Magazines

AI-સક્ષમ ટેલિકોમ નેટવર્ક્સમાં અગ્રેસર બનવા માટે ભારતની કવાયત

By GS TEAM
23 Jun 20252 mins read
AI-સક્ષમ ટેલિકોમ નેટવર્ક્સમાં અગ્રેસર બનવા માટે ભારતની કવાયત

- AI કોર્નર

- આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ કનેક્ટેડ નેટવર્ક્સ પર ફોકસ કરી ઘણા મુખ્ય ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે

ભારત આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) સક્ષમ ટેલિકોમ નેટવર્ક બનાવવા માટે સંશોધનને પ્રોત્સાહન આપવા અને માર્ગદર્શિકા તૈયાર કરવાની યોજના ધરાવે છે તેમ ટેલિકોમ્યુનિકેશન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ભારતે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન સાથે નેટવર્ક આર્કિટેક્ચરમાં આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સને એકીકૃત કરવા પર કામ કરવાનું શરૂ કર્યું છે, ખાસ કરીને ૬ય્ના સંદર્ભમાં તેની પર ભાર મૂકવામાં આવ્યો છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ કનેક્ટેડ નેટવર્ક્સ પર ફોકસ કરી ઘણા મુખ્ય ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે, નેટવર્ક આર્કિટેક્ચરમાં આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ ઉમેરવા પર સંશોધન, નવા ઉપયોગના કિસ્સાઓ ઓળખવા, પડકારો અને ખામીઓના ઉકેલો શોધવા, અન્ય માનક વિકાસ સંગઠનો અને ઉદ્યોગ જૂથો સાથે સહયોગમાં આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ  નેટવર્કિંગ માટે એક સમાન અભિગમ સુનિશ્ચિત કરવા. આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ મૂળ નેટવર્ક આર્કિટેક્ચરમાં, નિયંત્રણ અને વપરાશકર્તા પ્લેન બંને પર નેટવર્ક કાર્યનો મોટો ભાગ આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ દ્વારા સંચાલિત છે. આ ટેકનોલોજી મુખ્ય આર્કિટેક્ચર સાથે જોડાયેલી છે જે ઓટોમેશન, આપ્ટિમાઇઝેશન અને બુદ્ધિને સક્ષમ કરે છે. આ નેટવર્ક્સ રીઅલ-ટાઇમ ટ્રાફિક મેનેજમેન્ટને સક્ષમ બનાવશે, જે વ્યસ્ત સમયમાં ઇમરજન્સી કોલ્સને પ્રાથમિકતા આપે છે, તેમજ સ્વ-જાળવણી સુનિશ્ચિત કરશે, જેથી ખામીયુક્ત રાઉટર ખરાબ થાય તે પહેલાં તેને ઠીક કરી શકાય. રાત્રે ન વપરાયેલ સંસાધનોને આપમેળે બંધ કરીને ઊર્જા બચાવવી એ પણ એક બીજું પાસું છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં, દિલ્હીમાં યોજાયેલી 'વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી'માં ભારતના આગ્રહ પછી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનએ આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ પર એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ અપનાવ્યો હતો. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એ માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી માટે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર વૈશ્વિક ધોરણો વિકસાવવામાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે અને આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સમાં ન્યાયીતાનું મૂલ્યાંકન કરવા માટે વિશ્વના પ્રથમ ધોરણોમાંથી એક વિકસાવ્યું છે, એમ તેમ ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતું.

- AI નવા પ્રકારની રોજગારીની તકો ઉભી કરશે

ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ એવી આશંકાઓને નકારી કાઢી છે કે આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ નોકરીઓ ખતમ કરશે. તેમણે કહ્યું હતું કે આ ટેકનોલોજી ભારતના આઇટી ક્ષેત્રમાં ઉત્પાદકતામાં નાટયાત્મક વધારો કરશે અને નવા પ્રકારની રોજગારીની તકો ઉભી કરશે.

કંપનીઓએ માનવ કામદારોના સ્થાનને બદલે એઆઈને સહાયક સાધન તરીકે જોવું જોઈએ. ટેક્નોલોજી નોકરીઓ છીનવી લેશે તે ભય યોગ્ય નથી. તે એક અલગ પ્રકારની નોકરીઓનું સર્જન કરશે તેમાં શંકા નથી. નારાયણ મૂર્તિએ ૧૯૭૦ના દાયકામાં બેંકિંગ ક્ષેત્રના પરિવર્તનને પુરાવા તરીકે ટાંક્યું હતું કે ટેકનોલોજીકલ પ્રગતિ રોજગારનો નાશ કરવાને બદલે ઊભો કરે છે. 'જ્યારે કમ્પ્યુટર્સ બેંકિંગ ક્ષેત્રમાં આવ્યા ત્યારે દરેક વ્યક્તિએ કહ્યું હતું કે હવે નોકરીઓ જશે. પણ એવું કંઈ થયું નથી.