ચીને ભારતીય ચોખાનો માલ રિજેક્ટ કરતાં સમગ્ર મામલો ગરમાયો

- કોમોડિટી કરંટ
- યુદ્ધને લીધે નિકાસમાં નોંધપાત્ર ઘટાડો : જીરામાં મંદીનો માહોલ
ચૂંટણીઓની સાથે સાથે રાજ્યના કૃષિ બજારોમાં પણ રવિ પાકોની સીઝન પણ લગભગ પૂર્ણ થઈ રહી છે. અતિશય ગરમીને કારણે સવારના સેશનમાં મોટેભાગે વેપારી કામકાજ પૂર્ણ થઈ રહ્યા છે. મસાલામાં ધાણા, હળદરને બાદ કરતાં મોટા ભાગની જણસીઓમાં મંદીને કારણે નિરાશાનો માહોલ છે. મસાલા કિંગ ગણાતા જીરામાં ગત મહિને એપ્રિલમાં પ્રતિ મણે ૪૦૦ થી ૫૦૦ રૂપિયાનું ગાબડું પડીને ભાવો ૩૩૦૦ થી ૩૫૦૦ની રેન્જ બાઉન્ડ સ્થિતિમાં રહ્યા છે. યુદ્ધનો ફટકો નિકાસ ઉપર ખૂબ પડયો છે. ઉત્તમ ક્વોલિટીના જીરાના માલોની ડિમાન્ડ પ્રમાણમાં સારી છે. જીરાનો મુખ્ય આયાતકાર દેશ ચીન તરફથી પણ આ વખતે નબળો પ્રતિસાદ મળતાં અપેક્ષિત માંગ રહી નથી. યુદ્ધના કારણે ખાડી દેશો તથા યુકે, યુરોપમાં પણ ડિમાન્ડ સુસ્ત રહેતાં કૃષિ બજારોમાં માલોનો ભરાવો નોંધપાત્ર થઈ રહ્યો છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુ જણાવે છે કે વર્ષ ૨૦૨૫-૨૬ ના ગાળા દરમ્યાન જીરા નિકાસમાં લગભગ ૨૫ થી ૩૦ ટકા સુધીનો ઘટાડો થતાં ભારતીય નિકાસકારોને અંદાજે વીસેક કરોડ ડોલર ઉપરાંતનું નુકસાન થવાની ભીતિ છે.
દરમ્યાન ચીને હાલમાં ભારતીય ત્રણ કંપનીઓના ચોખાના માલને જીનેટિકલી મોડિફાઈડ એટલે કે ય્સ્ર્ં હોવાનું કારણ દર્શાવીને રિજેક્ટ કરી ત્રણેય કંપનીઓના ઇમ્પોર્ટ લાયસન્સ પણ રદ કરતા સમગ્ર મામલો ગરમાયો છે. ચીને શા માટે ભારતીય ચોખાનો માલ રિજેક્ટ કર્યો તે મામલે અનેક તર્કવિતર્ક સાથે નિકાસકારોએ આ મામલે ભારત સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. નિકાસકારો આ મામલાને ટ્રેડ વોર પણ ગણાવી રહ્યા છે. ચીન ગમે તે કારણોસર ભારત ઉપર પ્રેશર લાવવા મથી રહ્યું છે. ભારત ઉપરાંત થાઈલેન્ડ, વિયતનામ, પાકિસ્તાન જેવા દેશો પાસેથી પણ ચીન ખાદ્ય માલો ખરીદે છે પરંતુ ક્યારેય ય્સ્ર્ં ફ્રી સર્ટીફિકેટની માગણી કરતું નથી. વાસ્તવમાં ૨૦૨૪-૨૫ વર્ષ દરમ્યાન ભારત ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન બનતાં ચીનને આ વાત સહન નહી થઈ હોવાની આશંકા સાથે નાના નાના કારણોસર ભારતના માલો રિજેક્ટ કરી ભારતની શાખ વિશ્વમાં ખરડાય તેવા પ્રયત્નો કરી રહ્યું હોય તેવી વ્યાપક ચર્ચા છે.
આ સંદર્ભે એવા અહેવાલો બહાર આવ્યા છે કે શિપમેન્ટ અગાઉ ભારતીય કંપનીઓએ ચીનની સરકારી એજન્સી પાસે નોન-જીએમઓ નું સર્ટીફિકેટ લીધા છતાં માલ ચીન પહોંચ્યા બાદ રિજેક્ટ કરતાં સમગ્ર મામલે ચીનની દાનત ઉપર પ્રશ્નો ઉભા થયા છે. ચીનના આવા પગલાંને કારણે ભારતીય કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ભારતથી ચીન સુધીના ભાડાં તથા હવે પરત લાવવાના ભાડાં સહિત અનેક ખર્ચાઓનો બોજો ભારતીય કંપનીઓને આર્થિક પાયમાલીમાં ધકેલવાનું ચીને કૃત્ય કરતાં અનેક ટીકાઓ સાથે હવે ભારત સરકારના ચીન સાથેના લેવાનાર પગલાં ઉપર નિકાસકારોની નજર મંડાઈ છે.
ચીન ફક્ત નોન-બાસમતી ટૂટેલા ચોખા કે જેનો વપરાશ મુખ્યત્વે પશુ આહારમાં થાય છે તેને રિજેક્ટ કરેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ભારતમાંથી સરેરાશ ૫૧ લાખ ટન ઉપરાંતનો ટૂટેલા ચોખાની નિકાસ ચીન ઉપરાંત આફ્રિકા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલીપાઈન્સ જેવા દેશોમાં પણ થાય છે. ચીને નાગપુર, રાયપુર તથા હરિયાણાની ત્રણ કંપનીઓના માલો રિજેક્ટ કરતાં આ બાબતે ભારત સરકાર સમક્ષ રજૂઆત થઈ છે. વાસ્તવમાં ભારતમાં વર્ષોથી માત્ર મ્ કોટનને બાદ કરતાં કોઈપણ ય્સ્ જિનેટીકલી મોડીફાઈડ ફૂડ ક્રોપ ચોખા, ઘઉં, દાળો વગેરેનું ઉત્પાદન ગેરકાયદે રહ્યું છે. અને જેનેટિકલ ઇન્જીનીયરીંગ એપ્રેઝલ કમીટી (ય્ઈછભ) ને આજદિન સુધી કોઈ ય્સ્ કૃષિ ઉત્પાદનને માન્યતા આપેલ નથી. ભારત ૧૦૦ ટકા નોન ય્સ્ર્ં અનાજનું ઉત્પાદન કરે છે. આ મામલે હવે કેવા પગલાં લેવાય છે તે ઉપર મીટ મંડાઈ છે.








