Magazines

GSTની કલમ 74 હેઠળ આદેશ કરવાની સમય મર્યાદા ફરજીયાત હોવા અંગે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની તેમજ અન્ય એક ચુકાદાની વિગતો

By GS TEAM
31 May 20266 mins read
GSTની કલમ 74 હેઠળ આદેશ કરવાની સમય મર્યાદા ફરજીયાત હોવા અંગે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની તેમજ અન્ય એક ચુકાદાની વિગતો

- GSTનું A to Z - હર્ષ કિશોર

- સુપ્રીમ કોર્ટની એક બેન્ચ દ્વારા તમામ વકીલોને વ્યવસાયિક નૈતિકતાના ધોરણે તેમના ક્લાયન્ટની વિરુદ્ધના ચુકાદા હોય તો તે પણ કોર્ટના ધ્યાને મુકવા જણાવેલ છે. 

આપણે જાણીએ છીએ કે જીએસટી કાયદામાં વેપારીની સામે આદેશ કરવા માટે મુખ્યત્વે બે કલમો છેઃ કલમ ૭૩ અને ૭૪. તે પૈકી કલમ ૭૩ મુજબ ત્રણ વર્ષમાં અને ઇરાદા-પૂર્વકની ક્ષતિ માટે કલમ હેઠળ ૭૪ હેઠળ આદેશ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. 

બંને કલમો મુજબ દંડકીય કાર્યવાહીમાં ફર્ક રહેલ છે. અત્યાર સુધીમાં કલમ ૭૩ ને લગતા કુલ ૫૯૪ કોર્ટ કેસ થયેલ છે જયારે કલમ ૭૪ ને લગતા કુલ ૪૯૮ કોર્ટ કેસો થયેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી આ બે કલમોને સ્થાને નવી કલમ ૭૪છ દાખલ કરવામાં આવેલ છે. કલમ ૭૪ અગાઉના એક્સાઈઝ કાયદાની કલમ ૧૧છ અને સર્વિસ ટેક્સ માટેના કાયદા એવા ફાઈનાન્સ એક્ટ, ૧૯૯૪ ની કલમ ૭૩ થી પ્રેરિત જણાય છે.

અગાઉ The Madras High Court in Neeyamo Enterprise Solutions Pvt. Ltd. Vs The Commercial Tax Officer (W.M.P- MD no 30453 to 30458 of 2024) દ્વારા કલમ ૭૩ અને ૭૪ વચ્ચે રહેલ તફાવત અંગે નોંધેલ છે કે કલમ ૭૪ હેઠળ આદેશ કરવા માટે ડીપાર્ટમેન્ટને વધારાનો સમય મળે છે. નામદાર કોર્ટે જણાવેલ કે 

“Section 74 provides for an extended period of limitation. The non-payment or short payment of tax or erroneous refund or wrong availing or utilization of input tax credit Imust have been by reason of fraud, any wilful misstatement or suppression of facts to evade tax.”

હવે તાજેતરમાં તાઃ May 12, 2026 ના રોજ Deepak Sharma vs. Commissioner, Department of Trade And Taxes, Govt of NCT of Delhi. (Delhi High Court) W. P. (C) 6449/2026 & CM APPL. 31839/2026 ના કેસમાં નામદાર કોર્ટે કલમ ૭૪(૧૦) અંગે મહત્વનો ચુકાદો આપેલ છે જેની વિગતો આ પ્રમાણે છેઃ 

કલમ ૭૪(૧૦) આ પ્રમાણે છેઃ “The proper officer shall issue the order under sub-section (9) within a period of five years from the due date for furnishing of annual return for the financial year to which the tax not paid or short paid or input tax credit wrongly availed or utilised relates to or within five years from the date of erroneous refund''.  

આ કેસમાં વેપારી દ્વારા અધિકારીના તારીખ ૩૦.૧૨.૨૦૨૫ ના કલમ ૭૪ હેઠળ પસાર કરવામાં આવેલ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટેના આદેશને પડકારવામાં આવેલા હતો. આ આદેશ થકી રૂપિયા ૨૭ લાખથી વધુની ડિમાન્ડ ઉપસ્થિત કરવામાં આવેલ હતી. વેપારી પેઢી માલિકી પેઢી સ્/જ ઘચઅજ ્ચિગૈહય ર્ભ તરીકે નોંધાયેલ છે. વેપારીશ્રીને અધિકારી તરફથી તારીખ ૨૨. ૯. ૨૦૨૧ ના રોજ કલમ ૭૪ હેઠળ કારણદર્શક સૂચના પાઠવવામાં આવેલ હતી જેમાં મુખ્ય મુદ્દો ખોટી રીતે વેરા શાખ લેવા બાબતમાં હતો. તે સિવાય અગાઉ તારીખ ૧૪. ૧. ૨૦૨૧ ના રોજ આપવામાં આવેલ નોટીસ નમુના છજીસ્-૧૦ ની પૂર્તતા પણ વેપારી કક્ષાએ બાકીમાં હતી.

વેપારી તરફથી નામદાર કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવેલ કે જીએસટીની કલમ ૭૪(૧૦) મુજબ કાયદેસર રીતે અમારી સામે પાંચ વર્ષની સમય મર્યાદાની અંદર આદેશ પસાર કરવાનો થતો હતો જે આ કેસમાં ઘણો મોડો પસાર કરવામાં આવેલ હોય તે ટાઇમ બાર થયેલ છે. વેપારીના એડવોકેટે જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૭ ૧૮ ના વાર્ષિક પત્રક ભરવાની લંબાવેલ મુદત તારીખ ૫. ૨. ૨૦૨૦ સુધીની હતી તે મુજબ પાંચ વર્ષ એટલે કે તારીખ ૪. ૨. ૨૦૨૫ સુધીમાં અમારી વિરુદ્ધ કલમ ૭૪(૧૦) હેઠળ આદેશ પસાર કરેલ ન હોઈ મોડા એટલે કે તારીખ ૩૦. ૧૨. ૨૫ ના રોજ આદેશ પસાર કરવામાં આવેલ છે. જે ૧૧ મહિના જેટલો મોડો છે તેથી આદેશ કાયદાકીય રીતે ટકી શકતો નથી. અને તેથી તેને રદ કરવા પાત્ર થાય છે. તેઓશ્રી કહ્યું કે,

 ``It is submitted that the limitation prescribed under Section 74(10) is mandatory in nature and once the period lapses, the authority becomes functus officio and lacks jurisdiction to pass any order''. 

સરકાર પક્ષે પણ એવું સ્વીકારવામાં આવ્યું કે આદેશ ટાઇમ બાર થયેલ છે. નામદાર કોર્ટે વેપારીની રજૂઆત ગ્રાહ્ય રાખીને ઓર્ડર સેટ અસાઈડ કરેલ છે. 

૨. જીએસટી નેટવર્ક ઉપર નોંધણી, પત્રક ફાઈલિંગ તેમજ અન્ય તમામ કામગીરી ઓનલાઇન રીતે થાય છે અને દરેક નોંધાયેલ કરદાતાને યુઝર- આઇડી- પાસવર્ડ આપવામાં આવે છે. પરંતુ જો તે યુઝર-આઇડી-પાસવર્ડ ખાનગી રાખવાને બદલે અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરવામાં આવે અને તેનો દુરુપયોગ થયા પછી નોંધાયેલ વેપારી દ્વારા હાઇકોર્ટમાં રીટ દ્વારા દાદ માગવામાં આવે તો મળે? તાજેતરમાં એક કેસમાં નામદાર હાઇકોર્ટે રીટ થકી વેપારીને કોઈ રાહત આપવાનો ઇનકાર કરેલ છે. 

કેસનું નામ અને વિગતોઃ M/s P.T Traders a proprietary firm, represented through its Proprietor Prasenjit Thakur, IN THE HIGH COURT OF JUDICATURE AT PATNA Civil Writ Jurisdiction Case No.1588 of 2026 Versus The Union of India & others.આ કેસમાં વેપરીશ્રીએ Assistant Commissioner, C.G.S.T. & CX, Patna ના તારીખ ૨૭-૦૩- ૨૦૨૫ ના ર્ખસિ-ઘઇભ-૦૧, તારીખ ૩૦-૦૭-૨૦૨૫ ના રોજના ૨૦૨૧-૨૦૨૨ ઃ ૨૦૨૨-૨૩ માટેના જીએસટીની કલમ ૧૨૨ અને નિયમ ૧૦૦(૨) : ૧૪૨(૫) તળે GST ઘઇભ-૦૭ થકી ઈશ્યુ થયેલ ડીમાંડ ઓર્ડરને તેમજ તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના સમરી ઓર્ડરને પડકારેલ હતો. 

વેપારીએ તમામ જરૂરી પત્રકો ભરેલ નહી. જયારે એક પત્રક હૈન ભરેલ. તેઓશ્રીના ધંધાના સ્થળની તપાસ દરમ્યાન અધિકારીને ત્યાં કોઈ ધંધાકીય પ્રવૃત્તિ જણાયેલ ન હતી. સામે આ નંબર પરથી મોટા પ્રમાણમાં સપ્લાયના બીલો જનરેટ થયેલ જણાયેલ. 

વેપારીએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરેલ કે સંબંધિત અધિકારી દ્વારા જીભશ ના અનુસંધાને અમોએ કરેલ જવાબને ધ્યાને લીધા વગર યંત્ર-વત્ત અને રૂટિનમાં આદેશ કરેલ છે. વેપારીએ વધુમાં એમ પણ રજૂઆત કરેલ કે અમારો નોંધણી દાખલો બે વર્ષથી વધુ સમય પહેલાં જ રદ થઈ ગયા બાદ અમોને જીએસટીની નોટિસ ઇશ્યુ કરવામાં આવેલ છે અને ડીમાંડ કાઢવામાં આવેલ છે. 

જો કે, કેસની સુનાવણી દરમિયાન એવું ધ્યાને આવ્યું કે પીટીશનર દ્વારા પોતાનું યુઝર આઈડી અને પાસવર્ડ પોતાના એક મિત્ર સાથે નોંધણી દાખલો સરન્ડર કરવા માટે ુરચાજચૅૅ થી શેર કરવામાં આવેલ. વેપારીએ પોતે સ્વીકારેલ કે તેમના મિત્રએ આ બાબતનો દુરુપયોગ કરીને નોંધણી દાખલો રદ કરાવેલ નહીં અને આ નોંધણી નંબરનો ઉપયોગ કરીને આઇટીસીને લગતા ખોટા બીલો જનરેટ કરેલ. તેના અનુસંધાને પીટીશનર દ્વારા પોતાના મિત્ર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ હતી. 

કેસની વિગતો જોતા નામદાર કોર્ટે વેપારીને કોઈ રાહત આપેલ નહીં અને જણાવેલ કે જો તેઓ ઇચ્છે તો ઉક્ત આદેશ સામે પ્રથમ અપીલમાં જઈ શકે છે. 

અગત્યના સમાચારઃ તારીખ ૧૫ મી મે ૨૦૨૬ ના રોજ  સુપ્રીમ કોર્ટની એક બેન્ચ દ્વારા તમામ વકીલોને વ્યવસાયિક નૈતિકતાના ધોરણે તેમના ક્લાયન્ટની વિરુદ્ધના ચુકાદા હોય તો તે પણ કોર્ટના ધ્યાને મુકવા જણાવેલ છે. મોટર વહીકલ એકટને લગતા એક કેસમાં વળતરમાંથી મેડિક્લેમ રી-ઈબર્સમેન્ટની રકમ બાદ કરવી કે કેમ તે અંગેની સુનાવણી દરમિયાન તેમણે આવી ટિપ્પણી કરેલ છે. 

 કોર્ટે જણાવ્યું કે એડવોકેટનો કોર્ટ પ્રત્યેનો રોલ એવો પણ છે કે પોતાની સમતોલ રજૂઆત કરે. આજના યુગમાં ખૂબ મોટાપાયે ચુકાદાઓ અને તેની એનેલોજીને કારણે એડવોકેટે તેમના કેસની તરફેણમાં અને તેમના કેસની તરફેણમાં ન હોય તેવા એમ બંને પ્રકારના લેટેસ્ટ ચુકાદા એકવાર કોર્ટ સમક્ષ રજુ કરવા જોઈએ. જોકે  કોર્ટે એમ પણ ઉમેર્યું કે આ જવાબદારી એકલા એડવોકેટસની નથી.