Get The App

દૂર રહો સ્માર્ટફોન સ્ટ્રેસથી

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
દૂર રહો સ્માર્ટફોન સ્ટ્રેસથી 1 - image


માત્ર શહેરોમાં જ નહીં ગામડાંમાં સુધ્ધાં સ્માર્ટફોનનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. બેશક, આજે અન્ય લોકો સાથે કે વિશ્વ સાથે કનેક્ટ રહેવા માટે સ્માર્ટફોન અત્યંત ઉપયોગી એની ના નહીં, પણ આ સાધને એક પ્રકારની સ્ટ્રેટનો ભોગ બનાવી દીધાં છે, બધાને! આ સ્માર્ટફોન થકી જ આપણે ટેક્સટ્સ, ઈમેઈલ એપ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહીએ છીએ.

૨૦૧૮માં એક એનાલિટીકસ કંપની એપ એનીએ અહેવાલ બહાર પાડયો હતો જેમાં જણાવાયું હતું કે ભારતીયો વિવિધ એપ્સ પર રોજના સરેરાશ ત્રણ કલાક વિતાવે છે અને આમાં રોજ આવતા ફોનનો સમયનો ઉમેરો કરાયો નથી. ભારતીયો સવારે જાગે ત્યારથી અને રાતે પથારીમાં પોઢી જાય એ દરમિયાન સમય સ્માર્ટફોન પર વિતાવે એ કંઈ ઓછું નથી. તમે ફોન પર આટલો સમય વિતાવો એનો અર્થ એ થયો કે તમે લોકો સાથે સંપર્કમાં રહો છો અથવા તો તમારા અપડેટ્સ માટે સતત સ્માર્ટફોન પર રહો છો. આ તમારા માટે સમસ્યા ખડી કરી શકે છે, જેને નિષ્ણાતો 'સ્માર્ટફોન સ્ટ્રેસ' તરીકે ઓળખે છે.

હવે, આને તમે મિલેનિયમ સ્કીંગ તરીકે ઓળખી શકો છો, પણ સ્માર્ટફોનની સ્ટ્રેસ એ વાસ્તવિકતા છે, જે તમારી ઊંઘમાં વિક્ષેપ પાડી શકે, પ્રોડેક્ટિવીટીમાં અસર પાડી શકે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, લાગણી કે આવેશનો ધક્કો આપી શકે. આવી પરિસ્થિતિને કારણે કેટલાંક શારીરિક ચિહ્નો પણ નજરે પડી શકે છે, જેમ કે ઝાંખી દ્રષ્ટિ, ઊંઘની તકલીફ અને ડોક-પીઠનો દુ:ખાવો વગેરેનો તેમાં સમાવેશ થઈ શકે છે. 'સ્માર્ટફોન સ્ટ્રેટનો આધાર બાળકો અથવા તો વૃધ્ધો સ્માર્ટફોન પર કેટલો સમય વ્યતિત કરે છે, તેના પર આધાર રાખે છે.' એમ જણાવ્યું એક બાળરોગ નિષ્ણાત અને કન્સ્લટન્ટે!

આમ છતાં તમે કેટલા કલાકો સ્માર્ટફોન પર વિતાવો છો એનો એક માત્ર આધાર સ્માર્ટફોન ટેસ્ટ પર આધાર નથી રાખતો, પણ આપણે એ માટે શક્ય એટલા વહેલાં રિટ્વિટ્ કરીને અથવા તો શેર કરવા માટે અત્યંત ઉતાવળા બનીએ છીએ. આ બાબત એફઓએમઓ (ફીયર ઓફ મિશિંગ આઉટ) માટેની ઝંખના, વિખવાદ અને સામાજિક નકારાત્મકતાની લાગણીનો પણ આપણે ભોગ બનીએ છીએ. ૨૦૧૯ માં અમેરિકન અભ્યાસમાં એ જાણવા મળ્યું હતું કે સ્માર્ટફોન વાપરનારા ૯૦ ટકા જેટલાંએ એ કબૂલ્યું હતું કે અમે ટોઈલેટમાં પણ સ્માર્ટફોન વાપરીએ છીએ. આ ૯૦ ટકામાંના ૨૩ થી ઓછી વય ધરાવનારાએ જણાવ્યું છે કે અમે સ્માર્ટફોન લીધા વિના ટોઈલેટમાં નથી જતાં.

આ બધાને કારણે દેખિતી રીતે જ કામનું પ્રેશર વધે છે. મુંબઈની એક માર્કેટિંગ એક્ઝિક્યુટિવે એવો દાવો કર્યો કે મેં જ્યારથી સ્માર્ટફોન વાપરવાનો શરૂ કર્યો ત્યારથી મારું સ્ટ્રેસનું સ્તર ઊંચે જવા લાગ્યું છે. એ કહે છે, 'હું કાયમ કનેક્ટેડ રહું છું. મને મારા ક્લાઈન્ટ્સ તરફથી પણ વિચિત્ર સમયે ઈ-મેઈલ આવે છે જેના માટે તાત્કાલિક જવાબ આપવાની જરૂર હોય છે. એમાંય જો મારા બોસ પાસેથી કોઈ માહિતી મળી હોય તો તે માટે તો મારે હું 

ટીપ્સ

સ્માર્ટફોનનો ઉપયોગ કરો, પણ અન્ડરકન્ટ્રોલ

* કામના સમયે માત્ર ફોનને ચેક કરાવાના જ પ્રયાસ કરો.

* જો તમારું અંગત જીવન અને કામ અલગ હોય તો તેનાથી તમારા સ્માટર્ફોનનો ઉપયોગ અંકુશમાં રાખવા મદદ મળશે.

* બાથરૂમમાં ફોન લઈને જવાની આદત નહીં પાડો.

* પુસ્તકો વાંચવાને બદલે ટેબલ પરથી ફોન લઈ બેડરૂમમાં જવાની આદત નહીં પાડો.

* તમારા ફોન પરથી સોશિયલ મીડિયા એપ દૂર કરો અને તમે કોમ્પ્યુટર પર હો ત્યારે જ તેને ચેક કરવાની આદત પાડો.

* તમે જ્યારે તમારો ફોન ચકાસી રહ્યા હો ત્યારે એપ્સને ઓટોમેટિકલી લિમિટ પર રાખો.પથારીમાંથી બહાર પડું જો પહેલાં જ કામગીરી કરવી પડે છે. લગભગ તમામ સમય દબાણ રહે છે અને એ જ રીતે બધો જ સમય સ્ટ્રેસ રહે છે,' એમ તેમણે જણાવ્યું હતું.

જોકે ૨૦૧૮ માં પ્રગટ થયેલા એક અભ્યાસમાં એવું જણાવ્યું હતું કે મગજના ઉત્તેજક કેન્દ્રોના પ્રતિસાદમાં પણ મોટું જોખમ ઊભું કરે છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ આમ મગજ સાથેની આ પ્રક્રિયાને કારણે ડાયાબિટીસ, સ્થૂળતા, લોહીનું વધતું દબાણ અને ડિપ્રેશન જેવા વ્યાધિમાં વધુ જોખમ ઊભું થાય છે. આ કારણે લાંબા ગાળાના રોગો સ્ટ્રોક, હાર્ટ એટેકને પણ અસર થાય છે. જેના કારણે આગોતરા મોતની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

૧૪ થી ૧૮ વર્ષની વયે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરી સ્માર્ટફોન સ્ટ્રેસ લેવાથી મગજના વિકાસને તેની અસર થઈ શકે છે કેમ કે મગજના વિકાસને આ ઉંમરે વધુ અસર થાય તો તે વધુ ચિંતાકારક પુરવાર થઈ શકે છે. આથી બાળકો અને કિશોરોએ સ્માર્ટફોનના વધુ વપરાશથી તે દૂર જ રહેવું વધુ સારું છે.

જો વડીલો કે વ્યસ્કો વધુ પડતો સમય સ્માર્ટફોન પર વિતાવે તો તેમના ગુસ્સા જેવી ભાવ વધુ પ્રમાણમાં પ્રગટી શકે છે, એમ એક જાણીતા તબીબ-સલાહકારે જણાવ્યું હતું. આમ સ્માર્ટફોનનો વધુ વપરાશ સ્ટ્રેટ તો લાવેજ છે સાથોસાથ શારીરિક જોખમો પણ સર્જે છે.

આથી, સ્માર્ટફોનનો વપરાશ શક્ય એટલો મર્યાદિત પ્રમાણમાં કરાશે તો તેના સ્ટ્રેસનું પ્રમાણ અન્ડર કન્ટ્રોલ રહેશે અને મોટી બિમારી તરફ દોરી જતી નાની નાની બિમારીથી બચી શકાશે, એ સૌથી ઉત્તમ છે. આમ સ્માર્ટફોનથી વાતો કરો, પણ વધુ સમય નહીં વિતાવો - જેથી સ્ટ્રેસથી બચીને ઘણા માનસિક શારીરિક વ્યાધિથી દૂર રહી શકશો.

- ભૂપેન્દ્ર પટેલ

Tags :