બેન્ડેબલ જ્વેલરી : મનગમતાં આકારમાં વાળીને પહેરો ગળા-હાથ-કટિ પર

જો તમને કોઈ એમ કહે કે ચોક્કસ પ્રકારની જ્વેલરીને આપણી મરજી મુજબ વાળી શકાય, લાંબી-ટંૂંકી કરી શકાય, તેમાં હૂક ખોલ-બંધ કરવાની જંજાળ ન હોય, તેમાં તમને આધુનિક ડિઝાઈનના અત્યાકર્ષક પીસ સહેલાઈથી મળી રહે તો તમે માનો ખરા? આજની તારીખમાં આ કોઈ કાલ્પનિક વાત નથી. બલ્કે ઘરેણાંના લેટેસ્ટ ટ્રેન્ડ છે. અને તેનું નામ છે બેન્ડેબલ, એટલે કે મરજી મુજબ વાળી શકાય એવી જ્વેલરી. આ ઘરેણાં ઊંચી જાતની ધાતુમાંથી બનાવવામાં આવે છે. અને તેમાં સર્પાકાર જ્વેલરી સૌથી વધુ પહેરાય છે. ે રીતે સાપ લાંબા થવાથી લઈને ગૂંચડું વાળવા સુધીનો કોઈપણ આકાર ધારણ કરી શકે છે તે રીતે જ બેન્ડેબલ જ્વેલરીમાં પણ સર્પાકાર સૌથી લોકપ્રિય છે. તેનું કારણ એ છે કે સર્પાકારમાં નેકલેસ, ચોેકર, બ્રેસલેટ અને વેઈસ્ટબેન્ડ સુધ્ધાં બનાવી શકાય છે.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે બેન્ડેબલ જ્વેલરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને તમે શરીરના જુદાં જુદાં ભાગ પર, તે ભાગના આકાર અનુસાર વાળીને ત્યાં ફિટ કરી શકો છો. આમ છતાં જો તે ઊંચી કોટિની ધાતુમાંતી તૈયારક કરવામાં આવી હોય તો તે તૂટી જવાની ભીતિ નથી રહેતી. તેથી તમે તેને કેઝ્યુઅલ ચોકર, નેકલેસ કે વેઈસ્ટ બેલ્ટ (કમર પટ્ટો૦ તરીકે પણ પહેરી શકો. જો જ્વેલરી ડિઝાઈન કરવા બાબતે તમારી કોઠાસૂઝ કામ કરતી હોય તો તમે તેને અંગત સ્પર્શ આપીને અનોખી ડિઝાઈનમાં વાળી શકો.
જો કે બેન્ડેબલ જ્વેલરીમાં સર્પાકાર સર્વાધિક પ્રિય છે એ વાતમાં બે મત નથી. અને સેલિબ્રિટીઓએ સાપની ડિઝાઈનને વધુ જાણીતી બતાવી છે. આધુનિક જ્વેલરી ડિઝાઈનરો આ અલંકારોને વધુ ફ્લેક્સિબલ તેમ જ ટાકઊ બનાવવા શેપ મેમરી એલોપ, સહિતની નવી નવી ધાતુઓ અને ટેક્નિકના પ્રયોગો કરી રહ્યાં છે. વળી તે પરંપરાગત ઘરેણાંની તુલનામાં સોંઘા પણ પડે છે. આ આભૂષણ લગભગ દરેક વયની સ્ત્રીને શોેભે છે. તેમાં સ્ટાઈલ, વૈવિધ્ય અને કમ્ફર્ટના ત્રિવેણીસંગમ રચાયો છે.
બેન્ડેબલ જ્વેલરીને લોકપ્રિય બનાવવામાં સોશ્યલ મીડિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્લેટફોર્મ પર જોવા મળતી ફેશન જોતજોતામાં વાઈરલ થઈ જતી હોય છે. પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા જેવી સંખ્યાબંધ અભિનેત્રીઓતેમ જ રેમ્પ વોક કરતી ટોચની મોડેલોએ બેન્ડેબલ જ્વેલરી ખાસ્સી લોકપ્રિય બનાવી છે.
- વૈશાલી ઠક્કર









