ગોટાળા કરતી કંપનીઓને સેબીનો ડર નથી સોનાની નહીં, કૌભાંડની ખાણ રોકાણકારોને છેતરનારા દેવાળિયા બને છે...

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- કોર્પોરેટ કંપનીઓના કૌભાંડો એ ભારતમાં બહુ નવી વાત નથી, છાશવારે એકાદ કંપની કરોડોના કૌભાંડોમાં અટવાયેલી જોવા મળે છે
- રોકાણકારોનો વિશ્વાસ મેળવવો અને તેને ટકાવી રાખવો બહુ મુશ્કેલ હોય છે. રોકાણકારો બહુ ચતુર સાબિત થઇ રહ્યા છે. કંપનીઓના ઓવર બીલીંગ, પેમેન્ટની સિસ્ટમ, રોકાણ ક્યાં કર્યું છે તેવી વિગતો વગેરે ચકાસતા હોય છે..
- સત્યમ કોમ્પ્યુટર હોય કે હોયકે વિશ્વની નામાંકીત એવી એનરોન કંપની હોય દરેક રોકાણકારોને અંધારામાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરીને ફસાય છે અને પછી દેવાળિયાની યાદીમાં નામ નોંધાવે છે. રોકાણકારો પ્રત્યે બેજવાબદાર કંપનીઓમાં તાજેતરમાં વધુ એક નામ રાજેશ એક્સપોર્ટનું જોડાયું છે....
જીવનના મૂલ્યો શીખવતી વાતોમાં ચોરી ના કરવી, ભગવાન ઉપર બેઠો બધું ઉપરથી જુવે છે એમ સમજાવાય છે પરંતુ જીવનમાં ભાગ્યેજ લોકો તે ઉતારે છે. જોકે ભારતીય કંપનીઓમાં ગોટાળા કરનારા ભગવાનથી ભલે ના ડરે પણ રોકાણકારોના ચાતુર્ય અને સેબીના નિયમોથી ડરવું જોઇએ. કેમકે કંપનીઓ વહેલી મોડી સેબીના સકંજામાં આવે છે ત્યારે તે કંપનીને દેવાળીયા બનવા તરફ ખેંચી જાય છે.
કોર્પોરેટ કંપનીઓના કૌભાંડો એ ભારતમાં બહુ નવી વાત નથી. છાશવારે એકાદ કંપની કરોડોના કૌભાંડોમાં અટવાયેલી જોવા મળે છે. કંપનીઓના નામ મોટા હોય છે. કામ કરવાની સ્ટાઇલ વેર્સ્ટન પ્રકારની હોય છે પરંતુ તેની નજર બજારમાંનો પૈસો કેવી રીતે ખેંચી લેવો તેની ફીરાકમાં હોય છે. પોતાની કંપનીઓમાં રોકાણ કરનારાઓને કેવી રીતે અંધારામાં રાખવા અને મોટા મોટા સપનાં બતાવવામાં તે ઉસ્તાદ હોય છે.
ગયા અઠવાડિયે આપણે બાયજૂસ રવિન્ચંદ્રનનો ઉલ્લેખ કર્યો હતો જે ૨૨ અબજ ડોલરની સંપત્તિ પરથી ઝીરો પર આવી ગયા હતા. સત્યમ કોમ્પ્યુટર હોય કે હોયકે વિશ્વની નામાંકીત એવી એનરોન કંપની હોય દરેક રોકાણકારોને અંધારામાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરીને ફસાય છે અને પછી દેવાળીયાની યાદીમાં નામ નોંધાવે છે. રોકાણકારો પ્રત્યે બે જવાબદાર કંપનીઓમાં તાજેતરમાં વધુ એક નામ રાજેશ એક્સપોર્ટનું જોડાયું છે. જેનો સોનાની ખાણમાં રોકાણના નામે રોકાણકારોને મૂર્ખ બનાવે રાખ્યા હતા અને છેલ્લે પરપોટો ફૂટયો હતો.
રાજેશ એક્સપોર્ટ પર રોકાણકારોેને બહુ ભરોસો હતો. રોકાણકારોનો વિશ્વાસ મેળવવો અને તેને ટકાવી રાખવો બહુ મુશ્કેલ હોય છે. રાકોણકારો બહુ ચતુર સાબિત થઇ રહ્યા છે. કંપનીઓના ઓવર બીલીંગ, પેમેન્ટની સિસ્ટમ રોકાણ ક્યાં કર્યું છે તેવી વિગતો વગેરે ચકાસતા હોય છે. રાજેશ એક્સપોર્ટે આફ્રિકામાં જ્યાં સોનાની ખાણમાં રોકાણ કર્યું હતું તે સ્થળના અસ્તિત્વ સામે રોકાણકારોએ અવાજ ઉઠાવતાં સેબી મેદાનમાં આવી હતી.
રાજેશ એક્સપોર્ટ મજબૂત કંપની હતી. રૂ. ૩,૦૦૦ કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી લિસ્ટેડ એન્ટિટી છે, જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ૧૦૯ પાનાના વચગાળાના આદેશમાં જણાવ્યા બાદ વિવાદોના વંટોળમાં છે, જેમાં જણાવાયું છે કે કંપની દ્વારા નોંધાયેલ આશરે રૂ. ૧૫ લાખ કરોડની આવકમાંથી ૯૭% થી ૯૯% ખોટા બીલો આધારીત છે.
જ્યારે ક્યાંય ખોટા બીલોનો વિવાદ થાય ત્યારે સત્યમ કોમ્પ્યુટર કૌભાંડ યાદ આવે છે. બાયરજ્જૂ રામ લિંંગા રાજુે ખોટા ઓર્ડરો અને ચૂકવણી બતાવીને કંપનીના રોકાણકારોને ૭૧૩૬ કરોડમાં નવડાવ્યા હતા. સામાન્ય લોકોના મનમાં એવો પ્રશ્ન થાય કે દેશની તપાસ એજંસીઓને વહેલી મોડી ખબર પડશેતો શું થશે ?જેલમાં જવું પડશે તો રોકાણ કારોને શું જવાબ આપીશું?
રાજેશ એક્સપોર્ટ્સના કૌભાંડની કથા સમજવા જેવી છે. તેના મૂળમાં, કંપનીએ લગભગ રૂ. ૧૫ લાખ કરોડની આવક ઉભી કરવાનો દાવો કર્યો હતો, જેમાંથી ૯૭%-૯૯% તેની સ્વિટ્ઝર્લેન્ડની પેટાકંપની, વેલકેમ્બી એસએ (ફચનબચસમૈ જીછ), જે એક સ્વિસ ગોલ્ડ રિફાઇનરી છે, તેમાંથી આવી હતી. જો કે, જ્યારે SEBI એ નાણાકીય નિવેદનોની તપાસ કરી ત્યારે એક વિશાળ વિસંગતતા ઓળખી કાઢી, જેણે અસરકારક રીતે કંપનીના દાવાઓમાં રહેલા ગપલાંને ખુલ્લું પાડયું હતું.
જેમ દરેક કંપની કરે એમ સેબીએ કરેલા આક્ષેપોને રાજેશ એકસપોર્ટ કંપનીએ સખત રીતે નકારી કાઢયા છે અને જણાવ્યું છે કે કોઈ ભંડોળ ડાયવર્ટ કરવામાં આવ્યું નથી. આ બાબત નિયમનકારી તપાસ અને યોગ્ય પ્રક્રિયા હેઠળ છે.
માત્ર રાજેશ એક્સપોર્ટ્સ જ નહીં આ કોઈ અલગ કિસ્સો નથી. ભારતે એવા અનેક કિસ્સાઓ જોયા છે જ્યાં કોર્પોરેટ ડિસ્ક્લોઝર, ગવર્નન્સ પદ્ધતિઓ, એકાઉન્ટિંગ ધોરણો અથવા બિઝનેસ ધારણાઓ ગંભીર તપાસ હેઠળ આવી હતી. ૨૦૦૯માં સત્યમ કોમ્પ્યુટર સર્વિસીસના પતને મોટા પાયે એકાઉન્ટિંગ અનિયમિતતાઓને ખુલ્લી પાડી હતી. ૨૦૧૮માં ૈંન્ઃખજી ના સંકટે લિવરેજ, ગવર્નન્સ અને રિસ્ક ઓવરસાઇટ અંગે ઊંડી ચિંતાઓ પ્રગટ કરી હતી. ઘલ્લખન્ એ શમ્ખભ અને બેંકિંગ ઇકોસિસ્ટમના ભાગોને ખોરવી નાખ્યા હતા, જ્યારે ૨૦૧૯માં કોક્સ એન્ડ કિંગ્સે દેવું, ડિસ્ક્લોઝર અને નાણાકીય નિયંત્રણો અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.
વૈશ્વિક સમાનતાઓ વૈશ્વિક સ્તરે, એનરોન (ઈહર્હિ), જે એક સમયે અમેરિકાની સૌથી મોટી ઉર્જા કંપનીઓમાંની એક હતી, તેણે ઓફ-બેલેન્સ-શીટ સ્ટ્રક્ચર્સ અને એકાઉન્ટિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો જેણે તેની સાચી નાણાકીય સ્થિતિને છુપાવી દીધી હતી. આ કૌભાંડ આખરે ૨૦૦૧ માં કંપનીના પતન અને તેની ઓડિટર આર્થર એન્ડરસન, જે તે સમયે વિશ્વની સૌથી મોટી એકાઉન્ટિંગ ફર્મ્સમાંની એક હતી, તેના વિસર્જન તરફ દોરી ગયું હતું.
વર્લ્ડ કોમ પણ કોર્પોેરેટ જાયન્ટની યાદીમાં આવતી હતી. કંપનીએ એકાઉન્ટિંગ ખોટા વર્ગીકરણ દ્વારા અબજો ડોલરનો નફો વધારીને દર્શાવ્યો હતો. જ્યારે ૨૦૦૨ માં ગરબડો પ્રકાશમાં આવી, ત્યારે તે ઇતિહાસમાં સૌથી મોટી કોર્પોરેટ નાદારીમાંની એક બની ગઈ હતી.
કૌભાંડના કેટલાક એપિસોડ્સએ વૈશ્વિક સ્તરે કોર્પોરેટ ગવર્નન્સમાં પરિવર્તન લાવ્યું. તેઓ કડક ઓડિટર જવાબદારી, સાચા ડિસ્ક્લોઝર આવશ્યકતાઓ, મજબૂત બોર્ડ ઓવરસાઇટ અને યુએસમાં સરબેન્સ-ઓક્સલી એક્ટ સહિતના વ્યાપક નિયમનકારી સુધારા તરફ દોરી જતા હોય છે.
જ્યારે નાણાકીય રિપોર્ટિંગ સિસ્ટમ્સ, ઓડિટર્સ, બોર્ડ્સ, એનાલિસ્ટ્સ અને રેગ્યુલેટર્સ અસાધારણ આંકડાઓને પડકારવામાં એક સાથે નિષ્ફળ જાય છે, ત્યારે જોખમો વર્ષો સુધી છુપા રહી શકતા નથી.
કંપનીઓ જોખમ સાથે રમતી હોય એમ લાગે છે. નિયમનકારોને કાર્યવાહી કરવામાં આટલો સમય કેમ લાગે છે? રાજેશ એક્સપોર્ટ્સ વૈશ્વિક સ્તરે સોનાના સૌથી મોટા નિકાસકારોમાંના એક તરીકે જાણીતું હતું. કદાચ કામગીરીનું વિશાળ સ્કેલ અને કોમોડિટીનું સ્વરૂપ - સોનું એક સરળ વ્યવસાય તરીકે જોવામાં આવે છે . સોનાની ખાણનું નામ આવે એટલે કોઇ તેના પર શંકા ના કરે તે સ્વભાવિક છે.
પરંતુ આ એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ભારતની કોર્પોરેટ કંપનીઓ સામે ચાલીને શા માટે બદનામી વહેારી લે છે. અનેક કંપનીઓ સેલ કંપનીઓના જોરે ખોટા બીલોમાં અટવાયેલી રહે છે. સરકારે સાડા ચાર લાખ જેટલી કંપનીઓને બંધ કરી દીધી છે. કેટલીક એકજ સ્થળ પર રહીને ઓપરેટ કરીને કમિશનો પર ખોટા બીલો આપતી હતી.
અહીં સૌથી મોટો પ્રશ્ન ઓડિટર્સની ભૂમિકાનો પણ છે. ઓડિટર્સને ઘણીવાર શેરધારકો માટે સ્વતંત્ર ચકાસણીની પ્રથમ હરોળ તરીકે વર્ણવવામાં આવે છે. તેમની જવાબદારી માત્ર અંકગણિતની ચોકસાઈની ચકાસણી કરવાની નથી પરંતુ નાણાકીય રોકાણકારોને 'સાચું અને ન્યાયી (ાિેી ચહગ કચૈિ પૈીુ) ચિત્ર રજૂ કરે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાની છે.
આ મુદ્દો ઓડિટર્સથી આગળ વધે છે. બોર્ડ્સ, ઓડિટ કમિટીઓ, સ્વતંત્ર નિર્દેશકો, એનાલિસ્ટ્સ, સંસ્થાકીય રોકાણકારો, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને ધિરાણકર્તાઓ આ તમામ વ્યાપક ગવર્નન્સ ઇકોસિસ્ટમનો ભાગ છે. દરેક તબક્કો જવાબદાર છે.
શું ઓડિટરની નિમણૂકના સુધારા મદદ કરી શકે છે? વડાપ્રધાન કાર્યાલય (ઁસ્ર્ં) હેઠળની ઉચ્ચ સ્તરીય પેનલ દ્વારા હાલમાં તપાસવામાં આવી રહેલી દરખાસ્ત સંભવિતપણે ગવર્નન્સની સાંકળની સૌથી નબળી કડીઓમાંની એકને સંબોધિત કરી શકે છે.








