સૌંદર્ય સમસ્યા - સુરેખા મહેતા
હું ૨૧ વરસની યુવતી છું. મને કોઇએ કહ્યું કે વાળમાં ૧૦૦ વાર કાંસકો ફેરવવાથી વાળ ચમકીલા થાય છે.તો આ વાતમાં તથ્ય કેટલું છે તે જણાવશો.
હું ૨૭ વરસની નોકરિયાત યુવતી છું. મારી નોકરી ફીલ્ડની હોવાથી મારે મોટા ભાગે બહાર જ ફરવું પડતું હોય છે.મારો મેકઅપ આખો દિવસ કઇ રીતે સારો અને એકસરખો રહી શકે તે જણાવશો.
એક યુવતી (મુંબઇ)
મેકઅપ કરવો સહેલો છે. પરંતુુ લાંબા સમય સુધી કર્યો હતો તેવો જ રહે તે માટે ટ્રિક જાણવી જરૂરી છે. આ માટે સૌ પ્રથમ તો ઓઇલ ફ્રી, લાંબા સમય સુધી ટકી રહે તેવો મેકઅપ ઉપયોગમાં લેવો જોઇએ. મેકઅપ બ્રશની સહાયતાથી લગાડવો અને હંમેશા ફાઉન્ડેશન લગાડતા પહેલા પ્રાઇમર લગાડવું. યોગ્ય પ્રમાણમાં જ મેકઅપ કરવો વધુ પડતો મેકઅપ કરવાથી તે વહી જવાની શક્યતા રહે છે.લિકવિડ અથવા ક્રિમબેસ્ડ ફાઉન્ડેશનને સેટ કરવા ટ્રાન્સયૂલેટ પાવડર લગાડવોમેકઅપને ફિક્સ તેમજ લાંબો સમય એવો ને એવો જ ટકી રહે માટે તેમજ ત્વચા તાજગીમય રહે માટે સ્પ્રે કરવું.
હું ૨૧ વરસની યુવતી છું. મને કોઇએ કહ્યું કે વાળમાં ૧૦૦ વાર કાંસકો ફેરવવાથી વાળ ચમકીલા થાય છે.તો આ વાતમાં તથ્ય કેટલું છે તે જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
વાળમાં વારંવાર કાંસકો ફેરવવો એ ફાયદાકારક છે પરંતુ ૧૦૦ વખત ફેરવવાની જરૂર નથી. વાળમાં કાંસકો ફેરવવાથી માથામાં રક્તભ્રમણ થાય છે. તેમજ શરીરમાંનું કુદરતી તેલ વાળના જડ સુધી પહોંચે છે. વાળમાં કાંસકો ફેરવવાની જરૂર હોય તેટલી જ વાર ફેરવવો,અતિ કાંસકો ફેરવવાથી વાળને હાનિ પહોંચશે અને વાળ નબળા થશે તેમજ તુટી જશે. બીજા શબ્દોમાં કહીએ તો ફાયદો થવાને બદલે નુકસાન થશે.
હું ૩૮ વરસની મહિલા છું.ત્વચાના ફાયદા માટે દિવસમાં પુષ્કળ પાણી પીવું એવી સલાહ આપવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા શું છે કેટલું પાણી પીવું જોઇઅ. તેમજ ખીલને સ્પર્શ કરવાથી નુકસાન થાય છે કે નહીં તે જણાવશો. મારી પુત્રી માનતી નથી આખો દિવસ ખીલ સાથે ચેડા જ કરતી હોય છે.
એક મહિલા (સુરત)
ત્વચાના ફાયદા માટે બે લિટર જેટલું પાણી પીવું જરૂરી છે. તેનાથી વધારે પીવાની જરૂર નથી. ખીલને સ્પર્શ કરવો નહીં. ખીલના અડવાથી તેના ડાઘા ચહેરા પર પડી જાય છે અને તે લાંબા ગાળા સુધી ઝાંખા થતા નથી.
હું વેકેશનમાં હિલસ્ટેશને ફરવા ગઇ હોવાથી મારી ત્વચા કાળી પડી ગઇ છે. ત્વચા પહેલાં જેવી થઇ જાય તે માટેના ઉપાય જણાવશો.મારી બહેનની તબિયત હવામાનના થતા ફેરફારને કારણે થોડી બગડી ગઇ હતી હવે આંખ નીચે કાળા કુંડાળા થઇ ગયા છે.તેને દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)
કાચું દૂધથી ત્વચાને સાફ કરવી. બ્લિચથી પણ ફાયદો થશે. મધ અને લીંબુનો રસ ભેળવી ત્વચા પર લગાડી પંદર મિનિટ બાદ ધોઇ નાખવું.
બીમારીની નબળાઇને લીધે કાળા કુંડાળા પૌષ્ટિક ખોરાક લેવાથી, જ્યૂસ પીવાથી તથા પૂરતો આરામ કરવાથી આપોઆપ દૂર થઇ જશે.દિવસમાં બે વાર આંખની આજુબાજુ કાકડી કે બટાકાનો રસ લગાડવો.
હું ૨૩ વરસની યુવતી છું. મારી ત્વચા કાંતિહીન છે. તેને ચમકતી કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (જામનગર)
તમારી ત્વચાનો પ્રકાર તમે જણાવ્યો નથી કે તૈલી, સામાન્ય કે રૂક્ષ છે. દરમિયાન તમે રોજ ૭-૮ ગ્લાસ એટલે કે બે લિટર જેટલું પાણી પીઓ. પૌષ્ટિક ાહાર લો અને ત્વચાને નિયમિત ક્લિજિંગ, ટોનિંગ કરવું. તેમજ ઊચ્ચગુણવક્તાયુકત ગ્લો પેકનો ઉપયોગ કરવાથી ફાયદો થશે.