Get The App

હળદર અને લીંબુના ઉપયોગથી બનાવો ઘરે કુદરતી બ્લિચ

બ્યુટિ ટિપ્સ - સુરેખા

Updated: Mar 9th, 2020

GS TEAM


Google News
Google News
હળદર અને લીંબુના ઉપયોગથી બનાવો ઘરે કુદરતી બ્લિચ 1 - image


હળદર એક ગુણકારી ખાદ્યપદાર્થ છે. તેનું સેવન સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે ઉપયોગી છે. દૂધમાં હળદર ભેળવીને લગાડવાથી બ્લડનું પ્યુરિફિકેશન થાય છે અને ત્વચા ચમકીલી બને છે.  હળદરને લીંબુના રસ સાથે ભેળળીને લગાડવામાં આવે તો તે કુદરતી બ્લિચનું કામ કરે છે. 

એક ચમચી હળદરમાં બે ચમચા લીંબુનો રસ અને થોડાટીપાં ગુલાબજળના ભેળવીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર ૨૦ મિનીટ સુધી ધી ચહેરા  પર  લગાડી રાખી  ધોઇ નાખવું. હળદર અને લીંબુનું આ મિશ્રણ બ્લીચની માફક કામ કરશે અને ફ્લોલેસ સ્કિન મેળવવામાં મદદ કરશે. 

હળદર અને મધ એજિંગમાર્કસ દૂર કરે છે

ત્વચા પરના એજિંગમાર્કસ અને કરચલીદૂર કરવામાં હળદર  ઉપયોગી છે. જ્યારે મધ ત્વચાને નમી પ્રદાન થાય  છે. મધ અને હળદર ભેળવી પેસ્ટ બનાવવી અને ૨૦ મિનીટ સુધી ચહેરા પર લગાડી રાખી ધોઇ નાખવું. આ પછી ચહેરા પર ક્રિમ લગાડવું. અઠવાડિયામાં ફાયદો જણાશે. 

મધ અને લીંબુનો ફેસપેક

મધમાં વિટામિનસ, મિનરલ્સ,અમીનો એસિડ, એન્ટી ોક્સિડન્ટ અને થોડા એન્જાઇમ હોય છે. જે ત્વચાની આંતંરિક સફાઇ કરે છે. આ પેકને લગાડવાથી ખીલ થતા અટકાવવામાં મદદ મળે છે. ઉપરાંત ચહેરો ગ્લો કરે છે. લીંબુમાં વિટામિન સી  અને સાઇટ્રિક એસિડ હોય છે જે ચહેરાની ત્વચાને નિખારે છે. 

એેક ચમચો મધમાં લીંબના રસના ત્રણ-ચાર ટીપા ભેળવી પેક તૈયાર કરી ચહેરા પર લગાડવું.૨૦ મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો. લીંબુ ત્વચાને સંવેદનશીલ બનાવે છે. તેથી બહાર બહાર નીકળતા પહેલા સનસ્ક્રિન લગાડવું. 

એલોવેરા, લીંબુ અને હળદરનો પેક

એલોવેરા ચહેરા પરના ખીલને રોકવામાં મદદ કરે છે. તેમાં મધ અને લીંબુ ભેળવીને લગાડવામાં આવે તો ત્વચા ચમકીલી થાય છે. ચમકતી ત્વચા માટે  એલોવેરા એક વરદાન સમાન છે. 

બે મોટા ચમચા એલોવેરા જેલમાં  એકચમચો લીંબુનો રસ ભેળવી લગાડવું.

એલોેવેરા જેલમાં લીંબુનો રસ અને મધ ભેળવી ચહેરા પર લગાડી પંદર મિનીટ બાદ ધોઇ નાખવું. 

ટામેટામાં લાઇકોપીન હોય છે જે ત્વચાને યૂવી કિરણોથી બચાવે   કરે   છે. મુલતાની માટીમાં ત્વચાને સાફ કરવાના ગુણ હોય છે તે ત્વચાને ચમકીલી રાખે છે.

એક મોટા ચમચો મુલતાની માટી અને ટામેટાનો રસ ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. જો ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય તો ચહેરા પર લગાડયા પહેલા શરીરના કોઇ નાના હિસ્સા પર પેચ ટેસ્ટ કરવો. 

Tags :