Magazines

અવકાશ કેટલી ઊંચાઈએ શરૂ થાય? .

By GS TEAM
10 Apr 20261 min read
અવકાશ કેટલી ઊંચાઈએ શરૂ થાય?                .

અવકાશી સંશોધનોનું ક્ષેત્ર વિશાળ છે. મિસાઈલ કે રોકેટ અને સેટેલાઈટને અવકાશમાં છોડયા તેમ કહેવાય છે પરંતુ અવકાશ કેટલી ઊંચાઈએ શરૂ થાય તે જાણો છો ?આકાશમાં ક્યાંય સરહદ હોતી નથી. પરંતુ પૃથ્વીની ચારે તરફ હવા અને વાદળોનું વાતાવરણ હોય છે. વાતાવરણના તફાવતને સરળતાથી સમજવા માટે વિજ્ઞાનીઓએ વાતાવરણના ચાર થર નક્કી કર્યા છે. પૃથ્વીની સપાટીથી ૧૫ કિલોમીટર સુધી ઊંચાઈના વિસ્તારને ટ્રોપોસ્ફીયર કહે છે. તેમાં વાદળો, પર્વતોની ટોચ, મેઘ ધનુષ અને હવા હોય છે. વરસાદ કે વંટોળિયાનું તોફાન આ સ્તરમાં જ થાય છે. ત્યાર બાદ ૬૫ કિલોમીટરની ઊંચાઈ સુધી પાતળી અને શાંત હવાનું સ્તર હોય છે. તેને ટ્રોપોસ્ફીયર કહે છે. ઓઝોન સ્તર અહીં જ હોય છે. ત્યારબાદ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી આયનોસ્કીપર હોય છે. સેટેલાઈટ આ સ્તરમાં મૂકાય છે. આ સ્તરને અવકાશ કહેવાય નહીં. ૪૦૦ કિલોમીટરની ઊંચાઈ પછી હવાનું પ્રમાણ ઓછું હોય છે. કોઈપણ  યાન સેટેલાઈટને હવાનું ઘર્ષણ લાગતું નથી. એટલે ૪૦૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ અવકાશ શરૂ થાય છે તેમ મનાય છે. આ ચારે સ્તર પૃથ્વીની સાથે ફરે છે.