લક્ષ્મીજીની કૃપા મેળવવા લક્ષ્મી પૂજન !
ધનતેરસ (ધન્વંતરી જંયતિ) આ દિપોત્સવીનું પ્રથમ પર્વ છે. આ દિવસ દેવોના દેવ વૈદ્ય ધન્વતરી ઋષિનો જન્મ દિવસ છે. દેવ દાનોવોના સમુદ્ર મંથનના સમયે કુંભ સાથે ભગવાન ધન્વન્તરી પ્રકટ થયા હતા. આયુર્વેદના જ્ઞાાતાઓ શ્રદ્ધા ભક્તિથી તેમનું પૂજન કરે છે.
દિવાળી મહોત્સવ વિધિ-વિધાનપૂર્વક અને શ્રદ્ધાથી મનાવવાનો હેતુ સુખ સમૃદ્ધિ વધારવાના છે. લક્ષ્મી પ્રાપ્તિમાં ધનતેરસ લક્ષ્મીપૂજા જરૂરી છે.
ઘણા બારે માસ વૈભવ લક્ષ્મી વ્રત કરે છે. ધનતેરસ (ધન્વંતરી જંયતિ) આ દિપોત્સવીનું પ્રથમ પર્વ છે. આ દિવસ દેવોના દેવ વૈદ્ય ધન્વતરી ઋષિનો જન્મ દિવસ છે. દેવ દાનોવોના સમુદ્ર મંથનના સમયે કુંભ સાથે ભગવાન ધન્વન્તરી પ્રકટ થયા હતા. આયુર્વેદના જ્ઞાાતાઓ શ્રદ્ધા ભક્તિથી તેમનું પૂજન કરે છે.
ધનપૂજનએ લક્ષ્મીજીની કૃપા મેળવવા જરૂરી છે. ઓમ મહાલક્ષ્મી ચ વિદમહે
વિષ્ણુપત્ની ચ ધિમહિ ।।
તન્નો લક્ષ્મી: પ્રચોદયાત
હે મહાલક્ષ્મી મા ! અમારા મન બુધ્ધિને પેરણાબળ પૂરું પાડો. ધનતેરસે ચાંદીની વસ્તુઓ ખરીદવાનું અત્યંત શુભ માનવામાં આવે છે.
ધનપૂજન રીત : એક બાજઠ પર લાલ આસન પાથરીને તેના ઉપર લક્ષ્મીજીની મૂર્તિ- ચાંદીના રમકડા આભૂષણો ગોઠવવાં. લક્ષ્મીજીની મૂર્તિ- ફોટા આગળ બે દિવા પ્રકટાવવા ઘીનો દીવો દેવીની જમણી બાજુ રાખવો. ડાબી બાજુએ તેલનો દીવો રાખવો.
ધોવાલાયક દ્વવ્યનું પંચામૃત અને ત્યારબાદ શુધ્ધ જળથી સ્નાન કરાવવું. દીવા પૂજા પુરી થાય ત્યાં સુધી દીવા ચાલુ રાખવા. સાચવી શકાય હોય અનુકુળતા હોય તો ઘીનો દીવો ધનતેરસથી ભાઈબીજ સુધી અખંડ રાખવો.
દેવામાંથી મુક્ત થવા શ્રી સૂક્ત રાત્રિ શુક્તી, મહાલક્ષ્મીનો મંત્ર-જાપ કરવા પૂજા પ્રયોગ દરમ્યાન શ્રીં કલીં મહાલક્ષ્મી યૈ નમ :
(મહાલક્ષ્મે યૈ)
મંત્ર- જાપ કરવો. અથવા ઓમ શ્રી હ્રી શ્રી કમલાલયે પ્રસીદ, પ્રસીદ શ્રી હ્રી શ્રીં ઓમ મહાલક્ષ્મય નમ :
મંત્ર જાપ કરવો.
શ્રી સુક્તનો પાઠ પણ કરી શકાય. ધનતેરસની આગળ રાત્રે અથવા પરોઢિયે ગાયોની પૂજા કરવી ઘાસ નાખવું. મહાલક્ષ્મીજીનાં આઠ સ્વરૂપો છે. જેથી અષ્ટસિધ્ધી આપનારાં દેવી તરીકે પૂજાય છે.
બ્રહ્મપુરાણમાં ઉલ્લેખ છે કે લક્ષ્મીજી દિવાળીના દિવસે મધ્ય રાત્રીના સમયે વિચરણ કરવા નીકળે છે. આથી પોતાના ઘરમાં - ઘી તેલના દીવા પ્રકટાવવા.
દીપમાલા કરવી. ઘરનું પ્રાંગણ સ્વચ્છ રાખવું. દીવડા લક્ષ્મીજીનું સ્વાગત છે. નીતીનો પૈસો ઘરમાં રાખવો.
- બંસીલાલ જી.શાહ