સેલ્ફી: શોખ સારો, આદત નહીં!
સ્માર્ટફોનના આગમન સાથે જ સેલ્ફીની શરૂઆત થઈ ગઈ, પણ આજે આ શોખ સર્વત્ર વ્યાપી ગયો છે. અબાલવૃધ્ધો તેની પાછળ ગાંડા છે, પણ કોલેજિયન અને કિશોર-કિશોરીઓ તો તેની પાછળ પાગલ છે. જોકે સેલ્ફીના વળગણને કારણે કેટલાંક અકસ્માતનો ભોગ બન્યા છે તો કેટલાંક મોતને પણ ભેટયા છે, છતાં આ વળગણ પૂરતું નથી. જોકે તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો જે ચોંકાવનારો છે.
બાળકો અને મીડિયા માટેના એક વૈજ્ઞાાનિક જર્નલમાં જણાવ્યું છે કે પરફેક્ટ સેલ્ફી પસંદ કરવામાં અને તેનું એટિડિંગ કરવામાં ઘણો બધો સમય પસાર કરતી ટિનેજર-કિશોરી પોતાના શરીર-સૌંદર્યથી સંતૃષ્ઠ નથી થતી અને ચિંતા કર્યાં કરે છે. આટલું જ નહીં, સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે કયો ફોટો પોસ્ટ કરું એ શોધવામાં વધુ સમય વિતાવતી આ ચિંતાગ્રસ્ત અને વેદનાગ્રસ્ત કિશોરી વધુ સમય એટિડિંગ એપ્સ પર વિતાવે અને સારામાં સારો ફોટો પોસ્ટ કરવામાં સમય લગાડે એ પણ ચિંતાનું એક કારણ છે.
આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સેલ્ફી એડિટિંગ અને યોગ્ય ફોટાની પસંદગી તથા અપાતા સારા ઓપ માટેની પ્રક્રિયા સ્વ-અંગભૂતિકરણ (ઓબ્જેક્શનેબલ) છે જેને કારણે પોતાનું સૌંદર્ય કે દેખાવ સારો નથી એવી સતત રહેતી ચિંતાને કારણે તથા વધુ નકારાત્મક દેખાવની ચિંતાનો ભોગ કિશોરીઓ બને છે.
'સેલ્ફી લેનારી અને તેને શેર કરનારા બાળકીઓ અંગે આપણે બહુ ચિંતા કરતા હોતા નથી, પણ તેમના પર નેગેેટિવ અસર ક્યાંથી પડે છે એ જાણી શકાતું નથી, અમારો મુખ્ય ઉદ્દેશ આ શોધી કાઢવાનો જ હતો. જોકે આ જ ઈન્વેસ્ટમેન્ટ છે અને એડિટિંગ કે જેની તેમના પર નેગેટિવ અસર પડે છે,' એમ અમેરિકાની યુનિવર્સિટી એક વરિષ્ઠ અભ્યાસ લેખકએ જણાવ્યું છે.
૧૪ થી ૧૭ વર્ષની ૨૮૭ કિશોરીઓ પર આધારિત અભ્યાસ પરથી આ તારણ કાઢવામાં આવ્યું છે. તમે તમને વધુ પાતળા દેખાવા અથવા તો તમારી સ્કીન અત્યંત મુલાયમ છે એવું દેખાડવા એપ્સનો ઉપયોગ કરો છો અથવા તો લાલ આંખને થોડી ઓછી લાલ દાખવવા જેવી તથા સેલ્ફી ચોક્કસ ફોટો એડિટિંગ ટેક્નિકનો ઉપયોગ કેટલીવાર કરો અને સોશિયલ મીડિયા પર કેટલીવાર સેલ્ફી પોસ્ટ કરશો-જેવા જુદા જુદા પ્રશ્નો ઓનલાઈન પૂછીને આ સર્વેક્ષણ કરાયું હતું. આ પ્રશ્નો અંગે તેમણે ઉત્સાહપ્રેરક ઉત્તરો આપ્યા હતા અને સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવા અને સેલ્ફીને એડિટ કરવા કેટલી સમયના ઉપયોગ કરો છો તેની પર સારી એવી જાણકારી આપી હતી.
'સેલ્ફી ઈન્વેસ્ટમેન્ટ' નામનું એક પેપર સંશોધકોએ બહાર પાડી તેમાં તેમની સર્વેક્ષણની તમામ વિગતો સવિસ્તર આપી હતી.
સ્વ.- અંગભૂતિકરણમાં વધુ પડતું ધ્યાન કેન્દ્રીત કરનારી કિશોરીઓ પર આ વાતને ધ્યાનમાં રાખીને જ ખાસ ફોકસ રખાયું હતું, એમ સંશોધકોએ જણાવ્યું હતું.
આમ સેલ્ફીનું વળગણ કેટલું અને કેવી અસર પાડે છે, એ તો આપણે જોયું. આથી જ સેલ્ફીનો શોખ હોય એ સારી વાત છે, પણ એની આદત નહીં પડવી જોઈએ એ એનાથી વધુ મહત્ત્વનું છે.
- ભૂપેન્દ્ર પટેલ