Magazines

શેરોમાં મંથલી એક્સપાયરીનાં સપ્તાહમાં પોજીસન આધારીત વધઘટ જોવાશે

By GS TEAM
24 May 20262 mins read
શેરોમાં મંથલી એક્સપાયરીનાં સપ્તાહમાં પોજીસન આધારીત વધઘટ જોવાશે

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૫૪૧૫.૩૫) ૭૯૩૬૭.૦૮ના ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૫૯૪૬, ઉપર ૭૬૧૦૧ ઉપર બંધ આવે તો ધ્યાન સુધારાનું ગણાય. નીચામાં ૭૪૫૨૯, ૭૪૧૮૦, ૭૪૧૩૪ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (૫૪૨૩૭.૨૦) ૫૭૪૪૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૪૫૫૦ ઉપર બંધ આવે તો ધ્યાન સુધારાનું ગણાય.નીચામાં ૫૩૬૦૦ નીચે ૫૩૨૦૦, ૫૨૯૦૦, ૫૨૮૭૨ સપોર્ટ ગણાય.

 નિફટી ફયુચર (૨૩૭૪૪.૦૦)૨૪૬૦૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૮૫૫ ઉપર ૨૩૯૧૫ ઉપર બંધ આવે તો ધ્યાન સુધારાનું ગણાય. નીચામાં ૨૩૫૮૫ નીચે ૨૩૪૪૦, ૨૩૩૪૨ નીચે ૨૩૩૨૦, ૨૩૨૯૦, ૨૩૧૫૦ સુધીની શકયતા ઊભી જ છે.

એક્સીસ બેક (૧૨૮૫.૪૦) ૧૨૨૨.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૨૮૯ ઉપર ૧૩૦૧, ૧૩૧૭, ૧૩૩૫, ૧૩૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૨૬૭ નીચે ૧૨૫૦ સપોર્ટ ગણાય.

એચએફસીએલ (૧૪૮.૨૧) ૧૫૫.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૯.૫૦ ઉપર ૧૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૭ નીચે બંધ આવે તો ૧૩૪, ૧૩૧, ૧૨૫, ૧૧૯ સુધીની શક્યતા.

આઈસીઆઈસીઆઈ બેંક(૧૨૬૪.૩૦) ૧૨૨૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૨૭૧ ઉપર ૧૨૭૬, ૧૨૮૬, ૧૨૯૭ સુધીની શક્યતા. નીચામાં ૧૨૫૫ નીચે ૧૨૪૪, ૧૨૩૪ સપોર્ટ ગણાય.

એમ્બેસી ડેવલપમેન્ટ (૬૧.૭૧) ૭૫.૯૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૫.૫૦ ઉપર ૬૭.૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૧ નીચે ૫૮.૩૦ તુટે તો ૫૭.૫૦, ૫૫.૪૦, ૫૩.૧૦, ૫૪.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા. ઘટાડે રોકાણ કરી શકાય.

સમ્માન કેપીટલ (૧૬૧.૪૬) ૧૩૪.૭૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૬૩ ઉપર ૧૬૫, ૧૬૯, ૧૭૩, ૧૭૭, ૧૮૧, ૧૮૫ સુધીની શક્યતા. નીચામાં ૧૫૨ નીચે ૧૪૩ પેનીક સપોર્ટ ગણાય.

જગતની સૌ ઉથલપાથલ શમે છે એક સરનામે,

નનામી પર કદી ના હોય મુક્તિધામનો સિક્કો.

- જૈમિની કુમાર શાસ્ત્રી.