બોલિવુડના સૂત્રધારોએ રણવીરને બરાબરનો ઠમઠોરી નાખ્યો

- સિને એમપ્લોયીઝ ફેડરેશનના પ્રેસિડન્ટ બી. એન. તિવારી અને ચીફ એડવાઈઝર અશોક પંડિતે પ્રેસ કોન્ફરંસમાં મીડિયાને જે બ્રિફિંગ આપ્યું છે એનાપરથી એક વાત સ્પષ્ટ છે કે રણવીરની કહેવાતી 'ગુસ્તાખી' અને 'તુમાખી' ને હળવાશથી નથી લેવાઈ.
'ધૂરંધર' ફ્રેન્ચાઈસીની બંને ફિલ્મોની ધુઆધાર સફળતા મળતા રણવીર સિંહના મગજમાં રાઈ ભરાઈ જવી સ્વાભાવિક છે. એને ગુમાન આવી ગયું હશે કે મારા પરફોર્મન્સને કારણે 'ધુરંધર'એ દુનિયા આખીમાં ધુમ મચાવી છે. ખરું પૂછો તો એ એક્ટરનો ભ્રમ છે. 'ધુરંધર'ની સુપરડુપર સકસેસનો મોટો શ્રેય એના રાઇટર-ડિરેક્ટર આદિત્ય ધરને જાય છે. એ ઉપરાંત અક્ષય ખન્ના, આર. માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ અને રાકેશ બેદીનો પણ એમાં ફાળો છે. ખેર, તોરમાં આવી ગયેલા રણવીરે ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન-૩' છેલ્લી ઘડીએ છોડી દીધી. એમાં એનો પગ કુંડાળામાં પડી ગયો.
ડોનનું પ્રિ-પ્રોડક્શનનું ઘણુ બધુ કામ થઈ ગયું હતું અને એમાં ફિલ્મના પ્રોડયુસર્સ ફરહાન અને રિતેશ સિધવાનીએ બપહુ મોટો ખર્ચ કરી દીધો હતો. એટલે એમણે રણવીરની આવી લાસ્ટ મિસ્ટ એક્ઝિટથી રોષે ભરાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સંગઠન પેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમપ્લોયીઝ (એફ ડબલ્યુ આઈ સી ઈ)માં ફરિયાદ કરી અને એક્ટર પાસેથી નુકસાની પેટે રૃા. ૪૫ કરોડ માગ્યા. એફ ડબલ્યુ આઈ સીના પદાધિકારીઓને રણવીરને એનો પક્ષ રાખવા ૩ વાર નોટિસ મોકલી પણ એ આવ્યો નહિ. જ્યારે અખતર અને સિધવાની ફેડરેશન સમક્ષ હાજર થઈ પોતાની ફરિયાદ વિશે દાખલા-દલીલો કરી ચુક્યા હતા. એટલે અંતે કંટાળીને એફડબલ્યુઆઈસીએ ઇન્ડસ્ટ્રીના પોતાના સભ્યોને રણવીર વિરુદ્ધ અસહકારનો કોલ આપ્યો. આ આદેશને પગલે બોલિવુડના ડાયરેક્ટર્સ, કેમેરામેન, લાઈટમેન, એડિટર, આર્ટ ડાયરેક્ટર અને સ્પોટ બોય્ઝ સુદ્ધા રણવીર સાથે કામ નહિ કરે. સાદી ભાષામાં આ એક્ટરના સંપૂર્ણ બહિષ્કારનો જ આદેશ છે. એની માઠી અસર એક્ટરની 'પ્રલય' જેવી આગામી ફિલ્મો પર પડશે. જાણીતા ફિલ્મમેકર હંસલ મેહતાના પુત્ર જય મેહતાના દિગ્દર્શનમાં ૩૦૦ કરોડના બજેટમાં બનનારી પ્રલયમાં રણવીર પોતે પણ એક પ્રોડયુસર છે. ફેડરેશનના પ્રમુખ બી.એન. તિવારીએ રણવીર વિરુદ્ધના નિર્ણય બાદ એક પ્રેસ કોન્ફરંસમાં ચોખ્ખેચોખુ કહ્યું કે અમારા સંગઠનનો કોઈ મેમ્બર પ્રલયમાં કામ નહિ કરે. એટલે ફિલ્મનું શુટિંગ શરૂ થવા વિશે જ મોટી શંકા છે.
સિને એમપ્લોયીઝ ફેડરેશનના પ્રેસિડન્ટ બી. એન. તિવારી અને ચીફ એડવાઈઝર અશોક પંડિતે પ્રેસ કોન્ફરંસમાં મીડિયાને જે બ્રિફિંગ આપ્યું છે એનાપરથી એક વાત સ્પષ્ટ છે કે રણવીરની કહેવાતી 'ગુસ્તાખી' અને 'તુમાખી' ને હળવાશથી નથી લેવાઈ. બીજુ, ફેડરેશનને પ્રોડયુસર્સની ફરિયાદમાં સચ્ચાઈ વર્તાઈ છે એટલે એણે એમનો પક્ષ લીધો છે. સૌપ્રથમ ઇન્ડસ્ટ્રીમાં વગદાર વ્યક્તિ ગણાતા અશોક પંડિતનું નિવેદન જોઈએ, 'ડોન-૩'ના પ્રોડક્શન હાઉસ એકસેલ એન્ટરટેઈનમેન્ટે પ્રિ-પ્રોડક્શન પાછળ ૪૫ કરોડ ખર્ચ્યા છે. રણવીરે એમની સાથે ૩ ફિલ્મોની ડીલ સાઈન કરી હતી અને 'ડોન-૩'ની સંપૂર્ણ રેસી એની હાજરીમાં કરાઈ હતી. એક્ટર મૂવીની સ્ક્રીપ્ટની ચર્ચાઓ, ક્રિએટીવ નિર્ણયો, કોસ્ચ્યુમ પ્લાનિંગ અને બીજી બાબતોમાં સક્રિય રીતે સામેલ હતો. રણવીરે ફિલ્મનો પ્રોમો પણ શૂટ કર્યો હતો. આ બધુ જોતા શુટિંગના ૩ સપ્તાહ પહેલા ફિલ્મ છોડવાના એના નિર્ણયને કોઈ રીતે વાજબી ન ગણી શકાય, પછી ભલે એનું કારણ ગમે તે હોય. કલ કોઈ બડા ડિરેક્ટર ફિલ્મ છોડ દે તો? અમે એ દ્રષ્ટિકોણથી જ વિચારતા હતા. સાઈનિંગ એમાઉન્ટનો તો પ્રશ્ન જ નથી કારણ કે પૈસા તો ઉસને (રણવીરે) એક ભી લિયા નહીં હૈ.
ફેડરેશનના પ્રેસિડન્ટ તિવારીનું વલણ તો પંડિતથી પણ આકરું છે. એમણે મીડિયાને કહ્યું, 'અમે રણવીર વિરુદ્ધ અસહકારનો આદેશ આપ્યો છે. એક મેસેજ જાના ચાહિયે કી કોઈ સુપરસ્ટાર ભી હૈ તો વો કિસી નિયમ સે બડા નહીં હૈ. આ મામલાનો ઉકેલ નહિ આવે ત્યાંસુધી અમારી સાથે જોડાયેલું કોઈ ફેડરેશન કે મેમ્બર એક્ટર સાથે કામ નહિ કરે. એની ટીમે અમને એવું કહેતો મેસેજ મોકલ્યો કે આ બાબત ફેડરેશનના અધિકાર ક્ષેત્રમાં નથી આવતી. ઉનકો પતા નહીં હૈ કે ફેડરેશન ભી કોઈ ચીજ હૈ. અમે રણવીર સાથે સીધી મીટિંગ કરવા તૈયાર છીએ. પણ એના કોઈ પ્રતિનિધિને નહિ મળીએ. આપ ભી હમારી ઇન્ડસ્ટ્રી કા હિસ્સા હૈ, આસમાન સે નહીં આયે હૈ. કોઈ સુપરસ્ટાર ઇન્ડસ્ટ્રી કે રુલ્સ સે પરે નહીં હૈ. આજ જો ફરહાન અખતર કે સાથ હુઆ વો કલ કિસી ઔર કે સાથ હુઆ વો કલ કિસી ઔર કે સાથ હો સકતા હૈ. કોઈ પ્રોડયુસર પોતાના પ્રોજેક્ટમાંથી કોઈ એક્ટર અથવા ટેકનીશ્યનને કાઢી મુકશે તો પણ અમે આ રીતે જ પ્રતિસાદ આપીશું. એકવાર ફિલ્મના લોકેશન્સ અને પ્રોડક્શન લોજિસ્ટિક્સ ફાઈનલ થઈ ગયા બાદ કોઈ છેલ્લી ઘડીએ એની સાથે છેડો ન ફાડી શકે.'
બીજા કોઈએ તો નહિ પણ ફિલ્મમેકર સંજય ગુપ્તાએ ફેડરેશનના નિર્ણયની ટીકા કરી છે. ગુપ્તાએ એક્સ પર મુકેલી પોસ્ટમાં કહ્યું છે કે 'કોઈ ટોપનો હીરો ફિલ્મનું શુટિંગ કરતો હોય ત્યારે સેટ પર ૩૦૦ થી વધુ વર્કર્સ કામ કરતા હોય છે. તમે એક્ટર પર બેન મુકો છો ત્યારે વર્કર્સને એમની રોજીરોટીથી વંચિત રાખો છો. આવા બેનમાં ક્યું શાણપણ છે?'









