Magazines

GST હેઠળ ઓડિટ અને એડજ્યુડીકેશન એક જ અધિકારી ન કરી શકે તે મતલબના બે ચુકાદાની વિગતો

By GS TEAM
14 Jun 20266 mins read
GST હેઠળ ઓડિટ અને એડજ્યુડીકેશન એક જ અધિકારી ન કરી શકે તે મતલબના બે ચુકાદાની વિગતો

- GSTનું A to Z  - હર્ષ કિશોર

- સરકાર દ્વારા સીજીએસટી અને એસજીએસટીના અધિકારીઓ વચ્ચે કરદાતાઓના કેસોની વહેંચણી માટેની માર્ગદર્શિકા બનાવવામાં આવેલ છે

કોર્ટ કેસનું નામ : WP No. 7772 of 2026 (T-RES) IN THE HIGH COURT OF KARNATAKA AT BENGALURU DATED THIS THE 24TH DAY OF APRIL, 2026 BETWEEN : M/S. SUMUKHA VENTURES, BENGALURU REPRESENTED BY ITS PARTNER, SHRI. ARJUN VASU... PETITIONER vs THE JOINT COMMISSIONER OF COMMERCIAL TAXES (ADMN.) and others.

વિગતો : આ કેસમાં અધિકારીના તારીખ ૩૦.૯.૨૦૨૫ના આદેશને તથા DRC-01 ને પડકારવામાં આવેલા હતો. આ કેસમાં ઓડિટ અને એન્ફોર્સમેન્ટ એમ બંને શાખાઓ તરફથી વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી. પરંતુ થયું એવું કે આદેશ પસાર કરનાર અધિકારી અને ઓડિટ કરનાર અધિકારી એક જ હતા. વેપારીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે આ બાબત અયોગ્ય છે અને કુદરતી ન્યાયની વિરુદ્ધ જણાય છે.

અમારા માટે ઓડિટ અને એડજ્યુડીકેશન કરનાર જ્યારે બંને વ્યક્તિ એક જ હોય ત્યારે પોતે લીધેલ ઓડિટ મુદ્દા પ્રમાણે જ અને પૂર્વ-ધારણા પ્રમાણે આદેશ કરે તેવું બની શકે. પોતાની દલીલ માટે વેપારીએ પરિપત્ર ક્રમાંક : ૩૧-૦૫-૨૦૨૮- GST dated 09.02.2018૮ અને No. 169/01/202-GST dated 12.03.2022 નો આધાર લીધેલ હતો. સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવી કે પીટીશનરે જે તે સમયે આદેશ તબક્કે આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.

સરકાર પક્ષે એવી પણ રજૂઆત કરવામાં આવી કે આ બંને પરિપત્રો સીજીએસટી માટેના છે. રાજ્ય જીએસટી માટે કોઈ પરિપત્ર/જાહેરનામું થયેલ ન હોઈ તેના અધિકારીઓ આ પરિપત્રોમાં જણાવેલ બાબતો પ્રમાણે કામ કરવા બંધાયેલ નથી. નામદાર કોર્ટ કેસ રિમાન્ડ કરેલ છે અને જણાવેલ છે કે વહીવટી રીતે કેસની ફાળવણી કરવા માટે આગળની જરૂરી કાર્યવાહી કરવાની થાય.

કોર્ટ કેસ - WP NO. 201476 OF 2026 (T-RES) IN THE HIGH COURT OF KARNATAKA KALABURAGI BENCH DATED THIS THE 28TH DAY OF APRIL, 2026 BETWEEN : M/S R R CONSTRUCTION PWD CONTRACTOR (A REGISTERED PROPRIETARY CONCERN) .... PETITIONER vs THE ASSISTANT COMMISSIONER OF COMMERCIAL TAX (AUDIT) and others

વિગતો : આ કેસમાં બે મુદ્દા ઉપસ્થિત થયા હતા. અહી બે જુદા જુદા ઓડીટ અધિકારીઓ દ્વારા એક જ ટેક્સ પીરીયડ માટે વેપારીને કારણદર્શક સુચના આપેલ હતી. ઉપરાંત ઓડીટ સેમ અધિકારીઓએ જ એડજુડીકેશન આદેશ પસાર કરેલ. ઓડીટ અધિકારી એક-જીભશ તારીખ ઃ ૨૮.૦૮.૨૦૨૫ અને આદેશ તારીખ ૨૪.૧૦.૨૦૨૫ ઉપરાંત બેંક ટાંચ કરીને વસુલાત પણ શરુ કરેલ ઓડીટ અધિકારી બે જીભશ તારીખ ૨૯.૦૮.૨૦૨૫ અને આદેશ તારીખ ઃ ૪.૧૨.૨૦૨૫ આવી કાર્યવાહીના અનુસંધાને સરકાર પક્ષે કોઈ વિશેષ બચાવ થઈ શકેલ નહીં.

કોર્ટે તમામ આદેશો સેટ અસાઈડ કરેલ અને કેસ રિમાન્ડ કરેલ અને સક્ષમ અધિકારીને આ બે અધિકારી સિવાયના અધિકારીને કેસ ફાળવવા આદેશ કરેલ.

કોર્ટ કેસ - ૩ એકવાર કલમ ૭૩ ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પણ સમાન કેસ અને સેમ સમયગાળા માટે કલમ ૭૪ હેઠળ કાર્યવાહી હાથ ધરી શકાય છે. એવું દિલ્હી હાઈકોર્ટે તા. ૨૯ાર સચઅ, ૨૦૨૬ ના રોજ M/s PEI INDUSTRIES THROUGH ITS PROPRIETOR, W.P.(C) 7725/2026&CM APPL. 37364/2026 vs UNION OF INDIA and others + અન્ય પીટીશનર M/S MAA JAGDAMBE ENGG WORKS અને M/S ANSH ASSOCIATES THROUGS ITS KARTA ના ચુકાદામાં ઠરાવેલ છે.

આ કેસમાં ભGST ના અધિકારીના કલમ ૭૪ હેઠળના તારીખ ૩૦ાર સચબિર, ૨૦૨૬ ના આદેશને પડકારવામાં આવેલ હતો. અગાઉ જીGST અધિકારી દ્વારા વેપારીના કિસ્સામાં કલમ ૭૩ હેઠળ પ્રોસીડીંગ ડ્રોપ કરવામાં આવેલ હતા. પીટીશનરે કોર્ટ સમક્ષ એવી રજુઆત કરેલ કે એક વખત કલમ ૭૩ હેઠળ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફરીથી સેમ ટેક્સ પીરીયડ માટે અને સેમ ડોક્યુમેન્ટ તેમજ પુરાવાના આધારે તે પણ અન્ય અધિકારી દ્વારા કલમ ૭૪ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવે તે બંધારણીય જોગવાઈઓના ભંગ સમાન છે અને જીએસટીની કલમ ૬(૨)(મ) પ્રમાણે પણ તે યોગ્ય નથી. ખરેખર તો ભGST ના અધિકારીને જીGST સમક્ષ રજુ થયેલ પુરાવા જોઈને તે ગ્રાહ્ય રાખવા જોઈએ. તેમ છતાં ભGST ના અધિકારીએ એમોને વધારાના પુરાવા રજુ કરવાની તક પણ આપેલ નથી અને નિર્ણય લીધેલ છે. અમો જો પ્રથમ અપીલમાં જશું તો અપીલ અધિકારીની પુરાવાની પુનઃચકાસણીની સત્તાઓ માર્યાદિત છે. ઉપરાંત અમારે ૧૦% જેટલું ડાઉન પેમેન્ટ કરવાનું ભારણ આવશે.

GST ની કલમ ૬(૨) આ પ્રમાણે છે. Subject to the conditions specified in the notification issued under sub-section (1),

(b) where a proper officer under the state Goods and Services Tax Act or the union territory Goods and services Tax Act has initated any proceedings on a subject matter, no proceedings shall be initiated by the proper officer under this Act on the same Subject matter"

કોર્ટે જણાવ્યું કે GST ની કલમ ૭૩ અને કલમ ૭૪ની જોગવાઈઓ અને હેતુ જુદા જુદા છે. કોઈપણ પુરાવા ચકાસવા તે સક્ષમ અધિકારીને પુરતી સત્તા મળે છે. પીટીશનરની રજુઆત ગ્રાહ્ય રાખી શકાય નહીં. તેઓએ વધારાના પુરાવા સહીત પ્રથમ અપીલ તબક્કે પોતાની રજુઆત કરવાની થાય અને અપીલ અધિકારીએ જરૂર મુજબ અને કાયદાકીય રીતે ચકાસણી કરીને નિર્ણય લેવાનો થાય.

નિષ્ણાતોના મતે આવા કિસ્સામાં કરચોરીના કિસ્સામાં ૭૪ હેઠળ કાર્યવાહી સ્વતંત્રપણે કરી શકાય છે.

GST હેઠળ ક્રોસ-એમ્પાવરમેન્ટ

વેપારીના ધંધાકીય વ્યવહારોનું મોનીટરીંગ ભGST અને જીGST પૈકી કોઈ એક સત્તાવાળા કરે તે જરૂરી છે. જી.એસ.ટીમાં જીીનક ર્બસૅનૈચહબી ઉપર વધુ ભાર મુકેલ હોઈ હવે માત્ર ૫% જેટલા કેસોની જ ઓડિટ-આકારણી થાય છે. પરંતુ એક કરદાતાની નોંધણી, તેમાં સુધારા-વધારા-મોકૂફ-રદ, ઉચ્ચક વેરાની પરવાનગી, ૈંજીઘ વિવિધ પત્રકો, ચલનો, પત્રક ચકાસણી, કામ-ચલાઉ આકારણી, રિફંડ, નોટીસો, આદેશો, અપીલો, વગેરેની કામગીરી એક જ સત્તા સમક્ષ થાય તેવું આયોજન કરેલ છે. કારણ કે વેપારીએ તો પોતાના ધંધાના રાજ્યની અંદરના અને રાજ્ય બહારના તમામ વ્યવહારો માટે એક જ પત્રક-ચલન ભરીને પોતાના ધંધાનું રીપોટીંગ કરવાનું થાય. એટલે જીએસટી કાઉન્સિલની બેઠકોમાં નિર્ણય લેવાયા મુજબ સરકાર દ્વારા સીજીએસટી અને એસજીએસટીના અધિકારીઓ વચ્ચે કરદાતાઓના કેસોની વહેંચણી માટેની માર્ગદર્શિકા બનાવવામાં આવેલ છે.

સ્થળ તપાસ ઃ જોકે એન્ફોર્સમેન્ટને લગતી કાર્યવાહી માટે નીતિ-વિષયક નિર્ણય તરીકે એવું નક્કી થયેલ છે કે ભGST અથવા જીGST ના અધિકારી બેમાંથી જે વહેલું આ કાર્યવાહી શરુ કરે તેણે અન્ય સત્તાને જાણ કરીને છેક સુધી એટલે કે આદેશ અને વસુલાત સહીત આવી તમામ જરૂરી કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરવાની રહે પછી ભલે તે વેપારી તેમના કાર્યક્ષેત્રનો હોય કે ના હોય અને કરેલ કાર્યવાહીની જાણ પણ એકબીજાને કરવાની રહે જેથી કામગીરી બેવડાય નહીં.

લાંબા ગાળાની અસર થાય તેવો થોડીક જુનો અને જુદો એક ચુકાદો ઃ તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટના સિંગલ બેંચના તા. ૨૬.૩.૨૦૨૪ ના 26.3.2024 lt Tvl.Vardhan Infrastructure Vs The Special Secretary, (WP 34792 ઓફ ૨૦૧૯) ના ચુકાદાની વિગતો જોઈએ તો ઃ કોર્ટ સમક્ષ અરજીઓના સમૂહમાં એવું જણાવવામાં આવેલ છે કે અમોને સીજીએસટીના કાર્યક્ષેત્ર હેઠળ ફાળવવામાં આવેલ છે અને અમો તેમના ૅર્િૅીિ ર્કકૈબીનિી સૂચનાઓ તથા કાયદાની જોગવાઈઓ મુજબ નિયમિતપણે ર્બસૅનૈચહબી કરીએ છીએ.

પરંતુ તમિલનાડુ એસજીએસટીના અધિકારીઓ દ્વારા અમો ભGST હેઠળ આવતા હોવા છતાં અમોને જીએસટી કાયદાની કલમ ૬૨ અને ૬૭ હેઠળ નોટિસો આપવામાં આવેલ છે અને કલમ ૭૩ તથા ૭૪ હેઠળ આદેશો પસાર કરવામાં આવેલ છે. આમ, કલમ ૬ હેઠળ સ્થળ તપાસને લગતા કાયદેસર કોઈ સ્પષ્ટ જાહેરનામાના અભાવે અમારી સામેની કાર્યવાહી એસજીએસટીના અધિકારીઓની સત્તાની બહાર ગણાય. કોર્ટે અરજદારોની રજૂઆત માન્ય રાખીને કોમન ઓર્ડર કરેલ છે અને જણાવેલ છે કે જીGST ના અધિકારીઓની કાર્યવાહી તેમને મળેલ સત્તા બહારની જણાય છે.