GST કાયદા અને બીએનએસએસની જોગવાઈઓ વચ્ચે કોઈ તફાવત હોય તો ઓવર રાઇડિંગ ઈફેક્ટ કોને મળે?

- GSTનું A to Z - હર્ષ કિશોર
- જ્યારે કોઈ વિશિષ્ટ કાયદો અમલમાં હોય અને તેની જોગવાઈ BNSSથી જુદી પડતી હોય ત્યારે તે કાયદાની જોગવાઇ પ્રીવેલ ઓવર થાય
GST નો કાયદો એક વિશિષ્ટ પ્રકારનો કાયદો છે. પરંતુ તેમાં search અને seizure ની જોગવાઈઓ સીઆરપીસી-૧૯૭૩ અને હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ મુજબ કરવામાં આવેલ છે. હવે મુખ્ય મુદ્દો એવો ચર્ચામાં આવી રહેલ છે કે જીએસટી કાયદા અને 'બીએનએસએસ'ની જોગવાઇઓ વચ્ચે કોઈ તફાવત હોય તો ઓવર રાઇડિંગ ઈફેકટ કોને મળે અને ખાસ કરીને સર્ચ માટેની સત્તા આપવી, સર્ચની પ્રક્રિયા અને સર્ચ થયા બાદનું કોમ્પ્લાયન્સ કઈ રીતે થશે અને કયા કાયદાની જોગવાઈઓ કાયદાકીય રીતે અને ન્યાયતંત્ર સમક્ષ વધુ માન્ય રહેશે.
જીએસટીની કલમ ૬૭ અધિકારીઓને ''માનવાને કારણ હોય'' તે મુજબ તપાસ કરવા માટે સત્તા આપે છે. Search અને seizure ને લગતી અગત્યની જોગવાઈ જીએસટી કાયદામાં કલમ ૬૭(૧૦) હેઠળ આપવામાં આવેલ છે અને તેમાં જણાવવામાં આવેલ છે કે,
જીએસટી કાયદાની કલમ ૨(૨૪) હેઠળ કમિશનરની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવેલ છેઃ
(24) ‘‘Commissioner’’ means the Commissioner of central tax and includes the Principal Commissioner of central tax appointed under section 3 and the Commissioner of integrated tax appointed under the Integrated Goods and Services Tax Act;
BNSS ની કલમ ૧(ન્) હેઠળ ઇન્વેસ્ટિગેશનની વ્યાખ્યા આપવામાં આવેલ છે પરંતુ તેના નીચે આપવામાં આવેલ સમજૂતીમાં જણાવવામાં આવેલ છે કે જ્યારે કોઈ વિશિષ્ટ કાયદો અમલમાં હોય અને તેની જોગવાઈ BNSS થી જુદી પડતી હોય ત્યારે તે કાયદાની જોગવાઇ પ્રીવેલ ઓવર થાય.
Section 67(10) of GST The provisions of the Code of Criminal Procedure, 1973, relating to search and seizure, shall, so far as may be, apply to search and seizure under this section subject to the modification that sub-section (5) of section 165 of the said Code shall have effect as if for the word ``Magistrate'', wherever it occurs, the word “Commissioner” were substituted.
નિષ્ણાતોના મતે, “This statutory substitution is deliberate and central to the GST enforcement architecture. It reflects Parliament's intent to adapt criminal procedure norms to the administrative realities of tax enforcement rather than replicate them verbatim. The provision is not merely an enabling clause but forms part of a carefully structured enforcement mechanism designed specifically for fiscal administration''.
આપણે કેટલીક પાયાની બાબતો સમજીએ.
મહત્વની ઐતિહાસિક બાબતોઃ ભારતીય દંડ સંહિતા-(ૈંઁભ)-૧૮૬૦ બાદ ફોજદારી કાર્યરીતિ સંહિતા (ભિઁભ) ની સૌપ્રથમ વ્યવસ્થિત રચના વર્ષ ૧૮૮૨ માં છબા ૦૨ ર્ક ૧૮૮૨ દ્વારા થયેલ હતી. ત્યારબાદ વર્ષ ૧૮૯૮ માં ફોજદારી કાર્યરીતિની સંહિતા ગેઝેટમાં પ્રકાશિત થઇ અને તારીખ ૧.૭.૧૮૯૮ થી આ ફોજદારી કાર્યરીતિની સંહિતા અમલમાં આવી. તેમાં વર્ષ ૧૮૬૧, ૧૮૬૨, ૧૮૬૬, ૧૮૬૯, ૧૮૭૨, ૧૮૭૪, ૧૮૭૫, ૧૮૭૭ અને ૧૮૮૨ ના કેટલાક એક્ટ જે પ્રેસિડેન્સી અને મોફયુસિલમાં આવેલ જુદી જુદી કોર્ટો જજો, જ્યુરી અને ફોજદારી પ્રક્રિયાઓને લગતા કેટલાક કાયદા હતા તે રિપીલ કરાયા હતાં અને અમુક જોગવાઈઓ રદ કરવામાં આવેલ હતી કે પછી સુધારા કરવામાં આવ્યા હતા. તે સમયે ભરતા અને વિશ્વ કક્ષાએ ખુબ ઝડપથી ઘટનાઓ આકાર લઇ રહી હતી અને આ બાજુ ભારતમાં ન્યાયિક પ્રણાલીનો પાયો નાખી રહ્યો હતો.
વર્ષ ૧૯૨૩ માં ૧૮૮૨ ની સંહિતામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૫૦ માં જયારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યાં સુધી વર્ષ ૧૯૨૩ ની સુધારેલી ફોજદારી કાર્યરીતિ સંહિતા અમલમાં હતી. પાંચમાં કાયદા પંચના ૪૧ મા અહેવાલમાં જે ભલામણો કરવામાં આવી તેના આધારે સંસદ દ્વારા ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ ઘડવામાં આવી હતી જેનો અમલ તારીખ ૧.૧.૧૯૭૪ થી થયો. આજે તેના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-(BNSS)-૨૦૨૩ નો અમલ તા ૧.૭.૨૦૨૪ થી થયેલ છે.
અગત્યની વ્યાખ્યાઓઃ વર્ષ ૧૮૯૮ ની ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૪ (મ) મુજબ. ''મ્ચૈનચમની ર્કકીહબી (જામીનપાત્ર ગુનો)''means an offence shown as bailable in the Second Schedule (ગુનાઓનું વર્ગીકરણ), or which is made bailable by any other law for the time being in force< and ``non-bailable offence'' means any other offence.
કલમ ૪(ક) ``Cognizable offence'' means an offence, for and ``cognizable case'' means a case in which a officer, within or without the presidency-towns may, in accordance with the Second Schedule, or under any law for the time being in force, arrest without warrant.
કલમ ૪(n) ``Non-cognizable offence'' means an offence for, and ``non-cognizable case'' means a case in which a police officer, within or without a presidency-town, may not arrest without warrant.
ભિઁભ-૧૯૭૩ મુજબ ઉક્ત વ્યખાઓમાં બહુ ફેરફાર થયેલ જણાતો નથી.
કલમ ૨. (a) “bailable offence” means an offence which is shown as bailable in the First Schedule (ગુનાઓનું વર્ગીકરણ), or which is made bailable by any other law for the time being in force; and “non-bailable offence” means any other offence;
(c) “cognizable offence'' (’Fjvtºt dwltu) means an offence for which, and “cognizable case'' means a case in which, a police officer may, in accordance with the First Schedule or under any other law for the time being in force, arrest without warrant;
(I) “non-cognizable offence'' (rcl-’Fjvtºt dwltu) means an offence for which, and ``non-cognizable case'' means a case in which, a police officer has no authority to arrest without warrant.
એ જ રીતે BNSS-૨૦૨૩ માં પણ ઉક્ત વ્યાખાઓમાં બહુ ફેરફાર થયેલ જણાતો નથી.
ભૂતકાળની વ્યવસ્થા : ગુજરાત વેચાણવેરા અધિનિયમ, ૧૯૬૯ ની કલમ જીચનીજ ્ચટ ૭૯(૨) તેમજ ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ- ૨૦૦૩ ની કલમ ૮૭(૨)) આ પ્રમાણે હતી. “Notwithstanding anything contained in the Code of Criminal Procedure, 1898 (V of 1898), all offences punishable under this Act or rules made thereunder shall be cognizable (દખલપાત્ર ગુનો) ચહગ મચૈનચમની. પરંતુ જીએસટી કાયદામાં ગુનાઓ માટેની વ્યખ્યા અને સજામાં ધરખમ ફેરફાર થયેલ છે.
જીએસટી કાયદા હેઠળ cognizable and non-cognizable offences એટલે શું? જીએસટી એક વિશેષ કાયદો છે. આ કાયદાની કલમ ૧૩૨ માં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે જે ગુના માલ અથવા સેવાને લગતા હોય અને તેમાં કરચોરી થયેલ હોય અથવા તો ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવેલી હોય અથવા ખોટી રીતે રિફંડ મેળવવામાં આવેલ હોય અને તેવા ગુનાની રકમ રૂ.૫ કરોડથી વધુ હોય તેવા ગુના કોગ્નિઝેબલ અને નોન- બેલેબલ ગણવામાં આવશે. જીએસટી કાયદા હેઠળ અન્ય ગુના નોન-કોગ્નિઝેબલ અને બેલેબલ ગણવાના રહે છે.
ધરપકડ ઃ ફોજદારી કાર્યરીતિ સંહિતા-૧૯૭૩ ની કલમ ૪૧ (BNSS-૨૦૨૩ ની કલમ ૧૮૭) ની જોગવાઈ મુજબ વોરંટ વગર કોઈપણ વ્યક્તિની ધરપકડ થયેલ હોય તો તેને ૨૪ કલાકથી વધુ સમય માટે ડીટેન ન કરી શકાય તેવી જોગવાઈ અમલમાં હતી. ૨૪ કલાકની આ સમય મર્યાદામાં મુસાફરી માટેના સમયની ગણતરી કરવામાં આવતી ન હતી.
જયારે કલમ ૧૬૭ (BNSS-૨૦૨૩ ની કલમ ૧૮૭) માં એવી જોગવાઈ કરવામાં આવેલ હતી કે જો કલમ ૬૧ મુજબ નિર્ધારિત ૨૪ કલાકની સમય મર્યાદા અંદર તપાસ પૂર્ણ ન થઈ શકે તેમ હોય તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ નજીકના મેજિસ્ટ્રેટને પોતાની ડાયરીની વિગતો સાદર કરવાની થતી હતી અને ગુનેગારને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો હતો અને મેજિસ્ટ્રેટની સૂચનાઓ/આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવાની થતી હતી.








