IBC-2016 ના કાયદામાં તાજેતરના કલમ 21થી 28માં સુધારાની મહત્વની બાબતો પર નજર

- GST નું A to Z - હર્ષ કિશોર
- કમિટી ઓફ ક્રેડિટરએ વાજબી મૂલ્ય અને લિક્વિડેશન મૂલ્યની તુલનામાં લેણદારો માટે અપેક્ષિત પુનઃ પ્રાપ્તિ ઉપર તેની ચર્ચાઓ રેકોર્ડ કરવી જોઈએ
ભારત સરકારના તાઃ ૬ અપ્રિલ, ૨૦૨૬ ના ગેઝેટ નોટીફીકેશનથી Insolvency and Bankruptcy Code, 2016 માં મોટા પાયે ફેરફારો કરવામાં આવેલ છે. આઇબીસીના કાયદામાં છેલ્લા દસ વર્ષના અનુભવ, કેટલીક ત્રુટીઓ અને ગેર-રીતિઓનું ઉજાગર થવું, આંતર-રાષ્ટ્રીય ધોરણો મુજબ અને વિવિધ કોર્ટ કેસોના ચુકાદા તેમજ તારણો મુજબ નવી કલમો, સુધારેલ કલમો, proviso ylu explanation સહિત જે કંઈ ફેરફારો તેમજ કરવામાં આવી છે તે વેપાર અને વાણિજ્યિક એકમો વધુ સરળ રીતે કાયદાની જોગવાઈઓની પૂર્તતા કરી શકે તે મુજબ કરવામાં આવી રહેલ છે.
IBBI નો ચર્ચાપત્ર મારફત પ્રસ્તાવઃ IBC ના કાયદામાં ફેરફારો થયા તે અગાઉ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપટ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એવું સૂચવવામાં આવેલ કે કમિટી ઓફ ક્રેડિટરએ વાજબી મૂલ્ય અને લિક્વિડેશન મૂલ્યની તુલનામાં લેણદારો માટે અપેક્ષિત પુનઃ પ્રાપ્તિ ઉપર તેની ચર્ચાઓ રેકોર્ડ કરવી જોઈએ. આવા પગલાથી IBC અને CIRP ની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે અને બિનજરૂરી વિવાદો અટકશે. આ રેકોર્ડમાં રિઝોલ્યુશન અરજદારની ક્ષમતા અને વિશ્વસનીયતા અંગે તથા ભંડોળની ઉપલબ્ધતાનો સમય સમાવેશ કરવાનો થાય છે.
IBBI એ વધુમાં જણાવેલ છે કે સીઆઈઆરપીની પ્રથમ બેઠકમાં નુકસાનમાં ગયેલી કંપનીનો માળખાગત જવાબદારીઓનો મૂલ્યાંકન અહેવાલ સબમીટ કરવો જોઈએ. તેમાં અન્ય બાબતો ઉપરાંત નાણાકીય સક્ષમતા, અંદાજિત આવક, ખર્ચ અને સંબંધિત રોકડ પ્રવાહ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને ઉદ્યોગ ચાલુ રાખવા અથવા સ્થગિત કરવાથી ઉદભવતા અવમૂલ્યનના જોખમોની તપાસ જેવા મુદ્દા સામેલ કરવા જોઈએ.
૧. કલમ ૨૧ઃ હવેના સુધારા મુજબ કલમ ૨૧ માં મહત્વની નવી પેટા કલમ અને સ્પષ્ટતાના ઉમેરાથી કમિટી ઓફ ક્રેડિટર્સને લિકવીડેશન પ્રોસેસને સુપરવાઇઝ કરવાની સત્તા આપે છે. ઇનસોલવન્સીની પ્રક્રિયા દરમિયાન મેળવેલા અનુભવ અને માહિતીના આધારે તેઓ લિકવીડેશન દરમિયાન માર્ગદર્શક સૂચનાઓ પાઠવી શકશે જેથી સક્ષમ લિકવીડેટર CIRP હેઠળની કંપનીની અસ્કયામતો અંગે કાર્યક્ષમ વાણીજીયક નિર્ણયો લઈ શકે. તે સિવાય આ સુધારો IBBI ને સત્તા આપે છે કે અન્ય કોઈ વર્ગના લોકો પણ ર્ભભ ની બેઠકમાં હાજર રહી શકે તેવો હુકમ કરે. પરંતુ તેઓને વોટીંગના હક્કો રહેશે નહીં.
``Where the liquidation process of the corporate debtor is initiated under Chapter III, the committee of creditors constituted under this section shall also supervise the conduct of the liquidation process by the liquidator, and the provisions of this section and section 24 shall apply to such liquidation process under Chapter III as the context may require : Provided that the Board may specify any other class or classes of creditors, who may attend the meetings of the committee of creditors during liquidation process, but shall not have any right to vote in such meetings.''
Explanation. For the purposes of Chapter III, it is hereby declared that the provisions of sub-section (11) of this section, section 34A and sub-section (2) of section 35, as amended by the Insolvency and Bankruptcy Code (Amendment) Act, 2026, shall apply to?
(a) the liquidation process of a corporate debtor initiated after the date of commencement of the Insolvency and Bankruptcy Code (Amendment) Act, 2026, and
(b) the ongoing liquidation process of a corporate debtor as on such date of commencement, where the liquidator has not made an application under section 54, for which the committee of creditors shall continue for the remainder of the liquidation process.
૨. કલમ ૨૨ નો સુધારોઃ
(a) to continue the interim resolution professional as resolution professional subject to a written consent from the interim resolution professional in the specified form, such person shall be deemed to be appointed as the resolution professional from the date of such resolution, and this decision shall be communicated to the interim resolution professional, the corporate debtor, and the Board
૩. કલમ ૨૫માં થયેલ ફેરફારઃ
In section 25, sub-section (2), clause (j), shall be substituted, namely :- (j) file an application to the Adjudicating Authority in respect of an avoidance transaction or fraudulent or wrongful trading, if any,
For section 26 of the principal Act, the following section shall be substituted, namely :- 26. The filing of an application in respect of an avoidance transaction or fraudulent or wrongful trading or under section 47, shall not affect the proceedings of the corporate insolvency resolution process or the liquidation process, as the case may be.
Explanation. - For the removal of doubts, it is hereby clarified that the completion of the corporate insolvency resolution process or the liquidation process shall not affect the continuation of proceedings in respect of an avoidance transaction or fraudulent or wrongful trading or under section 47, as the case may be.
૪. નવી કલમ ૨૮છ CIRP ની પ્રક્રિયા દરમ્યાન કેટલાક વ્યવહારો જેના માટે CIRP ની પ્રક્રિયા દરમ્યાન ર્ભભ ની પૂર્વ મંજુરીની જરૂર હોય એવા વ્યવાહરો ઉપર પ્રતિબંધની યાદીઃ દા. ત. related party dealings, asset transfers, or new debt outside ordinary course of business.
``28A. (1) Notwithstanding anything contained in this Code or any other law for the time being in force, where a creditor of the corporate debtor has taken possession of an asset of a personal guarantor or corporate guarantor of the corporate debtor by enforcing its security interest over such asset under any law for the time being in force which empowers the creditor to transfer the asset, the creditor may, during the CIRP of the corporate debtor, permit the transfer of such an asset as part of its insolvency resolution with prior approval of the committee of creditors in such manner and subject to such conditions as may be specified :
Provided that where the corporate guarantor is undergoing a CIRP or the liquidation process, transfer of the asset under this subsection shall take place upon approval of the committee of creditors of the corporate guarantor, by a vote of not less than 66 per cent. of the voting share, and the amount received pursuant to the transfer shall form part of the CIRP or the liquidation estate of the corporate guarantor, as the case may be : Provided further that during the liquidation process of the corporate guarantor, the approval of the committee of creditors under the first proviso is required only where the creditor has relinquished such asset to the liquidation estate under section 52 :
Provided also that where the personal guarantor is undergoing an insolvency resolution process or the bankruptcy process and the creditor has forfeited or surrendered his right in relation to an asset, the transfer of such asset under this sub- section shall take place upon approval by a majority of more than three-fourths in value of the creditors of the personal guarantor, and the amount received pursuant to the transfer shall form part of the insolvency resolution process or the bankruptcy process of the personal guarantor, as the case may be.
IBC સમાચારઃ Companies Act, 2013 ની કલમ 408 ની જોગવાઈઓ મુજબ કેન્દ્ર સરકારે Punjab and Haryana Justice (Retd.) Anupinder Singh Grewalની પાંચ વર્ષ માટે The National Company Law Tribuna ના President તરીકે વરણી કરેલ છે.








