વાચકની કલમ .
એક રસ્તા
સિર્ફ ઈક રસ્તા પાર કરના હૈ,
મોડ યે કૈસા પાર કરના હૈ.
રાત જુગ્નૂં, ચિરાગ કબ માંગા,
બન કા અન્ધેરા પાર કરના હૈ.
કોઈ હલચલ સી, કમરે કે અન્દર,
પર્દા ખિડકી કા, પાર કરના હૈ.
શોર ઉસપાર, મુન્તજર કિતના,
ગેહરા સન્નાટા, પાર કરના હૈ.
બૈઠે સાહિલ પે સોચતે હૈ ''અસર''
કૌન સા દરિયા પાર કરના હૈ.
મહેશ અઙેરા ''અસર''
(નવા ઘોરાળા, રાજકોટ)
શ્વાચ્છો શ્વાછમાં
એક આંશુ ઉદ્ભવે અવકાશમાં
ફેલાઈ ત્યારે વાદળો શ્વાચ્છો શ્વાસમાં
સૂર્ય જેવો સૂર્ય જો તણખે પ્રજ્વળે
ફૂંકાઈ જ્યારે આવજો ઉચ્છવાસમાં
મીણબત્તીને ઘાગો આખી પીગયો
આ તરસ છે પ્રણયનાં અજવાસમાં
ડોડી ડોડી પગલાઓ કયા કયા જસે
મંજીલ જડી છે અશ્વતાળે ઉપહાસમાં
બાળક એ થાકી થાકીને ઉંઘીગયો
ઉંમરની બાજી બગડી છે તાશમાં.
મહેશ સાગઠિયા
(રાજકોટ)
નવોઢા
નવોઢાએ સજાવ્યા સોનેરી
સપના પોતાની મદ-મસ્ત આંખોમાં,
કંકુવર્ણા પગલા માંડી સમર્પિત કર્યું
પોતાનું જીવન સાજનની બાહોમાં.
ધક-ધક કરતા દિલનું સંભળાતું હતું
કર્ણ-પ્રિય સંગીત,
પિતૃ-ગૃહ છોડી પતિનું ઘર જ બન્યું
હવે મન-મંદિર.
લલાટને આવી ભવ્યતા સેંથીના સિંદૂરે,
ગરદનનો આવી સુંદરતા
એમાં પહેરેલા મંગળ-સૂત્રએ.
ચમકી રહી નાકની નાજૂક નમણી,
મધ-મધી રહી અંબોડાની
જૂઈના ફૂલોની વેણી.
હાથની બંગડીઓમાં સંભળાઈ
રહ્યો હતો પ્રિયતમનો સૂરીલો રણકાર,
થનગનતા પગમાંથી
આવી રહ્યો હતો ઝાંઝરનો ઝણકાર.
લાલ સાડીમાં લાગતી હતી
એ સૌંદર્યની અપ્રતિમ મૂર્તિ,
અપલક દ્રષ્ટિથી જોઈ રહી
તેને તેની પ્રિય સખી.
ફિઝ્ઝા એમ.આરસીવાલા
(મુંબઈ)
નશીલા નયન
મલ્યાં છો આટલે વરસે તોય -
હજુ છો તેમ એવાંને એવા,
ઢળતી ઉંમર તોય -
હજુ પ્રેમ કરવા જેવાં,
અવિશ્વાસ રાખવાનું -
કોઈ અમારું કારણ નથી,
એમ તમે ક્યાં છો -
કોઈ જાતનો વહેમ કરવા જેવાં,
હજુ પણ છે નયનો સનમ?
એવાં જ નશીલા આપનાં,
હતાં પહેલાં જ એવાં -
ઈશ્કનો જામ ભરવાં જેવાં,
કદમ મુક્યાને મહેંકી ઉઠયો -
ઉજડ અમારો બાગે-દિલ,
થયું અમને કે છો તમે -
વસંતનું નામ જોડવા જેવાં,
ખબર અમને છે - સીતમ સાવ
નિર્દોષ ભાવે કરે છે,
એટલે તો લાગતા નથી
એ કોઈ ઈલ્ઝામ મુકવા જેવાં.
મણીલાલ ડી. રૂપાણી
(રાણાવત, જિ.પોરબંદર)
''ચાલ ને કંઈક નવું કરીયે''
ચાલ ને કંઈક નવું કરીયે
લાગણીઓને વધારીયે
નફરતને પાછળ મુકી દઈયે,
રોજ ન મળાય તો કંઈ નહીં
સ્વપ્નમાં રોજ મળવા ના કોલ
એકબીજાને આપી દઈએ,
વર્ષો જીવનનાં આમને
આમ ચાલ્યા ગયા
આ નુતન વર્ષે અંતરના
બંધ દરવાજા ખોલી દઈયે,
ચાલ ને કંઈક નવું કરીયે
આ ભવનો ફેરો પાછો મળશે નહીં
ખબર નહીં તું ક્યાં હશે
અને હું ક્યાં હોઈશ
ચાલને સાથે રહીને
જીવનને માણી લઈયે,
ચાલ ને કંઈક નવું કરીયે
ફરીથી એકવાર
એકબીજામાં અને એકબીજા માટે
જીવી લીઈયે.
નિમિષા છેડા ગલિયા
(બોરીવલી, યોગી રત્ન)
આશા ચાલી...
અરધા રસ્તે જે ખુશી બિંદાસ ચાલી,
અરધા રસ્તે તિતિક્ષા ઉદાસ ચાલી.
મખમલ અધર પર પ્હેરો ભરતી પળોજણ,
ગ્લાનિ સંકેલી, લેવાં વિલાસ ચાલી.
વિચાર નિવાડો લાવો કુંપણો નો,
ઊર્મિ સખી રોપી તો, લાલાશ ચાલી.
માર્મિક મુદ્રાના ભાવો ઠાક રોકે,
આ મૌન મૂર્તિ માંહયે આભાસ ચાલી.
હાસ્ય થયું છે મોંઘુ લઈ લો ખરીદી,
વિદુષકોને જોવા રે... નૈરાશ ચાલી.
ઋજુ લત્તા ટેકાંના આકાર શોધે,
જ્યાં થંભ તૂટયાં કે ગ્યો વિશ્વાસ ચાલી.
રેશમ રતીની માંસલ કાયા... હઠીલી!
સ્પર્શ પર્વણી કરતી લેં...
આસ ચાલી.
વિનોદચન્દ્ર બોરીચા (મુંબઈ)
ખ્વાહિશ
ખ્વાહિશ હતી રોજ સવારે વાત કરું
મ્હારી જેમ એ પણ વાત કરે
ખ્વાહિશ હતી મ્હારા હૃદય મંદિરે બિરાજે
ઈશ સમ ત્હારી પૂજા કરું
ખ્વાહિશ હતી અઢળક પ્રેમ કરું
મ્હારી જેમ એય પ્રેમ કરે
ખ્વાહિશ હતી નિરંતર યાદ કરું
મ્હારી જેમ એ પણ યાદ કરે
ખ્વાહિશ હતી પ્રેમનું ઉપવન સજાવું
મ્હારી જેમ એ પણ સજાવે
ગઈકાલ આજ ને હવે એ ભૂતકાળ
ખ્વાહિશ હતી એ ખ્વાહિશ રહી ગઈ
એક જિંદગી દુ:ખનો સમંદર થઈ ગયો
ખ્વાહિશ હતી એ ખ્વાઈશ રહી ગઈ
યાદોની સ્મૃતિ હવે કબર થઈ ગઈ.
'મીત' (સુરત)
બ્લેક ડે...
શું કસૂર હતો? બતાવો,
સુરતનાં એ ફૂલોનો,
શીદને ખરી પડયાં, ઊંચેથી જમીન ઉપર.
જવાબદાર કોણ? એ કરૂણ ઘટનાનો,
પરવરદિગાર કે પછી આ મનુષ્ય અવતાર.
શું ફર્ક પડે,
દોષનો ટોપલો ઠાલવીને, બોલો?
નહીં ખીલે હવે ફરી
પાછા એ કોમળ પુષ્પો.
કાળા દિવસોમાં એક નવો બ્લેક ઉમેરાયો,
અને ફરી પાછું જેમનું તેમ, કેવી વિડંબના?
એક દિવસ રોવાનો
અને એક શ્રદ્ધાંજલિનો,
વિકાસનાં નામ પર જૂઠ્ઠાણું ચાલે બજારમાં.
ઉંચી પ્રતિમા છે અહીં,
કેમ એક સીડી નહીં?
પીઝા બે મિનીટમાં,
ફાયરબ્રીગેટ કેમ નહીં?
આમજ ચાલશે હેમુ, તો એ દિન દૂર નથી.
ના હૈયામાં લાગણી,
ફક્ત હાથમાં મોબાઈલ,
તહેવારોની જગ્યા ઉપર
ફક્ત બ્લેક ડે રહેશે.
પટેલ હેમંતભાઈ જે. 'હેમુ' (નવસારી)
જીંદગી
દુનિયાદારીનું ભાન કરાવે જીંદગી,
ઉલઝન, ઉલફતને ઉકેલવા મળી જીંદગી,
જીવનને સજાવવાને મળી છે, જીંદગી.
કુદરતે બક્ષેલા નજારાને
માણવા મળી જીંદગી,
''કાગજ કી કસ્તી'' ને
સંસાર સાગરને તરવા મળી જીંદગી.
સંસારનાં જટિલ પલાખાં
ઉકેલવા મળી જીંદગી,
આત્મીયતાનો ઉજાસ
પાથરવાને મળી જીંદગી.
જીવન ધ્યેય સમજવાને
માનવતા કાજે મળી જીંદગી,
દુન્વયી સાહ્યબી સુખો
માણવાને મળી જીંદગી.
પ્રિયતમાના સંગાથ,
ભેરુંની તલાશ માટે મળી જીંદગી,
ધર્મ, કર્મના મર્મને
સમજવાને મળી જીંદગી.
પરેશ જે.પુરોહિત (કલોલ, રણાસણ)