નાથદ્વારા: ઠાકોરજીને મળવાનું દ્વાર
ઉત્તર ભારતમાં બદરીનાથ દક્ષિણ ભારતમાં રંગનાથ પૂર્વ ભારતમાં જગન્નાથ પશ્ચિમમાં દ્વારિકાનાથ ઉભા છે. ચારેયની વચ્ચે નાથદ્વારાના શ્રીનાથ ઉભા છે. ઠાકોરજીને મળવાનું પ્રધાન દ્વાર શ્રીનાથજી છે.
પુષ્ટિ સંપ્રદાયના ઇષ્ટ- પ્રભુ શ્રી નાથજી છે. તે વૈષ્ણવોને હંમેશા ઉંચો હસ્ત રાખી આવકારે છે. કૃપા વરસાવે છે.
શ્રી નાથજીનું અલૌક્કિ સ્વરૂપ છે. નાથ દ્વારમાં બારે માસ દર્શન માટે પડાપડી છે. વૈષ્ણવો ખુબ જ ધક્કામુક્કીમાં પ્રભુની ઝાંખી કરે છે. એક માન્યતા મુજબ વૈષ્ણવોનો ધક્કો જીવનના પાપો પણ હરી લે છે.
મૂળ હવેલી પૂરણમલ ક્ષત્રિય દ્વારા ઇ.સ.૧૫૦૯ના વૈશાખ સુદી ૩ થી ઇ.સ.૧૬૬૮ના આસો સુદી ૧૫ અર્થાત્ ૧૫૯ વર્ષ પાંચ માસ અને ત્રણ દિવસ શ્રી ગિરિગાજજી (જતીપુરા)માં બિરાજ્યા ત્યારબાદ હાલનાં નાથ દ્વારા આવ્યા.
અજબકુંવર બાઈનો વર્ષો જૂનો સંકલ્પ હતો કે પ્રભુને મારે ઘેર પધરાવવા છે. અજબ કુંવર બાઈની કોટરીમાં જે નિજ મંદિર ચણાવું તેજ શ્રી નાથજી પ્રભુ વિ.સં.૧૭૨૮ થી શ્રી નાથજી નાથદ્વારામાં બિરાજે છે.
શ્રી નાથજીનું સ્વરૂપ કોઈ શિલ્પકારે બંધાવેલું નથી. પરંતુ સ્વયં પ્રકટ થયું છે.
નાથદ્વારા અરાવલ્લી પર્વત વચ્ચે બનાસ નદીના કાંઠે વસેલું છે. ઉદયપુરથી ૫૫ કિ.મી. ઉત્તરમાં આવેલું છે. પ્રભુ વ્રજમાં ૧૭૪ વર્ષ રહ્યા ત્યાંથી નાથદ્વારામાં આવ્યા છે.
મંદિરમાં અનેક દર્શનીય સ્થાનો છે : ઘી- તેલનો કૂવો, સોના રૂપાની ઘંટી, શ્રી નાથજીનો રથ, ફુલ ઘર, શ્રી કૃષ્ણ ભંડાર કમલ ચોક ધ્રુવબારી શ્રી સુદર્શન ચક્ર ઉપર શોભતી સાત ધ્વજાજી નગારખાના. શ્રી મહાપ્રભુજીની ભાવાત્મક બેઠક.
શ્રી નવનીત પ્રિયાજીનું મંદિર શ્રી નાથજીના મંદિર ઉપર (નળિયા)નું છાપરૂ છે.
આ છાપરાવાળાની કોટડી જ અજબ કુંવર બાઈનું નિવાસ સ્થાન હતું. નાથ દ્વારાની આસપાસ કાંકરોલી છે ત્યાં પ્રસિધ્ધિ શ્રી દ્વારકાધિશ પ્રભુનું મંદિર છે.
નાથદ્વારાની ગૌશાળા પ્રસિધ્ધ છે. (૨ કી.મી. દૂર) ચાર હજાર ગાયો આશરે છે. અષ્ટપામ સેવા થાય છે. ૧) મંગળા ૨) શૃંગાર ૩) ગ્વાલ ૪) રાજભોગ ૫) ઉત્થાપન ૬) ભોગ ૭) સંધ્યા આરતી ૮) શયન.
વરિષ્ઠ નાગરિકો માટે હવે દર્શનની અલગ વ્યવસ્થા છે. દર્શન હવે ૪૦ થી ૪૫ મીનીટ સુધી ખુલ્લાં રહે છે. અમદાવાદથી રોજ દસ જેટલી (જી.્.બસો ) પ્રાઈવેટ બસો જાય છે.
વૈષ્ણવ શબ્દમાં પહેલો 'વ' શ્રી વલ્લભનો કૃષ્ણ શ્રી કૃષ્ણનો અને છેલ્લો વ શ્રી વિઠ્ઠલનો આમ જે વલ્લભ અને વિઠ્ઠલે બતાવેલા માર્ગને અનુસરે અને શ્રી નાથજીનું સતત સ્મરણ કરે.
તે સાચો વૈષ્ણવ જાણવો.
- બંસીલાલ જી.શાહ