Get The App

વાચકની કલમ .

Updated: Dec 2nd, 2019

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                             . 1 - image


તારા સાથનો ''અહેસાસ''
જેનો હાથ પકડવાનો ગમે છે

સાથ પણ એનો જ ગમે છે.

જે હર ક્ષણ યાદ આવે છે

એને જ મન સાચા હૃદયની ચાહે છે.

સ્વર્સ્વ આપીને જે સ્વર્સ્વ ગુમાવે છે

એની સાથે જ જન્મોનો નાતો 

અનુભવાય છે.

કોણ કહે છે

મૃત્યુ તને અને મને અલગ કરી શકે છે

''આ તો શક્ય જ નથી''

તું તો અંતરમાં મારી સાથે સદિયોંથી રહે છે

કેવી રીતે કહું તને દિલ તને કેટલું ચાહે છે.

પુરાવો આપવા જાઉં છું તો

''બધું જ નિષ્ફળ જાય છે''

અમુલ્ય લાગણીઓ તો 

મહેસુસ જ કરાય છે.

સાત ફેરા જેવા ''આત્મીક સંબંધો''

કોક જ ભવમાં સર્જાય છે.

''બીન ફેરે હમ તેરે''

એવું કોઈકની સાથે જ અનુભવાય છે,

આ જગના રંગમંચ પર 

ત્યારે જીતી જવાય છે,

જ્યારે મારી આંખોમાં તને

તારા જ હોવાનો અહેસાસ થાય છે.

નિમિષા છેડા ગલિયા

(બોરીવલી)

કરેલાં કર્મો જ નડે છે
પારકાં કરતાં પોતાનાં જ કદીક નડે છે,

આપણાં કરેલાં કર્મો જ આપણને નડે છે.

જે ઈમારત ભલેને આંબતી આજ આભને,

ભૂકંપ વખતે સૌથી પ્રથમ એ જ પડે છે.

પથ્થરોમાં ભગવાનને શોધવો રહેવા દો,

અહીં માણસોની ભીડમાં

ઈન્સાન ક્યાં જડે છે?

થોડા ફૂટ જમીન કાફી છે 

મરી ગયા બાદ,

તસુ જમીન માટે માણસ તોય કેમ લડે છે?

આ આંસુઓની આદત 

પણ કેવી અજબ છે?

ખુશીમાં ભીંજવે આંખો ને ગમમાં રડે છે.

મા વગર લાગે છે સાવ 

સૂનું મને આ જગત,

બીજાની ખબર નથી મને બહુ ફર્ક પડે છે.

શબ્દોની સુરા પીધી 

જ્યારથી 'અજનબી'એ,

કોઈપણ શરાબનો હવે નશો ક્યાં ચડે છે.

પ્રવિણકુમાર લવજીભાઈ પારધી

(વિરમગામ)

બેઝુબાન
એક એવા મોડ પર આવી ગઈ 

જિંદગી જ્યાં હાથ નાખીએ ત્યાં હાર છે

ન કોઈની મહોબત ન કોઈની

 લાગણી ન કોઈનો ઈન્તજાર છે

માન્યું હતું કદમ કદમ પર આવશે 

ગુલોભરી ડગર

અહીં નજર કરીયે ત્યાં બધે 

બસ ખાર જ ખાર છે

મહોબતની દુનિયામાં 

ડોકિયું કરીને જોઈ લીધું છે

અહીં ગમોની ભરમાર ને દરદ બેસુમાર છે

બેઝુબાન છે ઝુબાન નથી કે દરદ એનું કહે

વદન જોઈને સમજી જાવ કે 

માયુસ કેવુ જિગર છે

ઉતરી ગયો જિંદગીનો બોજ તો શું થયું?

મર્યા પછી પણ જુઓ હવે કબરનો ભાર છે.

મણીલાલ ડી. રૂઘાણી

(રાણાવાવ)

પાંખ થૈ...!
દેહનાં કરતૂત આભે ઉંડે પાંખ થૈ,

મૌન જીવે ભીતરે તડકામાં રાખ થૈ.

તે જડયાં માણેક તો દીપી ઊઠી ત્વચા,

ખાસ શૃંગારે ચન્દાની ભીની આંખ થૈ.

કરચલી ભાલે પડી ફાલ્ગુની કાળની,

કોણ ઉઘાડે રાખના તાળા લાખ થૈ.

હેતનું મંથન કરી લે તીર્થ ધામમાં,

તુ અમી ભરજે કળશમાં પાવન શાખ થૈ.

હવનમાં શ્રીફળ જ હોમી દીધું વચનનું,

શોધમાં ફરતા સખશની આંખે ઝાંખ થૈ.

વિનોદચંદ્ર બોરીચા (વીનુ)

(મુંબઈ)

નારી તું નારાયણી
કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે, નારી,

સારું જગ તેની પાછળ મોગ પામ્યું છે,

સારા જગમાં પ્રચલન ભાસે છે, નારીનું.

નારીની હાજરીથી પરિસ્થિતિ પલટાય છે.

શરમ અનુભવે છે, 

નારીના વાણી, વર્તન થકી.

સારું જગ જ્યાં.

નારી તો લક્ષ્મીનો અવતાર છે, તેના થકી, 

સમાજ માન-પ્રતિષ્ઠા મેળવે છે, 

નારીના કારોબારે,

ઘર-ઘરની શોભા છે, 

નારીની રીતિ રસમ જ્યાં,

ભણેલી-ગણેલી નારી

સારા સમાજમાં ચમકતો તારો,

રૂઢિ ચુસ્ત સમાજમાં 

નારીને સમજે છે, 

સાપનો ભારો આ મર્યાદામાં 

નારીની ગૂંગળામણ વધે જ્યાં.

''નારી તું નારાયણી'' કાજે 

પૂજો નારી જગતને જ્યાં

સૌ સારાવાના થશે, 

જગતનાં અનર્થો દૂર 

થશે જ્યાં.

પરેશ જે. પુરોહિત

(કલોલ -રણાસણ)

'તુ'
'તુ'

પ્યાર મ્હારો...

એક સંપૂર્ણ અહેસાસ

માંગુ તો સ્વર્ગ

વિચારુ તો સમંદર

જોઉં તો આકાશ

શ્વાશ ભરુ તો ગુલાબ

ડૂબુ તો જિંદગી

માનું તો ઈશ્વર

મહેસૂસ કરૂ તો ચાંદની

પ્રભાત માનું તો ઓશબૂંદ

યાદ કરું તો સર્વસ્વ

બ્રહ્માંડ ક્ષિતીજ પેલેપાર

અટકું હું જ્યાં ત્યાં 'તુ'

છે, એ સર્વત્ર અહેસાસ

'તુ' એક બસ 'તુ'

હોય દૂર તોય...

જિંદગી છે મારી 'તુ'

'મીત' (સુરત) 

ઘડપણ
ઘડપણમાં શ્વાસે શ્વાસે ભરે છે ઉંહકારા

પંખીડાં ઉડી ગયાં હવે 

સૂના થયા છે માળા...

ઘર દૂર દેખાય ને સામે ભીંત અથડાય

ડગલું એકાદ ચાલતાં આખોમાં અંધારાં...

ટગર ટગર જુએ સૂમસામ જગતને

આંખો છે છતાં દિવસે નથી અજવાળાં...

પાળી પોષીને મોટા કર્યા 

પ્રેમની સીંચી ધારા

પંડના દીકરાઓએ જુદા 

બનાવ્યા માળા...

દીકરા દૂર થયાને દીકરી ગઈ સાસરે

લાકડીના હેકે અમે 

બની ગયાં ઓશિયાળાં...

આવું ઘડપણ ન ગમે 

આજે યુવાનોને

હવે ઘરડાઘરમાં જવાના 

આવ્યા વારા...

યુવાનીમાં યાદ ન 

આવ્યું હેતે હરિનું નામ

હવે તો પ્રભુભજીએ 

રામધણી રાખવાળા...

જીવતું હાડપીંજર હલે પણ ચાલે નહિં

હવે મુક્તિ માટે ભરી રહ્યા છે ઉચાલા...

ભગુભાઈ ભીમડા

(ભરૂચ)

ગઝલ વાય છે
વાયરાઓ રોજ આ તો વાય છે,

ફૂલ એથી કેમ આ હરખાય છે.

જ્યાં અડપલાઓ કરે, ઈચ્છાને ત્યાં,

લાગણીઓ કેમ આ બદલાય છે?

બેસણામાં શ્વેત વસ્ત્રો જોઈને,

સત્યનો લિબાસ શેં કરમાય છે?

રાત બાકી છે હજી આખી અહીં,

ઓળખાણોે કેમ આ રોળાય છે?

આંખ પર ચોમાસું બેઠું છે અહીં,

જોઈ ચાતક કેમ આ મુંઝાય છે?

શાંત જળમાં કાંકરી છે કે વમળ,

શેં વલય મોટા સતત આ થાય છે?

ફૂલ છે પ્લાસ્ટીકના કૂંડા મહી,

કોયલો આ કેમ બેઠી ગાય છે?

અલ્પા વસા

ઝૂકી જનારી

કોઈ દે કાદવ-કિચડ પ્રસારી

કમળ સમ ખિલવાની ખુમારી.

સરિતા બની જાય ભલે તોફાની

મગદુરીથી તરવાની છે ખુમારી.

મરજીવો જોઈને મોતી કાઢવા

સાગર ઊડાડે જવાની તૈયારી.

આવે લાખ મુસીબતોની વણઝાર

બની શકે ના પરાભવ કરનારી.

'લઘુ ગોવિંદ' પુરૂષાર્થ સામે

કિસ્મત હારીને ઝૂકી જનારી.

(લઘુગોવિંદ)

ગીત
ફુર્સત મિલે જરાસી તો દર્પન મેં દેખલેં,

મતલબ કહાં હૈ દૂસરા બસ મન મેં દેખલેં.

દસ્તક લિયે ગલી મેં કદમ તો નહીં કોઈ,

સચમુચ તેરા કહીં, 

યે ભરમ તો નહીં કોઈ,

ઘર સે નિકલકે થોડા 

સા આંગન મેં દેખ લેં.

જલ્દી મેં કામ નિપટા, 

કોઈ ઈક સવાલ થા,

દિલ મેં ન જાને કિસકા 

બરાબર ખયાલ થા,

ધોયે હુવે સે સારે હી 

બર્તન મેં દેખ લે.

કાનોં મેં મેરે આજ ભી,

જિસકી હૈ ગૂંજ સી,

સાંસો કી તરહા બજતી 

રહી કિતની હર ઘડી,

બો હો સકે તો હાથોં કે કંગન મેં દેખલે.

મહેશ અઘેરા ''અસર''

(નવા થોરાળા, રાજકોટ)

Tags :