Magazines

ભાગ્યશ્રીએ 'રાજા શિવાજી'માં જીજામાતાની દમદાર ભૂમિકા ભજવી

By GS TEAM
11 Jun 20262 mins read
ભાગ્યશ્રીએ 'રાજા શિવાજી'માં જીજામાતાની દમદાર ભૂમિકા ભજવી

- 'રાજા શિવાજી'માં ભાગ્યશ્રીની ભૂમિકા અત્યંત ભાવનાત્મક અને મજબૂત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.વયના તફાવતની વાત કરીએ તો ભાગ્યશ્રી ૫૭ વર્ષની છે અને રિતેશ દેશમુખ ૪૭ વર્ષનો છે. આ વય-તફાવત અંગે તો ઘણા લોકોનું ધ્યાન ખેંચાયું છે. 

નેવુંના દાયકાની અત્યંત વિખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી હાલમાં 'રાજા શિવાજી'ને કારણે અત્યંત ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભાગ્યશ્રીએ તેનાથી દશ વર્ષ નાના અભિનેતા રિતેશ દેશમુખની માતાનો દમદાર અભિનય કર્યો છે. તેના આ અભિનયની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ તેની વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે.

નેવુંના દાયકાની આ અભિનેત્રી-ભાગ્યશ્રી ફરી ચર્ચામાં આવી ગઈ છે. 'રાજા શિવાજી'માં ભાગ્યશ્રીની ભૂમિકા અત્યંત ભાવનાત્મક અને મજબૂત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભાગ્યશ્રીએ શિવાજી મહારાજની માતા જીજાબાઈની ભૂમિકા ભજવી છે. થોડા સમય પહેલા જ આ ફિલ્મ સિનેમાગૃહોમાં રિલિઝ થઈ છે અને સારીએવી કમાણી સાથે આ ફિલ્મ હજુય ચાલી રહી છે. ભાગ્યશ્રીએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે 'વય તો મારા માટે કદી ચિંતાનો વિષય હતો જ નહીં.' અભિનેત્રીની આ ભૂમિકા માટે સારી એવી પ્રશંસા પણ થઈ રહી છે.

આ ભૂમિકા સ્વીકારવા માટે તેણે હા પાડી તે અંગે વાત કરતાં ભાગ્યશ્રીએ જણાવ્યું, 'જ્યારે તમને આવી ભૂમિકા ભજવવાની તક મળે જે અંગે તમે બાળપણમાં વાર્તાઓ સાંભળી હોય, તો પછી ના પાડવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એમેય જીજાબાઈ તો યુવાન માતા હતી. તેણે આ ભૂમિકા માટે હા કહેવા માટે જણાવ્યું, 'જ્યારે તમને આવી ભૂમિકા ભજવવાની તક મળે અને તેની વાતો તમે બાળપણમાં સાંભળી હોય તો ના પાડવાનો તો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.

ફિલ્મના ફોટોગ્રાફર (સિનેમેટોગ્રાફર) સંતોષ સિવન સરે મને ફોન કરીને કહ્યું કે 'માફ કીજિયે, મુઝે કેમેરે કી મદદ સે આપકો થોડા ઉમ્રદરાજ દિખાના પડા, ફિર ભી આપ ઈતની જવાન દિખ રહી હૈ.' વયના તફાવતની વાત કરીએ તો ભાગ્યશ્રી ૫૭ વર્ષની છે અને રિતેશ દેશમુખ ૪૭ વર્ષનો છે. આ વય-તફાવત અંગે તો ઘણા લોકોનું ધ્યાન ખેંચાયું છે. ભાગ્યશ્રીએ શિવાજી મહારાજ સાથે સંકળાયેલી વાતો અંગે જણાવ્યું કે મરાઠા શાસકની વિરાસત તેમના પાલન-પોષણમાં કેટલી ઊંડાઈથી જોડાયેલી હતી.

'શિવાજી મહારાજ'માં રિતેશ દેશમુખે શિવાજી મહારાજની ભૂમિકા ભજવી છે અને ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે રિતેશના નાના પુત્રએ પણ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ સર્વત્ર ઉમળકાભેર ચાલી રહી છે.