીને પોતાની પ્રોડક્ટ બનાવે છે એવું ભારતમાં ભાગ્યેજ જોવા મળે છે.
ભારતમાં જાયન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપનીઓ છે પણ કોઇ રીસર્ચ પાછળ કોઇ કંપની પૈસા ખર્ચવા કે રાકાણ કરવા તૈયાર નથી હોતી. ભારતની કંપનીઓ ધારે તો કેલિફોર્નિયામાં વસતા ભારતના આઇટી એન્જીન્યરોનો ઉપયોગ કરીને વિશ્વ નકશા પર ભારતને ચમકતું કરી શકે છે. અમેરિકા અને ચીન રીસર્ચ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે.
ભારતની કંપનીઓને તૈયાર માલ કે તૈયાર કંપનીઓ ખરીદવામાં વધુ રસ છે. રીસર્ચનું મહત્વ આ કંપનીઓ સમજી શકતી નથી. ઇન્ટરનેટ અને AI ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં માથું ઉંચું રાખીને ફરવું હશે તો ભારતની કંપનીઓએ રીસર્ચ પાછળ વધુ બજેટ ફાળવવું પડશે. કહ ેછે કે ભારતની કંપનીઓને નફામાં વધુ રસ હોય છે અને રીસર્ચ પાછળ બહુ રસ નથી.
ભારતમાં ૮૦૦ મિલીયન જેટલા ઇન્ટરનેટ યુઝર્સ છે. તે જે ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરે છે તે ભારતના નથી હોતા. સ્માર્ટફોન ભારતમાં એસેમ્બલ થાય છે પરંતુ તેમાં વપરાતી સ્માર્ટ સર્કીટો વગેરે વિદેશમાં બને છે. ભારત પાસે ૫.૮ મિલીયન જેટલા સોફ્ટવેર ડેવલોપર્સ છે છતાં ઇન્ટરનેટ કનેક્શન સ્પીડમાં ભારત ૮૦મા નંબરે આવે છે. ૨૦ ટકા જેટલા ગામો હજુ બ્રોડબેન્ડનું સુખ મેળવી શક્યા નથી. જ ેલોકોને સ્પીડ મળે છે તે લોકો પણ રીસર્ચ લેવલે કોઇ કામ નથી કરતા.
મેક ઇન ઇન્ડિયાના પ્રોજક્ટ હેઠળ સરકારે વિવિધ ક્ષેત્રને પીએલઆઇ (પ્રોડક્શન લીંક સ્કીમ) હેઠળ જોડયા છે. પરંતુ ઇન્ટરનેટ ટેકનોલોજીમાં ભારત બહુ પાછળ જોવા મળે છે.
આ લખવાનું તાત્પર્ય એ છે કે ઇન્ટરનેટના વપરાશકારો ૮૦૦ મિલીયન હોવા છતાં દરેક વિદેશની કંપનીઓના બ્રાઉઝર તેમજ અન્ય ટેકનોલોજી વાપરે છે. ભારતના પોતાના બ્રાઉઝર છે પરંતુ ગુગલ, માઇક્રોસોફ્ટ વગેરેેએ તેમની રીસર્ચ વિશ્વના લોકો માટે મફતમાં આપીને બહુ મોટો ગ્રાહક બેઝ ઉભો કરી દીધો છે.
ભારતના બ્રાઉઝરનું નથી માર્કેટીંગ કરાતું કે નથી તેના વપરાશ માટે સરકારે પોતે કોઇ તૈયારી બતાવતી. ગુગલ ક્રોમ ઇનબિલ્ટ આવે છે. ભારતના લોકોને ગુગલ,માઇક્રોસેફ્ટ વગેરેની ખબર છે પરંતુ ભારતની ઇન્ટરનેટ કંપનીઓના નામોની ભાગ્યેજ ખબર હોય છે.
જ્યારે અમેરિકાએ ભારત એન્થ્રોપીકના મોડલ વાપરી ના શકે એવા કડક પગલાં ભર્યા ત્યારે ભારતની કંપનીઓએ કોઇ ખાસ પ્રત્યાધાત આપ્યા નહોતા. જેમ ઇન્ટરનેટ ટેકનોલોજી માટે ભારતે અમેરિકી કંપનીઓની શરણે જવું પડયું છે એમ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે પણ થવા જઇ રહ્યું છે. ગયા શુક્રવારે જ્યારે શેરબજાર તૂટયું ત્યારે સૌથી મોટો ફટકો આઇટી કંપનીઓને પડયો હતો. ઇન્ફોસિસ જેવી નામાંકીત કંપનીઓના શેર્સ છ ટકા જેટલા તૂટયા હતા.
ભારતની આઇટી કંપનીઓ રીસર્ચથી દુર રહે છે. ઉદાહરણ આપીને લખીયે તો સર્વમAI આજની તારીખમાં ભારતનું પરફેટ મોડલ છે. પરંતુ બિચારાને રોકાણના ફાંફા છે. બે દિવસ અગાઉ તેને સિરીઝ બી હેઠળ ૩૦૦ મિલીયન ડોલરનું ફંડીંગ મળ્યું છે. ભારતની કોઇ આઇટી કંપની સર્વમને ટેકો આપવા આગળ આવી નથી. સર્વમને જે ફંડ મળ્યું તે અમેરિકા અને ચીનની કંપનીને મળતા ફંડની સરખામણીમાં સાવજ ઓછું છે.
સોફ્ટ બેંક જેવા પણ સર્વમ AI માં રોકાણથી દુર રહ્યા તે તો ઠીક પણ એચસીએલ ટેકનોલોજી સિવાય કોઇ ભારતીય કંપનીઓ આગળ આવી નહોતી. અહીં ઓસ્ટ્રેલિયાના એન્જીન્યર પીટર સ્ટેન બર્જરનું બહુ વાઇરલ થયેલા નામનો ઉલ્લેખ જરૂરી લાગે છે. સાનફ્રાન્સિસ્કોમાં પણ આ નામ બહુ ચર્ચામાં આવ્યું હતું. તેણે ક્લો બોલ્ટ તૈયાર કર્યું હતું પછી તેનું નામ બદલીને ઓપન ક્લો રાખ્યું હતું. તેનું સાહસ જંગલની આગની જેમ પ્રસરી ગયું હતું. અમેરિકાના અબજોપતિઓ તેના સશોધનમાં રોકાણ કરવા તૈયાર થઇ ગયા હતા.
ભારતની કોર્પોરેટ કંપનીઓ રીસર્ચને તક તરીકે નથી જોતી પણ જોખમ તરીકે જુવે છે. જોખમના લાભ લેવા તે તૈયાર નથી તે દેખાઇ આવે છે. ભારતમાં જાયન્ટ કંપનીઓ છે. રીલાયન્સ કે અદાણી જેવા સર્વમ AIને સપોર્ટ કરે તો ભારત AI ક્ષેત્રે આત્મ નિર્ભર બની શકે છે. તેને કોઇ વિદેશી ફંડીંગ માટે રાહ ના જોવી પડે.
ભ્રષ્ટાચાર, નિતી વિષયક સમસ્યાઓ,કાયદાની ગૂંચ જેવા વાંધા ઉભા કરીને દેશની કંપનીઓ રોકાણ કરવા તૈયાર નથી થતી. દેશની કંપનીઓને તૈયાર માલ લેવામાં રસ છે પરંતુ કોઇના સ્વતંત્ર સાહસને ટેકો આપવા તે તૈયાર નથી.
ભારતની આઇટી કંપનીઓ હવે પહેલા જેવી મજબૂત નથી રહી. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં તેની પીછેહઠ જોવા મળી રહી છે.
ભારતની જાયન્ટ કંપનીઓ માટે ૧૦૦-૨૦૦ કરોડનું રોકાણ બહુ સામાન્ય વાત છે. ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇકો સિસ્ટમ ઉભી કરવામાં ભારતની કંપનીઓ નિષ્ફળ જતા લોકો ગુગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન વગેરેને વળગી રહ્યા છે. આવુંજ AIની ઇકો સિસ્ટમ ઉભી કરવામાં થયું છે.
AIની ઇકો સિસ્ટમ ઉભી કરવી આસાન નથી. તે માટે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને આર્થિક મદદ કજરવી પડશે. સરકારે પણ પ્રોત્સાહન માટેની સ્કીમ આપવી પડશે. સરકારે ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો અને જાયન્ટ કહી શકાય તેવી રીલાયન્સ, અદાણી, ટાટા જેવી કંપનીઓ વચ્ચે બેઠક યોજીને તેમને નડતી આર્થિક સમસ્યાની વિગતોની આપ-લે કરવાની જરૂર છે.
જેમની પાસે બુધ્ધિશક્તિ છે અને જેમના પાસે આર્થિક શક્તિ છે તે બંનેનો મેળાપ થાય તો તે ક્ષેત્રે ચમત્કાર જોવા મળી શકે છે.
તાઇવાન અને સાઉથ કોરીયાના બજારોમાં ઉછાળા મારતી તેજી છે જ્યારે ભારતમાં આઇટી કંપનીના શેરો તૂટી રહ્યા છે. ભારતની કંપનીઓ રીસર્ચથી દુર રહેતી હોઇ તેની અસર ભારતના બજારો પર પડે છે.
ઇન્ટરનેટ ક્ષેત્રે ભારતના બ્રાઉઝર છે પરંતુ કોઇ તેને ઓળખતું પણ નથી.ભારતે પ્રયાસ નથી કર્યા એવું પણ નથી. ભારતે ઇલેકટ્રોનિક્સ મંત્રાલયના નેજા હેઠળ ઇન્ડિયન વેબ બ્રાઉઝર ડેલવોપમેન્ટ ચેલેન્જ જેવા પ્રોગ્રામ પણ તૈયાર કર્યા હતા. ભારતે ડેટા સિક્યોરીટી માટે ડેટા પ્રોટેક્શન એક્ટ પણ તૈયાર કર્યો હતો. આત્મ નિર્ભર કહેવું
આસાન છે પણ તેના માટેના પ્રયાસો બહુ અઘરા છે.
ભારતની કંપનીઓની નજર માત્ર નફા પર રહેલી છે જેના કારણે પહેલા ઇન્ટરનેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હવે ઇકો સિસ્ટમ ઉભી કરવાની બસ ભારત ચૂકી ગયું છે.
ભારતની ટેકનોલોજીકલ ઇકો સિસ્ટમ મોટા ભાગે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર સાથે જોડાયેલી છે. ભારતની નામાંકીત આઇટી કંપનીઓ જેવીકે ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ વગેરે નામો વિશ્વમાં ચમકી રહ્યા છે. સોફ્ટવેર આઉટ સોર્સીંગ અને ડિપ ટેક રીસર્ચમાં પણ આ કંપનીઓે પ્રગતિ કરી છે પરંતુ જ્યારે AI ટેકનોલોજીની વાત આવે છે ત્યારે તેમાં રીસર્ચ ક્ષેત્રે તેમનું પ્રદાન ઓછું હોવાનું દેખાઇ આવે છે.
AI ક્ષેત્રે રીસર્ચ અને નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની નિતી સરકાર માટે પડકાર રૂપ છે. સરકારની જેમ પ્રાઇવેટ સેક્ટર માટે પણ AI રીસર્ચ મોટો પડકાર ઉભો કરી રહ્યું છે. AI રીસર્ચ પાછળ ઘણો સમય ફાળવવો પડે છે અને પૈસાની પણ જરૂર પડે છે. અબજો રૂપિયા કમાતી ભારતની કંપનીઓના ગળે રીસર્ચની વાત ઉતરતી નથી.
જ્યારે વિશ્વ નવી દિશા ચીંધી રહ્યું છે ત્યારે ભારતની કંપનીઓેએ પણ પોતાની જવાબદારી સમજવાની જરૂર છે.
એક વાત નક્કી છે કે આજે રીસર્ચ પાછળ કરેલું રોકાણ તાત્કાલીક કોઇ ફળ નથી આપવાનું પરંતુ લાંબા ગાળે દેશ અને વિશ્વને કશુંક આપી શકશે અને વિશ્વની ટેકનોલોજી સાથે સંકળાયેલા દેશોની હરોળમાં ઉભા રહી શકાશે.

- ઇલોન મસ્કે આખી AI કંપની 60 અબજ ડોલરમાં ખરીદી લીધી
ગયા અઠવાડિયે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ૫૯મી વાર્ષિક સાધારણ સભા મળી ત્યારે જીયો પ્લેટફોર્મના ૩૭,૭૦૦ કરોડના મેગા આઇપીઓની જાહેરાત કરાઇ તેમાં ભવિષ્યના પ્લાન હેઠળ ભારતની ટેકનોલોજી ઇકો સિસ્ટમ માટે સીમાં ચિન્હ રૂપ પગલાં લેવાની જાહેરાત કરાઇ છે પરંતુ એઆઇ ટેકનોલોજીમાં રોકાણ કે તેમાં રીસર્ચનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. રિલાયન્સ ધારે તો વિશ્વના ટેકનોલોજીસ્ટોને આમંત્રી શકે છે. તાજેતરમાં વિશ્વના સૌ પહેલા ટ્રિલીયોનર અને ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કે ભારતના યુવાન અમન સાગર સહિતના ચાર ફાઉન્ડર પાસેથી કંપની કર્સર (ભેર્જિિ) ખરીદીને સૌને ચોંકાવી દીધા હતા. ઇલોન મસ્કે આખી AI કંપની ૬૦ અબજ ડોલરમાં ખરીદી લીધી હતી. અમન સાગર મૂળ ભારતીય છે. અમનના પિતા અરવિંદ સાગર આઇઆઇટી મુબંઇ સાથે સંકળાયેલા છે, તેમની માતા શિલ્પા સાગર ઓર્થો ડેન્ટીસ્ટ છે. કર્સ પહેલા અમન સાગર ગુગલ તેમજ AI કન્સલટીંગ ફર્મમાં કામ કરી ચૂક્યા છે.
અમન સાગરનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે ઇલોન મસ્ક જેવા AI માં જંગી રોકાણ કરી રહ્યા છે. ભારતની કોઇ જાયન્ટ કંપનીએ AI કંપની ખરીદી નથી તે નોંધનીય છે.








