Magazines

ખાલી તિજોરી, ગીરવે મૂકેલું સોનું, કંગાળ થવાની અણી પર દેશને બચાવનાર'સાયલન્ટ ગવર્નર'..

By GS TEAM
10 May 20265 mins read
ખાલી તિજોરી, ગીરવે મૂકેલું સોનું, કંગાળ થવાની અણી પર દેશને બચાવનાર'સાયલન્ટ ગવર્નર'..

- ભારત માટે વર્ષ 1990-91નો સમયગાળો સૌથી મુશ્કેલ હતો. તે સમયે બેલેન્સ ઓફ પેમેન્ટ (BoP)નું સંકટ હતું...

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ભારત પાસે માત્ર એક અઠવાડિયા માટે પૂરતું ફોરેક્સ રિઝર્વ બચ્યું હતું, મોંઘવારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને ભારત પોતાનું સોનું વેચવા માટે મજબૂર બન્યું હતું. IMFનો દરવાજો ખખડાવવો પડયો હતો

- આર્થિક ક્ષેત્રના લોકો પણ આરબીઆઈના (RBI) ગવર્નર એસ. વેંકિટરમણન (S. Venkitaramanan)ની પ્રશંસા કરી રહ્યા છે

 ભારતના ઇતિહાસના અનેક ગૌરવવંતા ચેપ્ટરો ક્યાં તો દુર કરી દેવાયા છે કે લોકોની નજર ના પહોંચે તે રીતે તેને દબાવી દેવાયા છે. અઝાદીની લડતમાં શહીદ થયેલા અનેક વીરોના નામ નિશાન જોવા નથી મળતા પરંતુ મહાત્મા ગાંધીજીએ એકલા હાથે આઝાદી આપી અપાવી એવું ચિતરવામાં આવ્યું છે. જોકે નવી પેઢી હવે પૂછે છે કે વીર ભગતસિંહ કોણ હતા, જનરલ ડાયરને કોણે માર્યો, સુભાષ ચંન્દ્ર બોઝનું મૃત્યુ કેવી રીતે થયું વગેરે. એવું જ આઝાદી પછીની કેટલીક ઘટનાઓ માટે પણ કહી શકાય. દેશના આર્થિક બાબતો સામે આવેલી જંગી મુસીબતોનેા સામનો કરનારાને લોકો ભૂલી ગયા છે. આર્થિક સુધારણા માટે માત્ર ભૂતર્પૂ્વ વડાપ્રધાન મનમોહન સિંહનું જ નામ બોલાય છે પરંતુ રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર એસ. વેંકિટરમણનના નામનો કોઇ ઉલ્લેખ થતો નથી. આ એ  માણસ છે કે જેણે દેશની ખાલી તિજોરી, ગીરવે મુકેલું સોનું અને  કંગાળ થવાની અણી પર  ભારત દેશ હતો ત્યારે દેશને બચાવ્યો હતો.

લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર.  'ધ સાયલન્ટ સેવિયર ગવર્નર' નામની નવી ફિલ્મ આવી રહી છે. તેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે, જેમાં મનોજ બાજપેયીએ આરબીઆઈ (RBI) ગવર્નર એસ. વેંકિટરમણન (જી. ફીહંૈાચચિસચહચહ)નું પાત્ર ભજવ્યું છે. જ્યારે દેશ આર્થિક  સંકટનો સામનો કરી રહ્યો હતો, ભારત પાસે માત્ર એક અઠવાડિયા માટે પૂરતું ફોરેક્સ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) બચ્યું હતું, દેશમાં મોંઘવારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને ભારત પોતાનું સોનું વેચવા માટે મજબૂર બન્યું હતું. દેવા માટે ભારતે IMFનો દરવાજો ખખડાવવો પડયો હતો. તેવા સંકટના સમયમાં ભારતને આર્થિક નાદારીમાંથી બચાવનારા 'રિયલ હીરો' એસ. વેંકિટરમણન પર ફિલ્મ બની છે. જેમાં એસ. વેંકિટરમણનનું  પાત્રને મનોજ બાજપેયી પડદા પર જીવંત કરશે. ફિલ્મ આવતા મહિને  રિલીઝ થશે, પરંતુ તે પહેલાં તે સમયના આર્થિક સંકટ પર નજર કરીયે.

૧૯૯૦-૯૧નું ભારતનું આર્થિક સંકટ

ભારત માટે વર્ષ ૧૯૯૦-૯૧નો સમયગાળો સૌથી મુશ્કેલ હતો. તે સમયે બેલેન્સ ઓફ પેમેન્ટ (મ્ર્ઁ)નું સંકટ હતું અને શેરબજારમાં હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દેશની તિજોરીમાં માત્ર એક અઠવાડિયા માટેનું જ રિઝર્વ બચ્યું હતું. શંકર આચાર્યના પુસ્તક ''ઈજજચઅ ર્હ સ્ચબર્િીર્બર્હસૈબ ર્ૅનૈબઅ ચહગ ય્ર્િુાર ૈહ ૈંહગૈચ' માં આ આર્થિક સંકટ વિશે લખવામાં આવ્યું છે કે દેશની નિકાસ સતત ઘટી રહી હતી. ફોરેક્સ રિઝર્વ ઘટીને માત્ર ૧.૨ અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું, જેનાથી માંડ એક અઠવાડિયાની આયાત થઈ શકે તેમ હતી.

ખાડી દેશોમાં યુદ્ધના કારણે ક્ડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા. કાચા તેલની કિંમત ૧૭ ડોલર પ્રતિ બેરલથી વધીને ૩૬ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. મોંઘવારી ચરમસીમા પર હતી. નબળી વિદેશી રોકાણ નીતિઓને કારણે વ્યાપાર ખાધ વધી રહી હતી, જેને પૂરી કરવા માટે ભારતે વિદેશો પાસેથી વધુ લોન લેવી પડી હતી. આ એ વર્ષ હતું જ્યારે દેશ ડિફોલ્ટર થવાની અણી પર હતો, કારણ કે તેની પાસે લોન ચૂકવવા માટે રકમ ન હતી. ભારતની રાજકોષીય ખાધ (ખૈજબચન ઘીકૈબૈા) જીડીપીના ૮.૫% સુધી પહોંચી ગઈ હતી. ભારત પર ચારેબાજુથી મુસીબતો આવી રહી હતી.

ભારતને નાદાર થતાં બચાવનારા આરબીઆઈના ગવર્નર

ભારત કંગાળના આરે પહોંચી ગયું હતું, તિજોરી ખાલી હતી. એવા મુશ્કેલ સમયમાં તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નરની કમાન એસ. વેંકિટરમણન (જી. ફીહંૈાચચિસચહચહ) ને સોંપી. ચંદ્રશેખર સરકારે વેંકિટરમણનને આરબીઆઈના ૧૮મા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા. તેમને ખાલી તિજોરી સાથે દેશના અર્થતંત્રને બચાવવાની કપરી જવાબદારી મળી હતી.

એસ. વેંકિટરમણને દેશને નાદાર થતાં કેવી રીતે બચાવ્યો?

એસ. વેંકિટરમણનની સામે વિકરાળ મોંઘવારી, ખાલી તિજોરી, ઘટતી નિકાસ અને અસ્થિર સરકાર જેવા મોટા પડકારો ઊભા હતા. તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ નહોતો કર્યો, પરંતુ તેમની સામે દેશને આ સંકટમાંથી બહાર કાઢવાનો મોટો પડકાર હતો. આરબીઆઈના ગવર્નર બનતા પહેલા ૧૯૮૫ થી ૧૯૮૯ સુધી ફાઇનાન્સ સેક્રેટરી રહી ચૂકેલા વેંકિટરમણને ચૂપચાપ એવી રણનીતિઓ પર કામ કરવાનું શરૂ કર્યું, જે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકે.

તેમનો પહેલો પડકાર બેલેન્સ ઓફ પેમેન્ટનું સંચાલન કરવાનો હતો, તેમણે અન્ય સેન્ટ્રલ બેંકો સાથે વાત કરી જેથી વિદેશી હૂંડિયામણ ભંડોળ વધારી શકાય. આ માટે તેમણે સોનું ગીરવે મૂકવાનો કઠોર નિર્ણય લીધો. તેમણે અત્યંત ગોપનીય રીતે ૬૭ ટન સોનું વિદેશમાં ગીરવે મૂક્યું. બેંક ઓફ ઈંગ્લેન્ડ અને યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીય સોનું ગીરવે મૂકીને ૪૦૦ મિલિયન ડોલરની લોન મેળવવામાં આવી. જોકે આ રકમ ભારતને ડિફોલ્ટ થતાં બચાવવા માટે પૂરતી ન હતી, પરંતુ તેનાથી ભારત પર બેંકોનો ભરોસો વધવા લાગ્યો. સંકટનો સામનો કરવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પાસેથી લોન લેવાનો નિર્ણય કર્યો. વર્ષ ૧૯૯૧ના આર્થિક સંકટ દરમિયાન, ભારતે IMF પાસેથી અંદાજે ૧.૨ અબજ ડોલરની ઈમરજન્સી લોન લીધી, જોકે તેના બદલામાં ભારતે કેટલીક કડક શરતો માનવી પડી હતી.

સાયલન્ટ ગવર્નરરનું યોગદાન

આરબીઆઈના આ 'સાયલન્ટ ગવર્નરે' માત્ર દેશને આર્થિક સંકટમાંથી જ બહાર ન કાઢયો, પરંતુ અર્થતંત્રને મજબૂત કરવા માટે ઝડપી નીતિઓ પણ લાગુ કરી. ભારતે સુધારાઓ અપનાવ્યા, ઉદારીકરણ (ન્ૈમીચિનૈડર્ચૌહ) ની નીતિઓ લાગુ કરવામાં આવી. ખાનગીકરણને પ્રોત્સાહન મળ્યું. વૈશ્વિકીકરણ (ર્ય્નમચનૈડર્ચૌહ) દ્વારા વિદેશી રોકાણ  માટે ભારતીય બજારોના દ્વાર ખોલવામાં આવ્યા.

તેમણે એવા નિર્ણયો લીધા જેનાથી દેશની નિકાસને વેગ મળ્યો. વિદેશી હૂંડિયામણમાં વધારો થાય તે હેતુથી તેમણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય કેન્દ્રીય બેંકો સાથે મળીને કામ કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના સ્ટેબિલાઈઝેશન પ્રોગ્રામને અપનાવ્યો. ભારતીય રૂપિયાનું અવમૂલ્યન (ઘીપચનેર્ચૌહ) કર્યું, જેનાથી દેશના આર્થિક સુધારાનો માર્ગ મોકળો થયો. તેમણે બેંકિંગ અને વિનિમય દરમાં પણ ઐતિહાસિક સુધારાઓ કર્યા.

ખરેખર આવા સાયલન્ટ હિરોને શોધીને તેમની બાહોશ નિતીઓનું જ્ઞાાન સ્કુલના વિદ્યાર્થીઓને પણ આપવું જોઇએ.