Magazines

જીએસટી હેઠળ ધરપકડને લગતા તાજેતરમાં અપાયેલા ચુકાદાની અગત્યની વિગતો ટૂંકમાં

By GS TEAM
21 Jun 20266 mins read
જીએસટી હેઠળ ધરપકડને લગતા તાજેતરમાં અપાયેલા ચુકાદાની અગત્યની વિગતો ટૂંકમાં

- GSTનું A to Z - હર્ષ કિશોર

-  આરોપીની ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ ધરપકડ કરતી વખતે એક એરેસ્ટ મેમો તૈયાર કરવાનો રહે છે 

કેસનું નામઃ Ashish Tyagi vs. Director General of GST Intelligence And Others Allahabad High Court HABEAS CORPUS WRIT PETITION No. - 509 of 2026 આદેશની તારીખ- 29.05.2026 

વિગતોઃ આ કેસમાં વેપારી વતી એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી કે અમારા અસીલને એરેસ્ટ મેમોમાં કે અન્ય કોઈ રીતે પણ ધરપકડના કારણો જણાવવામાં આવેલ નથી. તેથી CBIC તરફથી ઇશ્યૂ કરવામાં આવેલ પરિપત્રની સૂચનાઓનો ભંગ થાય છે. એરેસ્ટ મેમોમાં વિગતવાર કારણો લખવાના બદલે એવું જણાવવામાં આવેલ છે કે, ''ધરપકડના કારણો વેપારીને મૌખીકપણે જણાવવામાં આવેલ છે''. ખરેખર એરેસ્ટ મેમોમાં ધરપકડના કારણોની કોઈ વિગતો જણાવવામાં આવેલ નથી. વધુમાં 'જમા તલાશી' ના કોલમ એક થી ચાર કોરા રાખવામાં આવેલ અને વેપારીની સહી લઈ લેવામાં આવેલ. 

સંબંધિત મેજિસ્ટ્રેટ દ્વારા Case No. 2122 / 2025, Union of India vs. Ashish Tyagi, under Section 132(1)(a), 132(1)(f), 132(1)(i) of the CGST Act, 2017, Department DGGI, Ghaziabadમાં આ તથ્યો ધ્યાને લીધા વગર અમારા અસીલને તારીખ 18.02.2026 ના આદેશથી રિમાન્ડ પર મોકલી આપેલ છે. તેથી અમારા અસીલની ધરપકડ અને ડિટેન્શન ગેરકાયદેસર રીતે થયેલ છે એવું સાબિત થાય છે અને તેઓને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. 

સરકાર પક્ષે સંબંધિત રિસ્પોન્ડન્ટ દ્વારા એફિડેવિટ કરવામાં આવેલ. પરંતુ પીટીશનરના આક્ષેપો સામે કોઈ વ્યવસ્થિત જવાબ થયેલ ન હતો. નામદાર કોર્ટે નોંધ્યું કે એરેસ્ટ મેમો અમે જોયેલ છે. તેમાં કોઈપણ જગ્યાએ ધરપકડનું સ્થળ જણાવવામાં આવેલ નથી જે સુપ્રીમ કોર્ટના ડી. કે. બાસુના ચુકાદાની માર્ગદર્શિકાની વિરુદ્ધ જણાય છે.

 તે સિવાય તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ ના ધરપકડના કારણોમાં કોઈ ઘૈંશ જણાવવામાં આવેલ નથી. વેપારીના એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું કે CBIC ના પરિપત્ર મુજબ દરેક દસ્તાવેજ ઉપર ઘૈંશ જણાવવો ફરજિયાત છે. અધિકારી દ્વારા એરેસ્ટ મેમો પર પીટીશનરની સહી લઈ લેવામાં આવેલ છે અને એવું જણાવવામાં આવેલ છે કે તેમના મિત્રને મોબાઇલ ફોનથી આ ધરપકડની જાણ કરવામાં આવેલ છે. 

નિર્ણયઃ નામદાર કોર્ટે તમામ મુદ્દા ચકાસીને ધરપકડને અયોગ્ય ઠેરવેલ અને આરોપીને મુક્ત કરેલ અને જણાવેલ કે ડીપાર્ટમેન્ટ વેપારી સામે પુનઃ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. 

માર્ગદશકાઃ સુપ્રીમ કોર્ટના સીમા ચિન્હ રૂપ ચુકાદા ઘ.ણ. મ્ચજે પ. જીાચાી ર્ક ઉીજા મ્ીહયચન ૧૯૯૭ (૧) જીભભ ૪૧૬ ના ચુકાદા થકી સુપ્રીમ કોર્ટે નીચે મુજબના કુલ ૧૧ મુદ્દાની માર્ગદર્શિકા આપેલ હતી. આ મુદ્દા આજે પણ એટલા જ પ્રસ્તુત હોઈ આપણે તેના વિષે જાણીએ.

૧. ધરપકડ કરનાર તેમજ આરોપીની ઉલટ તપાસ કરનાર પોલીસ અધિકારીએ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે પોતાનું નામ અને હોદ્દો દર્શાવાનો રહે છે. ઉપરાંત તમામ એવા અધિકારીઓ અને કર્મચારીઓ જે આરોપીની ઉલટ તપાસ કરી રહેલ છે તેના નામ એક રજીસ્ટરમાં નોંધવાના રહે છે. 

૨. આરોપીની ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ ધરપકડ કરતી વખતે એક એરેસ્ટ મેમો તૈયાર કરવાનો રહે છે. આવા મેમો ઉપર ઓછામાં ઓછા એક સાક્ષી પંચે સહી કરવાની રહે છે. આ સાક્ષી આરોપીના કુટુંબના કોઈ સભ્ય હોઈ શકે છે અથવા તો સ્થાનિક કક્ષાએ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ હોઈ શકે છે. આવા રેસ્ટ મેમો ઉપર આરોપીની પણ કાઉન્ટર સાઇન મેળવવી ફરજિયાત છે. 

૩. જે વ્યક્તિની ધરપકડ થયેલ છે અથવા તેને ડીટેઇન કરવામાં આવેલ છે અને પોલીસ કસ્ટડીમાં અથવા પોલીસ સ્ટેશનમાં તેની ઉલટ તપાસ થઈ રહેલ છે અથવા તે લોકઅપમાં છે તો તેને ઓછામાં ઓછા એક વ્યક્તિ અથવા સંબંધી અથવા જાણીતી વ્યક્તિને શક્ય તેટલું વહેલું ધરપકડ બાબતે ઇન્ફોર્મ કરવાનું રહે છે અને જણાવવાનું રહે છે કે ફલાણા ફલાણા વ્યક્તિની ધરપકડ થયેલ છે અને હાલ તે આ જગ્યાએ છે અને ક્ષેમકુશળ છે. જો એરેસ્ટ મેમોમાં સાક્ષી તરીકે સહી કરનાર વ્યક્તિ આરોપીના પરિચિત/સંબંધી હોય તો આવી કાર્યવાહી કરવાની ફરજીયાત રહેતી નથી. 

૪. જો આરોપીના નજીકના સગા અથવા સંબંધી જિલ્લાની બહાર કે જે તે શહેરની બહાર રહેતા હોય ત્યારે પોલીસે આવા વ્યક્તિની કયા સમયે ધરપકડ કરી, ધરપકડનું સ્થળ, હાલ આરોપી કસ્ટડીમાં જે જગ્યાએ હોય તેનું લોકેશન વગેરે બાબતો લીગલ એડ ઓર્ગેનાઈઝેશન મારફતે ટેલીફોનિકલી જણાવવાની અથવા તો અન્ય પોલીસ સ્ટેશન મારફતે ધરપકડ થયાના ૮ થી ૧૨ કલાકની અંદર જણાવવાની રહે છે. 

૫. જે વ્યક્તિની ધરપકડ થઈ હોય તેને એવા હકની જાણ કરવાની રહે કે તેના નજીકના સગા કે સંબંધીને ધરપકડની જાણ કરવાનો તેને અધિકાર છે. 

૬. પોલીસ સ્ટેશનમાં રહેલ ડાયરીમાં ધરપકડની એન્ટ્રી કરવાની રહે છે તેમજ કયા વ્યક્તિને ધરપકડ અંગે જાણ કરવામાં આવી તેની વિગતો પણ આ ડાયરીમાં લખવાની રહે છે. 

૭. ધરપકડ સમયે આરોપીના શરીર ઉપર નાની કે મોટી કોઈ ઈજા હોય તો તેની ચકાસણી થઈ જાય અને તે વિગતો રેકોર્ડ થાય અને ઇન્સ્પેક્શન મેમો ઉપર આરોપી અને પોલીસ ઓફિસર એમ બંને દ્વારા સહી કરવાની રહે. 

૮. ૪૮ કલાકની અંદર ધરપકડ થયેલ વ્યક્તિની તબીબી ચકાસણી કરાવવી રહી. 

૯. ધરપકડ અને તેને લગતા તમામ કાગળો એરેસ્ટ મેમો સહિત મેજિસ્ટ્રેટને રેકર્ડ અર્થે મોકલવાના રહે છે. 

૧૦. ઉલટ તપાસ દરમિયાન આરોપીને પોતાના વકીલને મળવાની છૂટ આપી શકાય છે. જોકે સમગ્ર ઊલટ તપાસ દરમિયાન આવી છૂટ આપવી ફરજીયાત નથી.

૧૧. દરેક જિલ્લા અને રાજ્ય કક્ષાએ હેડ ક્વાર્ટરમાં એક પોલીસ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવે અને જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી ગુનેગારની ધરપકડ કરે તો એના ધરપકડના ૧૨ કલાકની અંદર પોલીસ કંટ્રોલ રૂમમાં સૌને દેખાય તે રીતે આ વિગતો ડિસ્પ્લે કરવાની રહે છે. 

અન્ય તકેદારીઃ ૧. સીઆરપીસીની કલમ ૫૧(૨) મુજબ જ્યારે ધરપકડ થયેલ વ્યક્તિની અંગ જડતી લેવામાં આવે ત્યારે તેનું આત્મસન્માન જળવાય તે રીતે જડતી લેવાની થાય. બને જ્યાં સુધી બિનજરૂરી બળ અથવા આક્રમક વલણ અપનાવવાનું ટાળવું જોઈએ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવવું જોઈએ. વધુમાં મહિલા ગુનેગારની અંગ જડતી માત્ર અન્ય મહિલા દ્વારા જ ઔચિત્ય જાળવીને કરવાની રહે. 

૨. શક્ય હોય ત્યાં સુધી હાથકડીનો ઉપયોગ અથવા પગમાં બેડી નાખવાનું ટાળવું જોઈએ અને જો એટલું જ જરૂરી હોય તો સુપ્રીમ કોર્ટના ઁિીસ જીરચહંીિ જીરેંનચ પ. ઘીનરૈ છગસૈહજાર્ચિૌહ ((૧૯૮૦) ૩ જીભભ ૫૨૬) અને ભૈૌડીહ ર્કિ ઘીર્સબચિબઅ પ. જીાચાી ર્ક છજજચસ ((૧૯૯૫) ૩ જીભભ ૭૪૩) ચુકાદાની માર્ગદર્શિકા મુજબ તે કરવાનો રહેશે. 

૩. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મહિલા ગુનેગારની ધરપકડ મહિલા પોલીસ અધિકારી કરે તે જરૂરી છે અને સૂર્યાસ્ત પછી તેમજ સૂર્યોદય પહેલા મહિલાની ધરપકડ કરવાનું ટાળવું જોઈએ. 

૪. સીઆરપીસીની કલમ ૫૦(૧) મુજબ ધરપકડના કારણે પોલીસે નોધેલા હોવા જોઈએ અને ધરપકડ થયેલ હોય તે વ્યક્તિને તે સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ જો કે હવે ના કેટલાક ચુકાદા મુજબ અને CBIC ની માર્ગદર્શિકા મુજબ ધરપકડના કારણોની લેખિત નકલ ગુનેગારને પૂરી પાડવાની રહે છે. 

૫. સીઆરપીસીની કલમ ૫૦(૨) મુજબ જ્યારે ધરપકડ થયેલ વ્યક્તિનો ગુનો જામીનપાત્ર હોય તો પોલીસ/જીએસટી અધિકારીએ તેને એ બાબતની જાણ કરવાની રહે જેથી તે જામીનની વ્યવસ્થા કરી શકે. 

૬. સીઆરપીસીની કલમ ૫૩ મુજબ જો કોઈ મહિલા ગુનેગાર તબીબી સહાય માંગે તો માત્ર મહિલા તબીબ કે રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ દ્વારા જ તેની તપાસ થઈ શકે. 

૭. સીઆરપીસીની કલમ ૫૬ અને ૫૭ મુજબ જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો મુસાફરીનો સમય બાદ કરીને મહત્તમ ચોવીસ કલાકની અંદર તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના રહે. 

બે વખતઃ જીએસટી કાયદા હેઠળ જીએસટીના ગુના કરતા આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યાર સુધીમાં સીબીઆઈસી દ્વારા કુલ બે વખત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. ય્જી્ ના અધિકારીઓએ તેનું પાલન કરવાનું રહે.