Get The App

આ છ મિત્રો જીવનમાં અત્યંત આવશ્યક

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
આ છ મિત્રો જીવનમાં અત્યંત આવશ્યક 1 - image


ભગવાન જ્યારે કોઈને લોહીના સંબંધોથી બાંધવાનું ભૂલી જાય છે ત્યારે તેને આપણા જીવનમાં એક મિત્ર તરીકે મોકલી આપે છે. આથી જ, દરેકના જીવનમાં મિત્રોનું અનોખું અને ઉંચેરું મહત્ત્વ હોય છે. જે રીતે પ્રેમ સુંદર અને સોહામણો હોય છે એમ મિત્રતા પણ વધુ સારી અને ચડિયાતી હોય છે. આપણાં બધા પાસે મોટી સંખ્યામાં મિત્રો હોય છે. કેટલાક આપણા જીવનમાં આવે છે અને જતાં રહે છે, પણ કેટલાક કાયમ માટે ટકી રહે છે. આપણે તેમના ઘણા આભારી છીએ જેઓ આપણી સાથે જીવનમાં ટકી રહે છે. અહીં એવા છ પ્રકારના મિત્રો ગણાવ્યા છે જે આપણાં જીવનમાં હોવા જરૂરી તો છે જ, સાથોસાથ તેઓ આપણા જીવનની આવશ્યક્તા બની રહે છે...

(૧) લાઈફ કોચ  ફ્રેન્ડ:

આ પ્રકારનો મિત્ર બધુ જ આપણી સાથે કરતો હોય છે અને જો એ ન હોય તો, તેઓ આપણી સાથે રહે છે અને વિશ્વના લોકો તેની સાથે સહમત પણ થાય છે. આ મિત્ર તેની મજબૂત સલાહથી જેમ કે કાર્બન ડાયોક્સાઈડ હોય તોય તેને તમારા માટે ઓક્શિજનમાં પરિવર્તિત કરી નાખે છે. પછી ભલે ને તે અનુભવ, વય અને બુદ્ધિશાળીની વ્યાખ્યાથી દૂર હોય તોય તેના અનુભવો અને સૂચનો તમારા માટે ઉપયોગી બની રહે છે. સલાહ માટે તમે તેને ચોક્કસપણે પૂછી શકો કેમ કે તેના હૃદયમાં સતત તમારા સર્વોત્તમ હિતની જ વાત ધબકતી હોય છે.

(૨) ચોવીસે કલાક હાજર:

આ મિત્રની સૌથી ઉત્તમ બાબત તો એ છે કે તમે તેને એકમાત્ર ફોન કરો તો એ તમે કહેશો એ સ્થળે તમારા માટે ખડો થઈ જશે. તેનામાં ભાગ્યે જ કોઈનામાં હોય એવી સેન્સ હોય છે કે તમે તેની સાથે ગમે એટલી મહત્ત્વની વાત કરવા ઈચ્છતા હશો ત્યારે તે ઉપસ્થિત રહેશે અને એ તમારા માટે ખાત્રીપૂર્વકનો મિત્ર બની રહેશે. જેની સાથે તમે અંતહિન વાતો કરી શકશો અને રાત્રિના સમયે તમે જ્યારે અત્યંત લાગણીશીલ બની જશો તો એ મિત્ર તમને સખત રીતે વળગી રહેશે. એ માત્ર કંઈ શરાબ પીવા માટે જ નહીં, પણ એ તો પ્રેમાળ કેમેસ્ટ્રી હોય છે જે તમે એક 'ટીમ' તરીકે તેની સમક્ષ વ્યક્ત કરી શકો છો. એક અત્યંત મુશ્કેલ દિવસનો અંક એક પ્રકાશિત નોંધ સાથે તેની સાથે આવે છે.

(૩) બળવાખોર:

આ મિત્ર આપણા બધા માટે એક રહસ્યમય પ્રેરણારૂપ હોય છે. જીવન માટે અને તેના માટે ખડે પગે ઊભા રહેવા માટે તાકીદની પ્રેરણારૂપ બની રહે છે. જેમાંથી આપણે કોઈ પણ માર્ગ અખત્યાર કરી શકીએ છીએ . આ એક એવો માનવી હોય છે જે તમારી મિત્રતા માટે આવશ્યક પ્રયત્નો અને સમજણ માટે માત્ર એક મિનિટમાં જ સામાજિક નિયમો બતાવી આપે છે. અરે, ઘણીવાર તો તમારા પરિવારજનો અને મિત્રો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે તમે બંને કઈ રીતે મિત્રો બની શક્યા કેમ કે તમારા અને એના વચ્ચેના વ્યક્તિત્ત્વોમાં જબરદસ્ત વિભિન્નતા હોય છે. વિશ્વની બીજી બાજુ નિહાળવા માટે આ મિત્ર તમારા માટે એક બારી સમાન બની રહે છે, જે તમને તમારી મર્યાદાથી વધુ આગળ ધકેલવાનો પ્રયત્ન કરે છે.

(૪) શાંતિથી વાત સાંભળવા ઉત્સુક:

આ મિત્ર એક વોક્યૂમ બેગ જેવો હોય છે, જે તમારી બધી જ બુધ્ધિહીન - ચીડ ચડે એવી વાતો સાંભળે છે. તેને સરખી વયની સ્મૃતિઓ વાગોળવી ગમે છે. બાળપણમાં તેણે તમને જોયા હોય છે છતાં પણ સલાહ અથવા તો તમે જોઈ હોય તે ક્ષણોની વાતો હૃદયમાંથી નીકળે નહીં ત્યાં સુધી સાંભળતો રહે છે. માથું હલાવવા અને ચહેરા પર કૃત્રિમ હાસ્ય લાવવાની કળાથી એ બરાબર વાકેફ હોય છે. તમને શું જોઈએ છે - શેની આવશ્યક્તા છે એ સેન્ટિમેન્ટ એ ખૂબ સારી રીતે સમજી શકે છે.

(૫) તીવ્ર બુદ્ધિશાળી:

બૌદ્ધિક ઉત્તેજના માટે આ માનવી જવાબદાર છે. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય કે તેમના જીવનમાં આવી વ્યક્તિ હોય, આવી વ્યક્તિ બધુ જ જાણવાની કેટેગરીની હોય છે અને જો એવું ન હોય તો તેઓ વધુ 'બુધ્ધિશાળી' વ્યક્તિ તરીકેના ગુણ ધરાવતા હોય છે, જે અંગે તમે કોઈ વખત કલ્પના પણ ન કરી શકો.

(૬) ઈતિહાસનો ઊંડો જાણકાર:

આ વ્યક્તિ તમારા અંગે ઘણું ઊંડાણપૂર્વક જાણતી હોય છે. તમારા શાળાના સમયથી અત્યાર સુધીમાં તમારામાં કેટલું પરિવર્તન આવ્યું તેની સારી એવી જાણકારી રાખે છે. તમારા પરિવારનો ઈતિહાસ, તમારા જીવનમાં આવેલા ખરાબ બ્રેકઅપ અને તમારા ગંભીર સંબંધોની જાણકારી તેમના હૃદયમાં હોય છે. આવી વ્યક્તિ જીવનમાં એક વખત જરૂર આવે છે, જે તમને દરેક સંઘર્ષમાં કામ આવે છે. તેમને કદીય ભૂલવી ન જોઈએ.

- ભૂપેન્દ્ર પટેલ

Tags :