Magazines

અનુરાગ કશ્યપ : વધુ પડતી સાવધાનીએ ફિલ્મસર્જનની પ્રક્રિયા સાવ બદલી નાખી છે

By GS TEAM
7 May 20262 mins read
અનુરાગ કશ્યપ : વધુ પડતી સાવધાનીએ  ફિલ્મસર્જનની પ્રક્રિયા સાવ બદલી નાખી છે

- 'અભિનેતા અનુરાગ કશ્યપ દિગ્દર્શક  અનુરાગ કશ્યપ કરતાં અલગ છે.  દર વખતે  મને વિચાર આવે કે કેમેરા સામે આ હું શું કરી રહ્યો છું?  મારામાં રહેલો દિગ્દર્શક મને ક્યારેય કાસ્ટ કરશે નહીં!'

ફિલ્મ સર્જક  અનુરાગ કશ્યપ એક બુદ્ધિશાળી અને સંવેદનશીલ  વ્યક્તિ છે. તેમની  ફિલ્મો  દર્શકોને કોઈને કોઈ મેસેજ આપે છે, શીખ અને સમજ આપે છે  જો કે એક વાતચીતમાં  અનુરાગ કશ્યપે જે કંઈ કહ્યું  તેનાથી  તો એવી છાપ પડે છે કે તે કોઈ પોલિશ્ડ માસ્તરક્લાસ નથી,  પમ સિનેમાંના   પ્રચાર,સર્જનાત્મક હતાશા અને  તેઓ દિગ્દર્શનથી  કેમ  દૂર જાય છે તેના માટે અહીં  ખુલ્લા દિલે વાત કરી  છે, જે ઘણી રસપ્રદ  બની રહે છે.

આજે  જ્યારે  તમે પટકથા  લખો છો.  તેને  વાંચનાર  સૌથી પહેલી વ્યક્તિ વકીલ હોય છે?  આ પ્રશ્નના ઉત્તરમાં  અનુરાગ  કશ્યપ  કહે છે, 'જો આ ફિલ્મ પ્રચાર  છે  તો વિરોધ કરતી ફિલ્મ પણ પ્રતિપ્રચાર  છે,  જે  ફિલ્મો  તથ્યોને હકીકત  તરીકે રજૂ કરે  છે.  તે ફક્ત બનાવવામાં આવતી નથી...' જે  ફિલ્મોમાં  અરિસો હોય છે તે ખૂબ જ ચિંતાજનક  માનવામાં આવે છે.  તેમના માટે મોટી ચિંતા એ  છે કે   પ્રામાણિક  વાર્તા  કહેવાનું અદ્રશ્ય  થઈ જાય છે.' આજે  જ્યારે  તમે સ્ક્રિપ્ટ  લખો છો, ત્યારે વાંચનાર પ્રથમ  વ્યક્તિ નિર્માતા  કે અભિનેતા  નથી.  તે એક વકીલ ચે જે 'સમસ્યારૂપ' શું  છે તે દર્શાવે  છે સાવધાનીની સંસ્કૃતિએ  ફિલ્મનિર્માણને  મૂળભૂત  રીતે બદલી નાખી  છે,' એમ  તેઓ ઉમેરે  છે. 

હું પ્રામાણિક ફિલ્મ નથી  બનાવી શકતો 

ફિલ્મોદ્યોગમાં  હાલના પડકારો અને  પોતાની  સર્જનાત્મક  પસંદગીઓ પર વિચાર કરતાં અનુરાગ કશ્યપ કહે છે, 'ફિલ્મો તો  ડમ્પ થઈ  રહી છે. એ તો ઓટીટી પ્લેટફોર્મ  પર પણ પહોંચી  શકતી નથી.  જો તમે માત્ર તેને જોવા માટે જ ફિલ્મ બનાવો છો  તેનો અર્થ શું  છે? મેં  ફિલ્મ નિર્માણ પાછળ છોડી દીધું  છે  કેમ કે હું પ્રામાણિક  ફિલ્મ બનાવી શકતો નથી.  હું એવા સમય માટે   લખવાનું અને   વાંચવાનું પસંદ કરીશ જ્યારે હું સુરક્ષિત  રીતે  ફિલ્મો બનાવી શકું.

ભારતમાં  એનિમેશન  ફિલ્મ બોક્સમાં બંધ

ભારતમાં પુખ્ત વયના એનિમેશનના  અભાવ પર ટિપ્પણી  કરતા અનુરાગે  કહ્યું, ' આપણા માટે તે એક મોટી મર્યાદા છે. આપણે તેને કાર્ટુન કહીએ છીએ.  આ સાથે તેઓ ઉમેરે  છે, 'વૈશ્વિક  સ્તરે સફળ એનિમેશન  પ્રોજેક્ટ્સ  પણ ઘણીવાર  ભારતમાં  થિયેટરની જગ્યા  શોધવામાં  નિષ્ફળ  જાય છે. તે દુનિયાભરમાં  ફરે છે. પણ અહીં  રિલીઝ થતી નથી.  આગામી  પાંચ  વર્ષ ભારતીય  એનિમેશન  માટે ખૂબ જ જોખમી   બનવાના  છે. એઆઈના  અવકાશમાં  પ્રવેશ સાથે સર્જનાત્મક જોખમો ઘટશે.' 

મારી જાતને કાસ્ટ નહીં કરું!

અનુરાગ કશ્યપ  કબૂલે  છે, 'અભિનેતા  અનુરાગ કશ્યપ દિગ્દર્શક  અનુરાગ કશ્યપ કરતાં અલગ છે.  દર વખતે  મને વિચાર આવે કે કેમેરા સામે આ હું શું કરી રહ્યો છું?  મારામાં રહેલો દિગ્દર્શક  મને ક્યારેય  કાસ્ટ કરશે નહીં!'