Magazines

એરાઉન્ડ ધ માર્કેટ .

By GS TEAM
2 Nov 20252 mins read
એરાઉન્ડ ધ માર્કેટ                                               .

સેવા ક્ષેત્રમાં 40 મિલિયન રોજગારનો ઉમેરો 

ભારતના સેવા ક્ષેત્રમાં છેલ્લા છ વર્ષમાં લગભગ 40 મિલિયન રોજગારનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં રોજગાર સ્થિતિસ્થાપકતા ૦.૩૫ થી વધીને ૦.૬૩ થઈ છે, જે બાંધકામ પછી બીજા ક્રમે છે તેમ નીતિ આયોગે એક અહેવાલમાં જણાવ્યું હતું. સેવા ક્ષેત્ર લગભગ ૧૮૮ મિલિયન કામદારોને રોજગારી આપે છે, જે રાષ્ટ્રીય કુલ મૂલ્યવર્ધિત (GVA) ના અડધાથી વધુ યોગદાન આપે છે. જો કે, માળખાકીય સુધારા વિના, આ ક્ષેત્રની સંભાવના ઓછી ગુણવત્તાવાળા રોજગાર વિસ્તરણના ચક્રમાં વેડફાઈ શકે છે, તેવી ચેતવણી અહેવાલમાં આપવામાં આવી છે. સેવા ક્ષેત્રે રોજગારનો હિસ્સો ૨૦૧૧-૧૨ માં ૨૬.૯% થી વધીને ૨૦૨૩-૨૪ માં ૨૯.૭% થયો છે. જો કે, તે હજુ પણ વૈશ્વિક સરેરાશ ૫૦% હિસ્સાથી પાછળ છે, જે ધીમા માળખાકીય સંક્રમણને પ્રતિબિંબિત કરે છે.

ભારત-EU FTA અંતિમ તબક્કામાં 

ભારત અને યુરોપિયન યુનિયન (EU) પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) પર વધુ ચર્ચા કરવા સંમત થયા છે. હાલ સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રહેશે, જ્યારે બંને પક્ષોએ તેમના FTA માં બિન-સંવેદનશીલ ઔદ્યોગિક ટેરિફ લાઇનને અંતિમ સ્વરૂપ આપવા માટે નજીકથી કામ કરવાનો નિર્ણય લીધો છે, તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. પ્રસ્તાવિત કરારના ૨૦ પ્રકરણો અથવા નીતિ ક્ષેત્રોમાંથી ૧૦ ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અન્ય ૪-૫ પ્રકરણો સૈદ્ધાંતિક રીતે વ્યાપકપણે નક્કી કરવામાં આવ્યા છે. વધુને વધુ મુદ્દાઓ પર  કન્વર્જન્સ તરફ ઝુકાવ રાખવામા આવી રહયો છે. જ્યારે તેમની ટીમ આગામી અઠવાડિયે વાટાઘાટો માટે  ભારતની મુલાકાત લેશે ત્યારે આપણે  નોંધપાત્ર  પ્રગતિ કરવાની સ્થિતિમાં હોઈશું.