ક્રિકેટમાં ટોસ ઉછાળવવાની પ્રથા
ક્રિકેટ મેચ શરૂ થતાં પહેલા પહેલો દાવ કોણ તે નક્કી કરવા સિક્કો ઉછાળાય છે તેને ટોસ ઉછાળ્યો કહેવાય છે. જે ટીમનો કેપ્ટન ટોસ જીતે તે પ્રથમ બેટિંગ કોણ કરે તે નક્કી કરે છે. ટોસ ઉછાળવવાની પ્રથા સાથે રસપ્રદ વાત જોડાયેલી છે. અગાઉ પ્રવાસી ટીમ પ્રથમ બેટિંગ કરે તેવો નિયમ હતો એટલે ટોસ ઉછાળવાની પ્રથા નહોતી.
પરંતુ બંને ટીમ પ્રવાસી હોય ત્યારે મુશ્કેલી થઈ અને ટોસ ઉછાળવવાની પ્રથા પડી. યજમાન દેશનો કેપ્ટન ટોસ ઉછાળે. અને વાઘ કે કાંટો પસંદ કરવાનો અધિકાર મહેમાન ટીમના કેપ્ટનને હોય છે. સિક્કાની બંને બાજુને વાઘ અને કાંટા કહેવાનો રિવાજ છે.
આજ રમાતી મેચમાં અમ્પાયર કે આયોજકો ટોસ ઉછાળે છે. સિક્કાની બંને બાજુને અંગ્રેજીમાં 'હેડ' અને 'ટેઇલ' કહે છે. આજની ક્રિકેટ મેચમાં નિકલના બનેલા ખાસ સિક્કા વપરાય છે. વર્લ્ડકપ, આઈપીએલ વગેરે પ્રકારની મેચો માટે ક્રિકેટ એસોસિએશન ખાસ સિક્કા બનાવે છે. જાણીતા ક્રિકેટર સચિન તેંડૂલકરે રમેલી છેલ્લી મેચમાં ટોસ ઉછાળવા સોનાનો સિક્કો ઉપયોગમાં લેવાયેલો.