ભૂમિ પેડણેકર : આ ટ્રોલિંગ નથી, ગુંડાગીરી છે, તે માટે કડક કાયદા જરૂરી!

ભૂમિ સતીશ પેડણેકરે ઘણાં લાંબા સમય પછી પોતાનું મૌન તોડયું છે અને ઘણી રસપ્રદ વાતો કરી. ટ્રોલ સંસ્કૃતિની જબરદસ્ત ટીકા કરી છે. તો ચાલો જાણીએ શું કહે છે, ભૂમિ પેડણેકર!
દર્શકો માત્ર મોટી ફિલ્મો માટે જ થિયેટરમાં આવતા હોવાથી શું નાની વાર્તાઓથી તેમને પાછા આ દિશામાં વાળી શકાશે?
ભૂમિ પેડણેકર : ખરું કહું ને તો નાની અને મધ્યમ કદની ફિલ્મોની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે. શુક્રવારથી જ કલેક્શન આવવાનું શરૂ થાય છે અને એ સાથે જ એક ચુકાદો આપવામાં આવે છે કે આ ફિલ્મને ઓપનિંગ નથી મળી રહ્યું. આ બધુ વ્યાવસાય અને ઉદ્યોગના લોકો માટે છે. 'દમ લગા કે હૈસા' (૨૦૧૫)એ એક કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી! અગર તબ યે સિસ્ટમ્સ હોત તો ના મેરા, ના આયુષ્યમાન ખુરાના, ના રાજકુમાર રાવ, ના તાપસી પન્નુ કા કુછ હોતા.
જ્યારે મેં મારી કારકિર્દી શરૂ કરી હતી ત્યારે ભૂમિમાં એક ચોક્કસ નિર્દોષતા હતી, જે હવે આજે નતી. આટલા વર્ષો કામ કર્યા પછી પણ ઘણી બધી વસ્તુઓ મળે છે. અગર કિસી ભી પ્રોફેશન મેં હોતી લાઈફ, આપ કે એક્સપિરિયન્સ કી કઠિનતા અને ડર હર ઇન્સાન મેં પેદા કર દેતે હૈં. જ્યારે 'દલદલ'ની યુવતી તો વધુ પુખ્ત-પરિપકવ હતી. આ બંનેમાં એક વસ્તુ સામાન્ય છે કે તે બંને નિર્ભય છે અને હવે હું વધુ નિર્ભય છું.
'દલદલ'ના શુટિંગ પછી આ ફિલ્મ પૂરી કર્યા પછી મને એવું લાગે છે કે હું જાદુગર બનવાની શક્તિ એકત્રિત કરીશ. એ માટે હું થોડો વિરામ લઈશ અને તે પણ એક સ્ત્રી તરીકે. એ બ્રેક કેવો હશે? ઘડિયાળ ટિક... ટિક... કરે છે ઔર આપ કો યે લગ રહા હૈ કી ઓહ માય ગોડ, હવે મને લાગે છે કે મારી વય વધી રહી છે... આ તો શરતી છે. મને ઘણો ડર લાગે છે. હું પહેલાની જેમ મારી જાતને અભિનયમાં સમર્પિત કરી શકતી નથી. આવું કદાચ થોડા સમય પહેલા લાગ્યું હશે અને આ કંઈ મેરી મહેનત મેં યા મેરી કોશિશ મેં કોઈ કમી થી, એવું નથી. હું ભાવનાત્મક રીતે થાકી ગઈ હતી. કલાકાર બનતા પહેલાં મેં ઘણો સંઘર્ષ જોયો હતો. મને લાગે છે કે એકવાર તમે કલાકાર બની જાઓ છો તો તમારું જીવન ઘણી રીતે એકવિધ બની જાય છે કારણ કે તમે ફક્ત કામ કરી રહ્યા છો. તમે એક ફિલ્મના સેટથી બીજી ફિલ્મના સેટ પર જઈ રહ્યા છો. જો કે એક કલાકાર તરીકે મારી પાસે લેવા માટે કંઈ બાકી નથી. એક ઘોડા હોતા હૈ એક્સપિરિયન્સ કા. જેને એક કલાકાર પોતાના પરફોર્મન્સ મેં ડાલતા હૈ. વહી કમ હો ગયા થા. એકદમ સે વનિલા હો ગઈ થી મેરી લાઈફ અને મારે એમાં ફેરફાર લાવવાની જરૂર હતી. હું તો એક સામાન્ય કલાકાર હતી, ક્યોં કિ મૈં કભી રેસ મેં થી હી નહીં. મૈં તો ખુદ કી જગહ બના રહી થી. ઔર મૈં રેસ મેં કબ જુડ ગઈ, મુઝે પતા હી નહીં ચલા અને તેની અસર મારા માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ વ્યાપક પ્રમાણમાં પડવા લાગી.
બર્નઆઉટ એ તો વાસ્તવિકતા છે, એ ક્યાં ક્ષેત્રમાં અને કઈ ઉંમરે આવે તેનો તો કોઈ પ્રશ્ન જ નથી. હવે જ્યારે તમે સાજા થઈને પાછા ફર્યા છો તો તમારી પાસે એ અંગે શી સલાહ હશે?
મને લાગે છે કે જ્યારે કોઈ નકારાત્મકતા જુએ છે ત્યારે ઉદ્યોગો એકબીજાની સાથે ઊભા રહેવા માટે સાથે આવવાની જરૂર છે.
મને લાગે છે કે લોકો 'હમ ઇન્સાન હૈ' શોના અંતને ભૂલી ગયા હશે. તમે સ્ક્રીનને જોતી વ્યક્તિને અમાનવીય બનાવી શકતા નથી અને હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે 'તે તમને અસર કરતું નથી,' એમ કહેવું વધુ સહેલું છે. તે આપણને દરેકને અસર કરે છે. તે કેવી રીતે ન થઈ શકે? આ તો એક વ્યાધિ-બિમારી બની રહી છે.
મને લાગે છે કે આ બધા લોકો માટે ખરાબ લાગે છે જેમની પાસે બચાવવા માટે ખૂબ જ નકારાત્મકતા છે કારણ કે એવો સમય આવ્યો છે જ્યારે હું આ વર્મહોલમાં ગઈ છું અને લાગતું હતું કે તે એક સ્ત્રી છે જેની પાસે તેની પુત્રીઓ સાથેના ફોટા છે અને હું એવું વિચારતી હતી કે તમે સોશિયલ મીડિયા પર બીજી સ્ત્રીઓને જે રીતે વાંધાજનક બનાવી રહ્યા છો. જો તમારી પુત્રીને આ રીતે વાંધાજનક બનાવવામાં આવે તો શું થશે? તે બરાબર નથી.
હું એક ડગલું આગળ વધીને કહીશ કે આના વિરુધ્ધ કડક કાયદાની જરૂર છે કારણ કે આ ટ્રોલિંગ નથી, આ ગુંડાગીરી છે. કોઈ મોટી ઘટના બને તે ફક્ત સમયની વાત છે અને પછી તે ખરાબ બનશે. જેમ કે, તમે જાણો છો તમે શાબ્દીક રીતે લોકોને કહી રહ્યા છો કે મને આશા છે કે તમે મરી જશો. તમે કેવા પ્રકારના અંધકારમાં જીવી રહ્યા છો? અહીં કેવા પ્રકારની બિમારી છે, એમ ભૂમિ પેડણેકરે જણાવ્યું હતું.








