ઈનરવેરનું ઈમ્પોર્ટન્સ
બ્રા-પેન્ટી, નીકરની ડિઝાઈન કરતાં કાપડની ક્વોલીટી પર વધુ ધ્યાન આપો
આજકાલની મહિલાઓ માત્ર પોતાનાં બાહ્ય પોશાક માટે જ નહીં પરંતુ અંદરનાં વસ્ત્રો પ્રત્યે પણ એટલી જ સજાગ બની છે. બજારમાં દરેક ઊંમરની મહિલાઓ માટે તેમની અનુકૂળતા મુજબમાં આંતરવસ્ત્રો જોવા મળે છે. એમાં ખાસ કરીને દરરોજ પહેરવામાં વપરાતી પેન્ટીની પસંદગી અને ખરીદીમાં ખૂબ સજાગતા આવી ગઈ છે અને એ જરૂરી પણ છે.
પહેલાં મહિલાઓને પોતાની જાતે પેન્ટી ખરીદવામાં શરમ આવતી હતી. જ્યારે આજે તો વિવાહિત હોય કે અવિવાહિત. પરંતુ પૂરા વિશ્વાસ સાથે યુવતીઓ પોતાની પસંદગી અને ગુણવત્તાથી સંતુષ્ટ થઈને જ ખરીદી કરે છે. જુદી- જુદી ડિઝાઈનની પેન્ટી જેવી કે ફલોરલ, લેસવાળી, પેડીંગ કરેલી પેન્ટી વગેરે ખૂબ જ લોકપ્રિય છે. આજકાલ તો વિદેશી પેન્ટીની માગ ખૂબ જ વધી છે. તે ભારતીય બનાવટની પેન્ટી કરતાં વધુ આરામદાયક હોય છે.
પેન્ટી ખરીદતી વખતે નીચેની બાબતો વિશેષ ધ્યાનમાં રાખવી જરૂરી છેઃ
માસિકધર્મ, ગર્ભાવસ્થા તેમજ તે પછીના સમય ગાળા દરમિયાન પહેરવામાં આવતી પેન્ટી હંમેશાં વપરાતી પેન્ટી કરતાં જુદા પ્રકારની હોવી જોઈએ. આનું મુખ્ય કારણ એ છે કે આવા દિવસોમાં ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી મુલાયમ ફેબ્રિકની બનેલી કોટન પેન્ટી જ પહેરવી જોઈએ.
પેન્ટી હંમેશા ઋતુને અનુકૂળ હોય તેવી જ ખરીદવી જોઈએ. ગરમીના દિવસોમાં ક્યારેય પણ નાયલોનના કાપડની પેન્ટી પહેરવી જોઈએ નહીં, વધુ પરસેવાના કારણે નાયલોનથી ત્વચાને નુકસાન થઈ શકે છે. આ મોસમમાં સુતરાઉ કાપડની બનેલી પેન્ટી જ પહેરવી જોઈએ.
તમારી ત્વચાને અનુકૂળ પેન્ટી ખરીદો. ખાસ કરીને જોવા મળે છે કે જે મહિલાઓ આ વાત પર ધ્યાન આપતી નથી. તેમને ઘણા પ્રકારની તકલીફો જેવી કે ધાધર ખસ વગેરેની ફરિયાદો રહે છે.
પેન્ટી માટે યોગ્ય રંગ પસંદ કરવો એ ખૂબ જરૂરી છે જેવી રીતે બાહ્ય વસ્ત્રો ઋતુ અનુસાર ઘાટા કે આછા રંગના પહેરવામાં આવે છે. તેવી જ રીતે પેન્ટી પણ વસ્ત્રોના રંગ અનુસાર જ પહેરવી જોઈએ.
પેન્ટી હંમેશા સારી ગુણવત્તાવાળી ખરીદવી જોઈએ. તેનું ઈલાસ્ટિક ઢીલું નથી થતું, રંગ ઝાંખા નથી થતા તેમજ લાંબા સમય સુધી ચાલે છે.
પેન્ટીની સાથે પેન્ટી- લાઈનર ચોક્કસ રહેશે. આને લીધે પેન્ટી સ્વચ્છ રહે છે.
મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર સારી તેમજ સુંદર પેન્ટી વિવાહિત મહિલાઓને તેમના શયનખંડમાં આત્મવિશ્વાસની અનુભૂતિ તેમજ કામોત્તેજનામાં વૃધ્ધિ આપે છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને તમેે પેન્ટી પસંદ કરશો તો ત્વચાને નુકસાન નહીં પહોંચે અને તમને પોતાને પણ સુખદ અનુભવ થશે.
પેન્ટી પહેરનારે તેની સ્વચ્છતા, ધુલાઈ બાબત પણ સજાગ રહેવું જોઈએ. શ્વેતપ્રદર, માસિકધર્મ, સફેદ પાણી પડવાની ફરિયાદ, એવા સમયે પેન્ટીની સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેથી શરીર પરથી દુર્ગંધ ન આવે.
આજકાલ જિન્સ, ટાઈટ સ્કર્ટ, અને સાટીનના પેન્ટની ફેશન વખતે નિતંબની સુડોળતા પર વધુ ધ્યાન અપાય છે, આવા વખતે પેન્ટીનું ફિટીંગ, તેનો આકાર પણ પુષ્ઠ ભાગને આકર્ષક દેખાવામાં સહાયરૂપ થાય છે. હવે તો બહુ પાતળી કન્યા પણ પોતાના ફિગરને આકર્ષક બતાવી શકે તેવી પેડેડ પેન્ટી બજારમાં મળે છે.
ટૂંકમાં દરેક યુવતીએ પેન્ટીની પસંદગી કાળજી રાખીને કરવી જોઈએ.
- અવન્તિકા