પરાયા પુરુષ પ્રત્યે આકર્ષણ
જ્યારે પતિ 'મેરી પત્ની સિર્ફ મેરી હૈ'ના સિંડ્રોમથી વશીભૂત થઈને, શરૂઆતથી જ, પત્નીના દરેક શ્વાસ પર અધિકાર જમાવવાની કોશિશ કરે છે ત્યારે પત્નીના જીવનમાં એક એવો દિવસ આવે છે. જ્યારે તે પોતાને કેદી સમજવા લાગે છે એ મુક્ત હવામાં શ્વાલ લેવા માટે ઝંખે છે. પતિનું મન રાખવા માટે જ્યારે પત્ની થોડી રકઝક પછી તેની બધી વાતો ચાલવા લાગે છે
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હું શોપિંગ કરીને મોલમાંથી બહાર નીકળી જ રહી હતી કે લિફ્ટ પાસે ઊફેલી મૃદુલા પર નજર પડી ગઈ. મેં આમતેમ નજર કરી. કદાચ મનોજ ક્યાંક જોવા મળી જાય પણ મારી ધારણા ખોટી હતી. તે આજે પણ પોતાના કોલેજના સહાધ્યાયી અમિત સાથે હતી. આજકાલ મૃદુલા ઘણીવાર અમિત સાથે, ક્યારેક ફિલ્મમાં, ક્યારેક શોપિંગ મોલ, ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં હસતી જોવા મળી જાય છે.
આ માહિતી મને જ નહીં, જયશ્રી અને હું સાહેલીઓ જ નથી, બહેનો કરતાં પણ અમારો સંબંધ વધુ છે. મૃદુલાને જન્મથી લઈને કોલેજના શિક્ષણ સુધી મેં ઊછરતી જોઈ. એક વર્ષ અગાઉ જ તેણે સ્વેચ્છાથી મનોજ સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં તો તેની પ્રસન્નતા તરત જ દેખાઈ આવતી હતી. પણ છેલ્લા ૨-૩ મહિનાથી તેની અમિત સાથેની મિત્રતાએ જયશ્રીને જ નહીં, મને પણ દ્વિધામાં મૂકી દીધી હતી.
એક વાર લાગ જોઈને મેં તેના બદલાયેલા વ્યવહાર વિશે પ્રશ્ન કર્યો તો જે વાત તેણે મને જણાવી તે સ્વાભાવિક હોવાની સાથે જ મને વિચારવા માટે મજબૂર કરી ગઈ. મૃદુલાની ફરિયાદ હતી કે મનોજ હવે તેને પ્રેમ નથી કરતો. તેની પાસે પત્ની માટે સમય જ નથી. તે તેને પ્રેમ પણ એવી રીતે કરે છે જાણે કોઈ ટેબલ પરની ફાઈલ વાંચે, સાઈન કરે અને દૂર ખસેડી ભૂલી જાય. જે ગાઢ ચુંબનોમાં તે બહેકી જતી હતી, આજે તે જ ગાઢ માદક ચુંબનો માટે તે તલસતી રહે છે.
હું સારી રીતે સમજતી હતી. ઉચ્ચ હોદ્દા પર કાર્યરત મનોજની દિનચર્યા, ઓફિસના કાર્યક્રમમાં એ રીતે ગૂંચવાયેલો રહે છે કે ઘરસંસાર અને પત્ની માટે તેની પાસે સમય જ નથી રહેતો. એવામાં મૃદુલા સમય પાસ કરવા માટે અમિત તરફ આકર્ષિત થઈ છે. અમિત પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે તેના પૈસે એશ કરી રહ્યો છે. મૃદુલાનું આ આકર્ષણ ક્યાંક તેની બરબાદીનું કારણ ન બની જાય, એ વાતથી ભલીભોળી મૃદુલા બિલકુલ અજાણ છે.
આ તો થઈ લગ્નના શરૂઆતના દિવસોની વાત. ઘણીવાર એવું બને છે કે પતિને દેવતા સમાન પૂજા કરનારી પત્નીના મનમાં કોઈ પારકો પુરુષ ચુપચાપ આવીને એ રીતે ટકોરા મારવા લાગે છે કે પોતાના મનને કાબૂમાં રાખવાનું તેના વશમાં નથી રહેતું. મન જે દિશામાં લઈ જાય એ દિશામાં તે દોડી જાય છે.
તે ભૂલી જાય છે કે રણમાં માત્ર મૃગજળ પાછળ તે ભાગી રહી છે. જ્યારે આંખ ખૂલે છે ત્યારે બધું જ હાથમાંથી ખોવાઈ જતું નજરે ચઢે છે. પોતાના પતિના વિશ્વાસને ઠોકર મારીને તે પોતાની સાથે જ દગો કરી બેસે છે. એવી સ્થિતિમાં પોતાનો સાચી સાબિત કરવી અગ્નિ પરીક્ષા સમાન હોય છે.
ચહેરો મનનું રક્ષણ
શ્વેતા સાથે પણ કાંઈક એવું જ બન્યું. તેની અને વિજયની જિંદગી ખૂબ સરસ રીતે પસાર થઈ રહી હતી. કેમિસ્ટની દુકાનમાંથી સારી એવી કમાણી થઈ રહી હતી. અચાનક પરિસ્થિતિ બદલાઈ અને વિજય વ્યવસાય મંદ પડી ગયો. ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થતી જોઈને શ્વેતાએ પતિને દુબઈ પોતાના ભાઈ પાસે મોકલીને કોઈ નવો વેપારધંધો શરૂ કરવાનું સૂચન કર્યું, સાથે એવું સાંત્વન પણ આપ્યું કે દુકાન તે પોતે સંભાળશે. આમ પણ દુકાનની કેશ તેનો મિત્ર હિમેશ સંભાળતો જ હતો.
વિજય દુબઈ જતો રહ્યો. શ્વેતા આખો દિવસ હિમેશ સાથે દુકાનમાં બેસી રહેતી હતી. ધીરેધીરે હિમેશનાં ઝિંદાદિલી, ખુશમિજાજી સ્વભાવે તેને તેમના ઘરનો સભ્ય બનાવી દીધો. પોતાનાં નિર્ભયતા અને હાજરજવાબીપણાને કારણે માહોલને ખુશનુમા બનાવી રાખવાની તેનામાં અદ્ભુત શક્તિ હતી. એ બધા જ ગુણ તેના પોતાના પતિ વિજયમાં નહોતા. કહેવાય છે કે ચહેરો મનનું દર્પણ છે.
દુબઈથી પાછા ફર્યા પછી વિજય, શ્વેતાના ચહેરા પરનું હાસ્ય અને તેના હાવભાવમાં આવેલા પરિવર્તનથી સમજી ગયો કે શ્વેતા હિમેશમાં કાંઈક વધુ રુચિ દાખવી રહી છે. તેણે પૂરતી જવાબદારી અને વ્યવસ્થિત વાતચીત કરીને પોતાના જીવનમાં આવેલા તોફાનની દિશા બદલી નાખી. શ્વેતાને પણ એ વાત સમજાઈ ગઈ કે તે બહુ મોટી ભૂલ કરવા જઈ રહી હતી.
આવાં તો અનેક ઉદાહરણ જોવા મળશે. જ્યારે લગ્ન પછી કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરીને તમારા વિશ્વાસની દીવાલમાં તિરાડ પાડી નાંખે છે. આમાં માત્ર સંબંધોમાં જ અંતર થાય છે એવું નથી, પરંતુ અરસપરસના સામંજસ્ય અને તાલમેલ પણ ડગમગવા લાગે છે. તાણની સ્થિતિ પેદા થાય છે, જે ક્યારેક છૂટાછેડામાં પરિણમે છે.
આવું કેમ થાય છે?
જ્યારે પતિ 'મેરી પત્ની સિર્ફ મેરી હૈ'ના સિંડ્રોમથી વશીભૂત થઈને, શરૂઆતથી જ, પત્નીના દરેક શ્વાસ પર અધિકાર જમાવવાની કોશિશ કરે છે ત્યારે પત્નીના જીવનમાં એક એવો દિવસ આવે છે. જ્યારે તે પોતાને કેદી સમજવા લાગે છે એ મુક્ત હવામાં શ્વાલ લેવા માટે ઝંખે છે.
પતિનું મન રાખવા માટે જ્યારે પત્ની થોડી રકઝક પછી તેની બધી વાતો ચાલવા લાગે છે ત્યારે પતિનાં ઉત્સાહ અને ચાહન બંને વધવા લાગે છે. તેને પત્નીના દરેક કામની એલર્જી થવા લાગે છે. પત્નીની ઈચ્છાઓ, કામનાઓની પરવા ન કરતાં તે પત્નીને દાસી બનાવીને રાખવામાં પોતાની જીત માનવા લાગે છે.
જ્યારે પતિને પોતાનાં કામકાજના સંબંધમાં ઘરથી મહિનાઓ દૂર રહેવું પડે છે અથવા તેની દિનચર્યા, જરૂર કરતાં વધુ વ્યસ્ત રહે છે, ત્યારે પત્ની પોતાને ઉપેક્ષિત સમજવા લાગે છે.
પત્ની તરફ પતિનો જરૂર કરતાં વધુ શુષ્ક વ્યવહાર અથવા તેના દરેક કામમાં વાંધો કાઢીને તેનો અનાદર કરવો, કોઈ વાતમાં રસ ન લેવો અને દરેક વાત સાંભળી ન સાંભળી કરવી.
કેટલાક પુરુષ, પત્નીના બદલાયેલા સ્વભાવને તરત ઓળખી લે છે. પણ કેટલાક પતિ એવા પણ હોય છે, જેમનું ધ્યાન પત્નીના બદલાયેલા સ્વભાવ તરફ બિલકુલ નથી જતું અથવા તેઓ આ વિષય પર ક્યારેય ગંભીરતાથી વિચાર નથી કરતા. કેટલાક પોતે પણ આશિક સ્વભાવના હોય છે, પછી પત્નીના આવા વ્યવહારને ખોટો કઈ રીતે સમજશે. કેટલાક પતિ એટલા મહત્ત્વાકાંક્ષી હોય છે કે ટોચ પર પહોંચવા માટે પોતે જ પત્નીનો સોગઠા તરીકે ઉપયોગ કરે છે.
લગ્ન એક એવું બંધન છે, જેમાં ૨ દિલોની ભાવનાઓ, પ્રેમ અને વિશ્વાસના તાંતણા એકબીજા સાથે એ રીતે બંધાઈ જાય છે કે જીવનભર તે ગાંઠ ઢીલી નથી થતી. આ કેવળ બંધન જ નહીં, બસ વિશ્વાસનો એક એવો સેતુ છે, જેનો પાયો એટલો મજબૂત હોવો જોઈએ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેમાં તિરાડ ન પડે અથવા એમ કહો કે આ એક એવું પુસ્તક છે, જેનો દરેક ચેપ્ટર પર પતિ-પત્ની બહુ જ મનપૂર્વક મનનચિંતન કરી એકબીજાનાં ભાવના, સુખદુખ, ગમાઅણગમાથી પરિચિત થાય છે અને પોતાને એકબીજાને અનુકૂળ બનાવવાની કોશિશ કરે છે.
બધા લોકો સુખી અને લગ્નજીવન સપનાને મૂર્તરૂપ આપવા માગે છે. તેમની કોશિશ હોય છે કે ત્યાગ, પ્રેમ અને વિશ્વાસના આ ઘર પર અવિશ્વાસ, દગો કે નફરતનાં વાદળો ક્યારેય ન છવાઈ જાય. તેમ છતાં ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય તો પતિપત્ની બંનેની ફરજ બને છે કે પોતાના ઘરની ધસી પડતી દિવાલોને બચાવી લે.
પતિ માટે સૂચન: દરેક મુસીબતમાં તમને સાથ આપવાનું વચન આપનારી તમારી જીવનસખીનાં પગલાં ક્યારેક આડા રસ્તે ચાલ્યાં જાય તો રડવા કે પ્રશ્ચાતાપ કર્યા સિવાય તમારી જીવનસખીએ તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, એ વાતના મૂળ સુધી જવાનો પ્રયાસ કરો કે જેને કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ હોય.
સ્ત્રીઓ સ્વભાવથી લાગણીશીલ હોય છે. તમારી જીવનસખી સાથે પ્રેમ કરવાનું જ પૂરતું નથી, બલકે ક્યારેકક્યારેક પ્રેમની અભિવ્યક્તિ પણ કરો. દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે પતિ તેના પ્રત્યે પૂરતું ધ્યાન આપે. તેણે શું પહેર્યું છે, શું રાંધ્યું છે, ઘર કેવી રીતે સજાવ્યું છે વગેરે વાતોની માત્ર ટીકા જ ન કરો. પ્રશંસા પણ કરો. જો કોઈ વાતને લીધે પતિ-પત્ની જ માફી માગે.
તમે પોતે પણ પોતાના અહંનો ત્યાગ કરી માફી માંગી શકો છો. તમારી પત્નીને સારું લાગશે કે તમે તેની ભાવનાઓનું સન્માન કરો છો. માત્ર પોતાની જ વાત ન કરો, પત્નીની વાત પણ ધ્યાનથી સાંભળો. જન્મદિન વગેરે પ્રસંગે તેને ભેટ આપીને શુભેચ્છાઓ આપવાનું ન ભૂલો.
પતિ-પત્નીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે માનવની પ્રકૃતિ જ એવી છે કે તે પ્રાપ્ત થયેલી વસ્તુઓના મહત્ત્વને વણદેખ્યું કરી એજ ચીજોમાં સુખ શોધે છે, જે તેની પહોંચ બહાર છે.
પતિપત્ની પણ આમાં અપવાદ નથી. કોઈ પ્રત્યે આકર્ષણ જાગતાં જ ધીરજપૂર્વક વિચાર કરવો જોઈએ કે ક્યાંક આ અધૂરી જાણકારી કે કોઈ અન્ય કારણસર ભાવનાઓનો ક્ષણિક ઊભરો તો નથી ને? આવેશમાં આવીને પોતાનો ઘરસંસાર વેરાન બનાવતાં પહેલાં આ ઊભરાનેે સમાવવાનો પ્રયત્ન કરે, નહીં તો આજીવન પસ્તાવા સિવાય હાથમાં કશું જ નહીં આવે.
પત્ની માટે સૂચન: તમે કોઈના ગુણોથી પ્રભાવિત થાઓ તેમાં કોઈ ખોટું નથી, પણ કોઈની બાબતમાં મનમાં ખોટો વિચાર લાવવો ખોટી વાત છે. તમે અન્ય પુરુષના ગુણોની પ્રશંસા જરૂર કરો, પરંતુ અમુક ખૂબીઓને કારણે કોઈ પરપુરુષના મોહમાં ફસાવું યોગ્ય નથી.
આવી સ્થિતિમાં તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ, જેથી તમે ખોટી દિશામાં ભટકી ન જાઓ. પોતાની આ ભાવનાઓને વિવેકની ચેતનારૂપી લગામથી કાબૂમાં લઈને તમે તમારા દાંપત્યજીવનને સાચા માર્ગે લઈ જઈ શકો છો.
- હિમાની